તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Your Salary Can Increase Up To 10% This Year, Freshers Will Get The Highest Job Opportunity

કોરોના વચ્ચે પોઝિટિવ સમાચાર:આ વર્ષે 10% સુધી વધી શકે છે તમારી સેલેરી, ફ્રેશર્સને મળશે નોકરીની સૌથી વધુ તક

મુંબઈ2 મહિનો પહેલા

કોરોનાની બીજી લહેર વચ્ચે નોકરિયાત લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ વખતે તમારી સેલેરી વધી શકે છે. સ્ટાફિંગ કંપની જીનિયસ કન્સલટન્ટ્સના એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓ ઈન્ક્રીમેન્ટ આપવાના મૂડમાં છે. જે 5-10% હોય શકે છે.

જીનિયસ કન્સલટન્ટ્સના સર્વેમાં દેશભરની 1200 કંપનીઓને સામેલ કરવામાં આવી હતી. જેમાંથી 59% કંપનીઓએ કહ્યું કે તેઓ કર્મચારીઓના પગાર વધારવાના મૂડમાં છે. 20%એ કહ્યું કે સેલેરી વધારીશું, પરંતુ આ 5% થી પણ ઓછી હશે. જ્યારે 21% કંપનીઓએ કહ્યું કે તેઓ સેલેરી નહીં વધારે.

ફ્રેશર્સને તક મળશે
સર્વેમાં સામેલ 43% કંપનીઓએ કહ્યું કે તેઓ ફ્રેશર્સને નોકરી આપશે. તો 41% કંપનીઓની યોજના રિપ્લેસમેન્ટ હાયરિંગ એટલે કે અનુભવી કર્મચારીઓને નોકરી આપવાની છે. 11% કંપનીઓ આ વખતે નોકરી આપવાની સ્થિતિમાં નથી. વધુ એક ખાસ વાત સામે આવી છે કે સાઉથ ઈન્ડિયા બેઝ્ડ કંપનીઓ નવી હાયરિંગમાં સૌથી આગળ રહેશે, જેમાં બેંગલુરુ, ચેન્નઈ જેવી શહેરોની કંપનીઓ સામેલ છે. જે બાદ વેસ્ટર્ન ઈન્ડિયા એટલે કે મુંબઈ જેવાં શહેરોની કંપનીઓ વધુ નોકરી આપશે.

આ સર્વેમાં HR સોલ્યુશન, IT, ITES, BPO, બેંકિંગ એન્ડ ફાયનાન્સ, કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ, એજ્યુકેશન, લોજિસ્ટિક હોસ્પિટાલિટી, મીડિયા, ફાર્મા, મેડિકલ, પાવર એન્ડ એનર્જી અને રિયલ એસ્ટેટ જેવાં સેક્ટરની કંપનીઓ સામેલ કરવામાં આવી હતી.

સર્વે કરનારી કંપની જીનિયસ કન્સલટન્ટ્સે જણાવ્યું કે હાયરિંગની દ્રષ્ટીએ 2021 આશાભર્યું છે. ભારતીય કંપનીઓની સ્થિતિ તેજીથી સુધરી રહી છે, જે ગત વર્ષે મહામારીના કારણે બગડી ગઈ હતી. કંપનીઓ હવે માર્કેટ ડિમાન્ડની દ્રષ્ટીએ સેલેરી પેકેજ ઓફર કરી રહી છે.

કોરોનાની બીજી લહેરથી ચિંતા વધી
બીજી બાજુ કોરોના સંક્રમણથી દેશ ફરી એક વખત લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે. જો આ રીતે જ કડક અમલવારી થશે તો ઈકોનોમિક એક્વિટિઝ પર ખરાબ અસર પડશે. એવામાં નોકરીઓમાં એક વખત ફરી છટણી આવે તેવી શક્યતા છે. દેશમાં બેરોજગારીની વાત કરવામાં આવે તો 11 એપ્રિલે ખતમ થયેલાં સપ્તાહમાં બેરોજગારીનો દર 8.6% પર પહોંચી ગયો છે, જ્યારે બે સપ્તાહ પહેલાં આ 6.7% હતો.