• Gujarati News
  • Business
  • You Can Update By Going To Aadhaar Seva Kendra, For Which You Will Have To Pay A Fee Of Rs 100

આધારકાર્ડમાં ફોટો બદલવો છે સરળ:તમે આધાર સેવા કેન્દ્ર પર જઈને અપડેટ કરી શકો છો, આ માટે તમારે 100 રૂપિયા ફી ચૂકવવી પડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે તમારા આધારકાર્ડમાં ફોટો બદલવા માગો છો તો તમે આધાર સેવા કેન્દ્ર પર જઈને એને બદલી શકો છો. આને અપડેટ કરવાની કોઈ ઓનલાઈન રીત નથી. આ સેવા માટે 100 રૂપિયા ઉપરાંત GST ચૂકવવો પડશે. અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે આધારમાં તમારો ફોટો કેવી રીતે બદલી શકો છો.

તમારે ફક્ત એનરોલમેન્ટ સેન્ટર પર જ જવું પડશે
બાયોમેટ્રિક અપડેટ માટે તમારે ફક્ત આધાર નોંધણી કેન્દ્ર (આધાર સેવા કેન્દ્ર)ની મુલાકાત લેવાની રહેશે. અહીં તમે બાયોમેટ્રિક વિગતો મેળવી શકો છો, જેમ કે આઇરિસ, ફિંગરપ્રિન્ટ્સ અને બદલાયેલો ફોટોગ્રાફ. અહીં તમારે એક ફોર્મ ભરીને સબ્મિટ કરવાનું રહેશે. આ પછી UIDAI ફેરફાર માટે પ્રક્રિયા કરશે. તમારે તમારું આધારકાર્ડ પણ તમારી સાથે આધાર કેન્દ્ર લઈ જવું પડશે.

માહિતીની ચકાસણી કરવામાં આવશે
અહીં UIDAI અધિકારી તમારી વિગતોની ચકાસણી કરશે અને નવો ફોટો કેપ્ચર કરશે. આ સેવા માટે 100 રૂપિયા અને GST ચાર્જ કરવો પડશે. તમને અપડેટ વિનંતી માટે એક સ્વીકૃતિ રસીદ આપવામાં આવશે. તમે UIDAIની વેબસાઈટ પરથી આધારકાર્ડના અપડેટનું સ્ટેટસ ચેક કરી શકશો.

અપડેટ કરવા માટે જરૂરી કોઈપણ એક દસ્તાવેજ
ફોટો અપડેટ કરવા માટે તમારી પાસે કોઈપણ પ્રકારના ઓળખ દસ્તાવેજ, જેવા કે મતદાર આઈડી કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ અને ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે હોવાં આવશ્યક છે. જોકે તમારે તમારા કોઈપણ ફોટોગ્રાફ્સ પ્રદાન કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે આધાર અધિકારીઓ તેમના કેમેરા વડે સ્થળ પર જ ફોટા કેપ્ચર કરે છે. એકવાર અપડેટ થયા પછી આધાર કાર્ડ 2 અઠવાડિયાંની અંદર તમારા નોંધાયેલા સરનામે પહોંચી જશે. તમે સ્વીકૃતિની રસીદથી આધાર અપડેટની સ્થિતિ ચકાસી શકો છો.

દેશમાં 134 કરોડ લોકો પાસે આધાર છે
આ વર્ષે જુલાઈના અંત સુધીમાં 134 કરોડથી વધુ આધારકાર્ડ જનરેટ થયા છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લગભગ 26 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 90% લોકો માટે આધારકાર્ડ બની ગયાં છે.

IT મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1.47 કરોડ લોકોએ જુલાઈ 2022માં જ તેમના આધારકાર્ડ અપડેટ કર્યા છે. આ માટે લોકોએ આધાર કેન્દ્રો અને ઓનલાઈન આધાર અપડેટ પોર્ટલની મદદ લીધી છે. અત્યારસુધીમાં, એટલે કે જુલાઈના અંત સુધીમાં કુલ 63.55 કરોડ લોકોએ તેમના આધારકાર્ડની વસતિવિષયક અને બાયોમેટ્રિક વિગતો અપડેટ કરી છે.

અન્ય સમાચારો પણ છે...