હોદ્દો છોડી દીધો:ટિકટોકની સંચાલક કંપની બાઈટડાન્સના સ્થાપક ઝાંગનું ચેરમેનપદેથી રાજીનામું

બેજિંગએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શોર્ટ વીડિયો એપ ટિકટોક ચલાવનારી કંપની બાઈટડાન્સના સ્થાપક ઝાંગ યિમિંગે ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. યિમિંગે આ વર્ષે મે મહિનામાં કંપનીના ચેરમેન તરીકેનો હોદ્દો છોડી દીધો હતો. એ વખતે સીઈઓ બનનારા લિયાંગ રુબો હવે ચેરમેન તરીકેની જવાબદારી સંભાળશે.

યિમિંગનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે બાઈટડાન્સ મોટા પાયે માળખાગત ફેરફારોની પ્રક્રિયામાં પસાર થતી હતી. બીજી તરફ, શાઓમીને છોડીને આ વર્ષે માર્ચમાં બાઈડાન્સના સીએફઓ બનેલા શૂ જી ચ્યૂ પણ રાજીનામું આપશે, જેથી તેઓ ટિકટોકના સીઈઓ તરીકેની જવાબદારી પર સંપૂર્ણપણે ધ્યાન આપી શકે.

અન્ય સમાચારો પણ છે...