તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • You Will Now Be Able To File Your Income Tax Return Till December 31. The Last Date Was September 30

કરદાતાઓ માટે સારા સમાચાર:હવે 31 ડિસેમ્બર સુધી ફાઈલ કરી શકશો ઈનકમ ટેક્સ રિટર્ન, 30 સપ્ટેમ્બર હતી છેલ્લી તારીખ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવે તમે ફાયનાન્સિયલ યર 2020-21નું ઈનકમ ટેક્સ રિટર્ન 31 ડિસેમ્બર સુધી ફાઈલ કરી શકશો. સરકારે તેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરથી વધારી દીધી છે. આ સાથે જ મોડેથી કે સંશોધિત ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પણ 31 જાન્યુઆરી, 2022થી વધારીને 31 માર્ચ 2022 સુધી કરી દીધી છે. આ જાણકારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસિઝ (CBDT) આપી છે.

31 જુલાઈથી 30 સપ્ટેમ્બર કરાઈ હતી
આ પહેલાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી 30 સપ્ટેમ્બર કરાઈ હતી. મહત્વનું છે કે કોરોનાને કારણે ગત વર્ષે રિટર્ન ફાઈલ કરવાની તારીખ ત્રણ વખત વધારવામાં આવી હતી.

ફોર્મ 16 મેળવવાની ડેડલાઈન બે વખત વધારાઈ હતી
સરકારે આ વર્ષે એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 મેળવવાની ડેડલાઈન બે વખત વધારી હતી. પહેલાં તેની અંતિમ તારીખ 15 જૂન 2021થી 15 જુલાઈ 2021 કરાઈ હતી. જે બાદમાં વધારીને 31 જુલાઈ 2021 કરાઈ હતી.

જેનાથી ઈન્ડિવિઝુયલ્સની પાસે રિટર્ન ફાઈલ કરાવવા માટે બે મહિનાનો સમય વધ્યો હતો. પરંતુ નવા પોર્ટલ યોગ્ય રીતે કામ ન કરતું હોવાને કારણે કરદાતાઓને તેમાં રિટર્ન ફાઈલ કરવામાં મોટી મુશ્કેલીઓ પડતી હતી.

લોન્ચિંગ થયા બાદથી જ મુશ્કેલી
ઈન્ફોસિસ દ્વારા બનાવવામાં આવેલા નવા પોર્ટલમાં અનેક મુશ્કેલીઓ આવતી હતી. 7 જૂને લોન્ચ થયા બાદ અઢી મહિના પછી પણ પોર્ટલ ઠીકથી કામ કરતું ન હતું. આ મુશ્કેલીઓને દૂર કરવા માટે સરકારે પોતાની રીતે ઈન્ફોસિસને જાણ કરી હતી.

ઈન્ફોસિસને મળ્યું છે અલ્ટીમેટમ
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 23 ઓગસ્ટે ઈન્ફોસિસના CEO અને MD સલિલ પારેખને નોટિસ આપી હતી. તેઓએ ઈન્ફોસિસને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ નવા ઈનકમ ટેક્સ પોર્ટલમાં આવતી મુશ્કેલીઓને કોઈ પણ રીતે 15 સપ્ટેમ્બર પહેલાં દૂર કરે.

યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું ઘણું જ જરૂરી
આવકવેરા વિભાગે રિટર્ન ફાઈલ કરવા માટે અને ITR ફોર્મ બનાવ્યા છે. તમારે તમારી આવકના આધારે સાવધાનીથી ITR ફોર્મ પસંદ કરવાનું હોય છે. એવું નથી કે આવકવેરા વિભાગ તેને રિજેક્ટ કરી દેશે.

જે બાદ તમારે ઈનકમ ટેક્સના સેક્શન 139(5) અંતર્ગત રિવાઇઝ્ડ રિટર્ન દાખલ કરવા માટે કહેવામાં આવશે. જેમનો પગરા, પ્રોપર્ટીના ભાડાં અને બીજા સોર્સથી આવક 50 લાખ સુધીની વાર્ષિક આવક છે તેઓ જ ITR-1 સરળ ફોર્મ ભરી શકે છે. તો તેનાતી વધુ આવકાવાળા ITR-2 ફોર્મ ભરવાનું રહે છે.

5,000 રૂપિયાની લેટ ફી લાગે છે
ઈનકમ ટેક્સ રિટર્ન સમયસર ફાઈલ ન કરવાને લઈને સરકાર કરદાતાઓને દંડ ફટકારે છે. ડેડલાઈન પસાર થયા બાદ રિટર્ન ફાઈલ કરવાથી 5,000 રૂપિયાની લેટ ફી લાગે છે. 31 જાન્યુઆરી 2022 સુધી રિટર્ન ફાઈલ ન કરવાને કારણે નોટિસ મળે ત્યાં સુધી નાણાંકીય વર્ષ 2020-21નું રિટર્ન ફાઈલ નહીં કરી શકાય. એવામાં કરદાતાઓને 5000 રૂપિયાની લેટ ફી સાથે દર મહિને 1% વ્યાજ આપવું પડશે.

અન્ય સમાચારો પણ છે...