સતત 18માં મહિને જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો:સપ્ટેમ્બરમાં WPI 12.41% થી ઘટીને 10.70% થયો, પરંતુ શાકભાજીના ભાવમાં વધારો થયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે. હોલસેલ પ્રાઈસ બેસ્ડ ઇન્ફલેશન (WPI) 10.70% પર પહોંચ્યો છે. અગાઉ ઓગસ્ટમાં તે 12.41% અને જુલાઈમાં 13.93% હતો. ગયા વર્ષે સપ્ટેમ્બર 2021માં WPI 10.66% પર હતો. જો કે, આ સતત 18મો મહિનો છે જ્યારે ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો છે.

  • સપ્ટેમ્બરમાં ફૂડ ઇન્ફલેશન 8.08% પર પહોંચ્યો હતો, જે ઓગસ્ટમાં 9.93% હતો.
  • શાકભાજીનો ફુગાવો 22.3% થી વધીને 39.66% થયો છે.
  • બટાટાનો મોંઘવારી દર 43.56% થી વધીને 49.79% થયો છે.
  • ઈંડા, માંસ અને માછલીનો ફુગાવાનો દર 7.88% થી ઘટીને 3.63% થયો છે.
  • ડુંગળીનો મોંઘવારી દર -24.76 થી વધીને -20.96% થયો છે.
  • ફ્યૂલ અને પાવર ઇન્ડેક્સ, જેમાં LPG, પેટ્રોલિયમ અને ડીઝલ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે, જેનો ફુગાવો 33.67% થી ઘટીને 32.61% થયો છે.

WPI ની સામાન્ય માણસ પર અસર

જથ્થાબંધ ફુગાવામાં લાંબો સમય સુધી વધારો એ ચિંતાનો વિષય છે. તે મોટે ભાગે પ્રોડક્ટિવ સેક્ટરને અસર કરે છે. જો જથ્થાબંધ ભાવ લાંબા સમય સુધી ઉંચો રહે છે, તો પ્રોડ્યુસર તેને કન્ઝયૂમર્સને આપી દે છે. સરકાર માત્ર ટેક્સ દ્વારા જ WPI ને નિયંત્રિત કરી શકે છે.

જેમ કે, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો થવાની સ્થિતિમાં સરકારે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જો કે, સરકાર માત્ર એક મર્યાદામાં જ ટેક્સ કાપી શકે છે, કારણ કે તેમણે પણ પગાર ચૂકવવો પડે છે. WPI માં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સંબંધિત સામાનને વધુ વેઇટેજ આપવામાં આવે છે.

છૂટક ફુગાવો 7% થી વધીને 7.41% થયો

સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 7.41 ટકા થયો હતો જે ઓગસ્ટમાં 7% હતો. જ્યારે એક વર્ષ પહેલા એટલે કે સપ્ટેમ્બર 2021માં તે 4.35% હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવાના આંકડા બુધવારે જાહેર કરવામાં આવ્યા હતા.

ખાદ્યપદાર્થો, ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી છે. સપ્ટેમ્બર મહિનામાં ખાદ્ય પદાર્થોનો ફુગાવો ઓગસ્ટમાં 7.62%થી વધીને 8.6 ટકા થયો છે, જ્યારે શાકભાજીનો ફુગાવો ઓગસ્ટમાં 13.23%થી વધીને 18.05% થયો છે.

ફુગાવો કેવી રીતે માપવામાં આવે છે?

ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક રિટેલ એટલે કે છૂટક અને બીજી જથ્થાબંધ ફુગાવો. છૂટક ફુગાવાનો દર સામાન્ય ગ્રાહકો દ્વારા આપવામાં આવતી કિંમતો પર આધારિત છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે. જ્યારે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) નો અર્થ એ કિંમતનો છે જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલ કરે છે. આ કિંમતો જથ્થામાં કરવામાં આવેલા સોદા સાથે જોડાયેલી છે.

બંને પ્રકારના ફુગાવાને માપવા માટે વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેવી રીતે, જથ્થાબંધ ફુગાવામાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો હિસ્સો 63.75%, ખોરાક જેવા પ્રાથમિક વસ્તુઓનો 20.02% અને ફ્યૂલ એન્ડ પાવર 14.23% છે. છૂટક ફુગાવામાં ફૂડ અને પ્રોડક્ટનો હિસ્સો 45.86%, હાઉસિંગ 10.07%, કપડાં 6.53% અને ફ્યૂલ સહિતની અન્ય વસ્તુઓનો પણ હિસ્સો છે.