તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Zomato May Bring In IPO By 2021, With Investments This Year Raising The Company's Valuation To Rs 24.25 Lakh Crore

IPOથી ફન્ડ મેળવવાની યોજના:ઝોમેટો 2021 સુધી IPO લાવી શકે છે, આ વર્ષે થયેલા રોકાણથી કંપનીની વેલ્યૂએશન વધીને 24.25 હજાર કરોડ થઇ

મુંબઇ7 દિવસ પહેલા
  • કંપનીની રેવન્યૂ વર્ષ 2019-20માં 2.89 હજાર કરોડ રૂપિયા રહી
  • ઓનલાઇન ફુડ ડિલીવરીના વેપારમાં સુધારા માટે 2-3 મહિનાની રાહ જોવી પડી શકે છે

ઓનલાઇન ફુડ ડિલીવરી કંપની જોમેટો વર્ષ 2021 સુધી IPO લોન્ચ કરી શકે છે. કંપનીના ફાઉન્ડર્સે કર્મચારીઓને ઇમેલ કરીને આ માહિતી આપી છે. કંપનીમાં રોકાણ માટે ટાઇગર ગ્લોબલ, ટિમસેક , બેલી ગિફોર્ડ અને આન્ટ ફાયનાન્શિયલ જેવા મોટા રોકાણકારોએ ફંડિગમાં ભાગ લીધો છે. CEO દીપેન્દ્ર ગોયલનું અનુમાન છે કે કંપની પાસે ટૂંક સમયમાં બેન્કમાં જમા રકમ 4.40 હજાર કરોડથી વધુ થઇ જશે.

વર્ષ 2021ના પહેલા છ મહિના સુધી IPOની આશા
જોમેટામાં સૌથી વધુ ભાગીદારી ધરાવનાર કંપની ઇન્ફોએજ ઇન્ડિયા છે. ગુરૂવારે એક્સચેન્જને આપેલી જાણકારી અનુસાર અમેરિકાની કંપની ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ જોમેટોમાં 735 કરોડનું નવું રોકાણ કરશે. તેના બદલામાં જોમેટોએ ટાઇગર ગ્લોબલ માટે 25313 જે4 પ્રેફરન્સ વાળા શેર અલોટ કર્યા છે. આ શેરને 3,00,235 પ્રતિ શેરની કિંમત પર જાહેર કરવામા આવ્યા છે.

ત્યારબાદ કંપનીના CEO દીપેન્દ્ર ગોયલે ગુરૂવારે કર્મચારીઓને ઇમેલ કરીને IPO લોન્ચિંગની વાત કહી હતી. વર્ષ 2021ના પહેલા છ મહિનામાં તેને લોન્ચ કરવામા આવી શકે છે. જોમેટો IPO દ્વારા મળનારી રકમનો ઉપયોગ મર્જર, અધિગ્રહણ અને માર્કેટમાં પ્રાઇસ કમ્પીટ પર ખર્ચ કરશે. તેમણે કહ્યું કે બેન્કમાં કંપની પાસે અત્યારે લગભગ 1.83 હજાર કરોડ રૂપિયા જમા છે.

કંપનીમાં રોકાણ
આ ડેવલપમેન્ટ મૈક્રિચી ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા જોમેટોમાં 450 કરોડ રૂપિયાના રોકાણના લગભગ એક અઠવાડિયા બાદ આવ્યું છે. મૈક્રિચી સિંગાપોરની સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ બ્રાન્ચ ટિમસેક હોલ્ડિંગ્સનું એક યુનિટ છે. તે સિવાય ચીનની આન્ટ ફાયનાન્શિયલ દ્વારા જોમેટોમાં લગભગ 1.1 હજાર કરોડ રૂપિયાના રોકાણની વાત સામે આવી છે. કંપનીને આન્ટ ફાયનાન્શિયલથી અત્યાર સુધી 360 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી છે. જોમેટોમાં આન્ટ ફાયનાન્શિયલની ભાગીદારી 23 ટકા છે. તે સિવાય ઇન્ફોએજની ભાગીદારી 22.2 ટકા અને ઉબર ઇન્ડિયા સિસ્ટમની ભાગીદારી 9.99 ટકા છે.

નવા રોકાણથી માર્કેટ વેલ્યુએશનમાં વધારો
નવા રોકાણથી કંપનીની વેલ્યુએશન 23.88 હજાર કરોડથી વધીને 24.25 હજાર કરોડ થઇ ગઇ છે. સ્વિગીએ આ વર્ષે લગભગ 1.14 હજાર કરોડ રૂપિયાનું ફન્ડ એકત્ર કર્યું છે. તેનાથી સ્વિગીની માર્કેટ વેલ્યુ વધીને 24.65 હજાર કરોડ રૂપિયા થઇ ગઇ છે. જે જોમેટોના માર્કેટ વેલ્યૂએશનથી થોડી વધુ છે.

પહેલો કન્ઝ્યુમર સ્ટાર્ટઅપ IPO
CEO દીપેન્દ્ર ગોયલે જણાવ્યું કે ફન્ડિંગ રાઉન્ડ ખતમ થયા બાદ કંપનીનું બેન્ક બેલેન્સ લગભગ 4.40 હજાર કરોડ રૂપિયા સુધી થઇ જશે. તેમણે કહ્યું કે કંપની પાસે પૈસા ખર્ચવાનો અત્યારે કોઇ મજબૂત પ્લાન નથી પરંતુ આવનારા દિવસોમાં માર્કેટમાં પ્રાઇઝ કમ્પીટ કરવા માટે ખર્ચો વધારવામા આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર જો આ IPO આગામી વર્ષ સધી આવશે તો ભારતમાં ઇન્ટરનેટ બેઝ્ડ પહેલો કન્ઝ્યુમર સ્ટાર્ટઅપ IPO હશે.

નાણાકીય વર્ષ 2019-20માં જોમેટોની રેવન્યૂ 2.89 હજાર કરોડ રૂપિયા રહી હતી. આ દરમિયાન કંપનીને 2.15 હજાર કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું છે જે વર્ષ2018-19માં 2.03 હજાર કરોડ રૂપિયા હતું. જોકે જાણકારોના મતે કંપનીના IPO પર તેનો કોઇ પ્રભાવ નહીં પડે. ઓગસ્ટમાં જાહેર રિપોર્ટ અનુસાર જોમેટોનું માનવું છે કે કોરોના સંકટના કારણે પ્રભાવિત ઓનલાઇન ફુડ ડિલીવરી બિઝનેસમાં સુધારા માટે 2-3 મહિનાની રાહ જોવી પડી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો