તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Zomato, Which Fills Your Stomach, Will Now Fill Your Pockets Too, An IPO Worth Rs 9,375 Crore Will Open From Tomorrow.

ઝોમેટોની કહાની:તમારુ પેટ ભરતુ ઝોમેટો હવે તમારુ ખિસ્સું પણ ભરશે, કાલથી ખુલશે 9,375 કરોડ રૂપિયાનો IPO

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીની રેવન્યુ 2017-18માં 487 કરોડ રૂપિયા હતી, જે 2020-21માં વધીને 2,743 કરોડ થઈ
  • IPOમાં રોકાણ માટે પ્રતિ શેર 72થી 76 રૂપિયાની પ્રાઈસ નક્કી કરાઈ છે

રોકાણકારો માટે પબ્લિક ઈશ્યુની રીતે આવતીકાલનો દિવસ 14 જુલાઈ ખૂબ જ મહત્ત્વનો છે. આ દિવસથી ઓનલાઈન ફુડ ડિલિવરી કંપની ઝોમેટો(Zomato)નો IPO ખુલશે, જે 16 જુલાઈ સુધી ખુલ્લો રહેશે. તેના દ્વારા કંપની 9,375 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે.

ઝોમેટોને સ્ટાર્ટ કરવાની કહાની ઘણી ખાસ છે, તોચાલો જાણીએ...
ઝોમેટોને દીપેેંદર ગોયલે પોતાની ઓફિસના મિત્ર પંકજ ચડ્ડાની સાથે મળીને 2008માં લોન્ચ કરી હતી. એક દિવસ એવુ બન્યું કે દીપેંદર રોજની જેમ ઓફિસ ગયા હતા અને કેન્ટીનમાં ખાવના મેનુની રાહ જોઈ રહ્યાં હતા. તેમને એ વાતનો અહેસાસ થયો કે મેનુમાં ઘણો સમય લાગી રહ્યો છે.

પછીથી તેમણે ખાવાનું મેનુ સ્કેન કરીને ઈન્ટરનેટ પર મુક્યુ, તો લોકોને તે ઘણુ પસંદ આવ્યું. અહીંથી તેમને આવી વેબસાઈટનો આઈડિયા આવ્યો, જેમાં લોકોને આસપાસના રેસ્ટોરન્ટની માહિતી મળી શકે. દીપેેંદરે પંકજની સાથે મળીને વર્ષ 2008માં ફૂડીબે શરૂ કર્યું, જેનુ નામ 2010માં બદલીને ઝોમેટો કરવામાં આવ્યું.

કઈ રીતે કામ કરે છે ઝોમેટો?
ઝોમેટો, એક ઓનલાઈન રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે, જે ગ્રાહકોને રેસ્ટોરન્ટમાંથી ખાવાનાની અને ગ્રોસરીની હોમ ડિલીવરી કરે છે. વેબસાઈટમાં રેસ્ટોરન્ટના મેનુને લઈને તેનો રિવ્યુ પણ હોય છે. સાથે જ રેસ્ટોરન્ટ માટે માર્કેટિંગ પણ કરે છે. તેના માટે ઝોમેટોએ શહેરની પ્રત્યેક રેસ્ટોરન્ટ સાથે કરાર કર્યો છે.

દેશ-વિદેશોમાં ફેલાયો છે કારોબાર
ઝોમેટોનો કારોબાર દેશમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, પુના અને કોલકાતા સહિત ઘણા અગ્રણી શહેરોમાં છે. આ સિવાય વિદેશમાં ઝોમેટોની સર્વિસ UAE, ફિલિપાઈન્સ, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, તુર્કી, બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, પોર્ટુગલ, કેનેડા અને આયરલેન્ડમાં છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા અને USમાં પણ ઝોમેટોનો કારોબાર ફેલાયેલો છે.

ઝોમેટો પર 2400 કરોડ રૂપિયાનું દેવુ
કંપનીની ફાઈનાન્શિયલ પ્રોફાઈલ જોવામાં આવે તો તેની કુલ રેવન્યુ ફાઈનાન્શિયલ વર્ષ 2017-18માં 487 કરોડ રૂપિયા હતી, જે 2020-21માં વધીને 2,743 કરોડ રૂપિયા થઈ ગઈ. હાલ કંપની 2,385 કરોડ રૂપિયાના નુકસાનમાં છે. કંપનીએ દેવાની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે પબ્લિક ઈશ્યુ લાવવાનો નિર્ણય કર્યો અન માર્કેટ રેગ્યુલેટર સેબીમાં અરજી કરી છે.

મંજૂરી મળ્યા પછી ઝોમેટોએ IPO લોન્ચિંગ માટે 14-16 જુલાઈનો દિવસ પસંદ કર્યો છે. એક્સચેન્જ ફાઈલિંગ મુજબ, IPOમાં રોકાણ માટે પ્રતિ શેર 72થી 76 રૂપિયાની પ્રાઈસ નક્કી કરવામાં આવી છે. 195 શેરનો એક લોટ હશે, જેના માટે એપ્લાઈ કરી શકાશે. જોકે રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ માટે જ એપ્લાઈ કરી શકે છે. સેબીના નિયમો મુજબ, 2 લાખ રૂપિયાથી વધુ રોકાણ તમે ન કરી શકો.

એન્કર રોકાણકારો પાસેથી એકત્રિત કર્યા 4200 કરોડ રૂપિયા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપનીએ IPOના લોન્ચિંગના એક દિવસ પહેલા જ એન્કર રોકાણકારો પાસેથી 560 મિલિયન ડોલર(4170 કરોડ રૂપિયા) એકત્રિત કર્યા. તેના માટે સંસ્થાગત રોકાણકારોએ પ્રતિ શેર 76 રૂપિયા ચુકવ્યા છે.

કંપનીમાં ઈન્ફો એજનો સૌથી વધુ હિસ્સો
ઝોમેટોમાં હાલ કોરા મેનેજમેન્ટ, ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ, ફિડેલિટી સહિત ઈન્ફો એજનું રોકાણ છે. કંપનીમાં સૌથી મોટો હિસ્સો(18.4%) ઈન્ફો એજનો છે, જે ઓફર ફોર સેલ દ્વારા 375 કરોડ રૂપિયાના શેર વેચશે.