• Home
  • Business
  • World trusts more on India than China, buffer stock of 10 million HCQ tablets available in country: IDMA President

ઈન્ટરવ્યૂ / દુનિયાને ચીન કરતાં ભારત પર વધુ વિશ્વાસ, દેશમાં 10 કરોડ HCQ ટેબ્લેટ્સનો બફર સ્ટોક ઉપલબ્ધ છે: IDMA પ્રમુખ

ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસિએશનના પ્રમુખ મહેશ દોશી
ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસિએશનના પ્રમુખ મહેશ દોશી
X
ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસિએશનના પ્રમુખ મહેશ દોશીઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસિએશનના પ્રમુખ મહેશ દોશી

  • ચીન દવાનું મોટું ઉત્પાદક ખરું પણ ત્યાં USFDA માન્ય પ્લાન્ટ ખુબ જ ઓછા છે
  • હાલના સંજોગોમાં દવા માટે અમેરિકા કે બીજા દેશો સાથે બાર્ગેનિંગ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી
  • ભારત HCQ અને પેરાસિટામોલનું ઉત્પાદન અને નિકાસ કરવા માટે પૂરી રીતે સક્ષમ છે

વિમુક્ત દવે

વિમુક્ત દવે

Apr 09, 2020, 02:22 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ. અમરિકન સરકારના કહેવાથી ભારત સરકારે માર્ચ મહિનામાં દવાઓની નિકાસ પર જે પ્રતિબંધ મુક્યો હતો તે ઉઠાવી લીધો હતો. આમાં હાલમાં કોરોનાના ઈલાજ માટે સૌથી વધુ વપરાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન (HCQ) અને પેરાસિટામોલ પણ સામેલ છે. આ નિકાસ પ્રતિબંધ હટાવવાને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી છે કે અમેરિકાએ ભારતને પ્રતિબંધ હટાવવા ધમકાવ્યું હતું. આ સિવાય ભારતે નિકાસ પ્રતિબંધ હટાવ્યો તો તેના બદલામાં અમેરિકા પાસેથી પણ કોઈ કામ કઢાવ્યું હશે. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના મતે ભારતમાં કોરોનાના ઈલાજ માટે ઉપયોગી એવી HCQ ટેબ્લેટ્સનો 10 કરોડથી વધુનો જથ્થો ઉપલબ્ધ છે. આ સિવાય વિશ્વને પણ આપણે દવા પૂરી પડી શકીએ છીએ. અમેરિકા હોય કે દુનિયાના અન્ય દેશો, દવાની વાત આવે ત્યારે ચીન કરતાં ભારત પર દુનિયા વધુ વિશ્વાસ કરે છે. આ અંગે ખાસ કરીને ફાર્મા ઉદ્યોગનો શું વિચારે છે અને તેમનું શું સ્ટેન્ડ છે તે જાણવા માટે Divya Bhaskar એ દવા ઉત્પાદકોના સૌથી મોટા સંગઠન ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસિએશન (IDMA)ના પ્રમુખ મહેશ દોશી સાથે વિસ્તારથી વાત કરી.

અમેરિકાએ ભારત પાસેથી જ કેમ દવા લેવાનું કેમ પસંદ કર્યું?
દવાની ગુણવત્તા અને વિશ્વસનીયતાની જયા સુધી વાત છે તો USFDAની માન્યતા વાળા પ્લાન્ટ અમેરિકાની બહાર જો ક્યાય હોય તો તે ભારતમાં વધુ છે. પેરાસિટામોલ અને HCQ જેવી દવાઓના ઉત્પાદનમાં ચીન આપણ કરતા વધુ છે પરંતુ ચીન પાસે USFDA માન્ય ઉત્પાદન પ્લાન્ટ નથી. દવાની બાબતમાં વિશ્વાસની વાત આવે ત્યારે અમેરિકા સહીત દુનિયાનો કોઈ પણ દેશ ભારત ઉપર વધારે વિશ્વાસ રાખે છે. આપણું એક સ્ટાન્ડર્ડ છે અને આપણે ત્યાં બનતી દવાઓની વિશ્વસનીયતા વધુ છે.

પ્રતિબંધ ઉઠાવવા સામે ભારતે કોઈ માંગણી કરી છે? કોઈ પ્રકારનું બાર્ગેનિંગ થયું છે?
આ કિસ્સામાં બાર્ગેનિંગ કરવાનો કોઈ પ્રશ્ન નથી અને આવું કરવા માટેનો યોગ્ય સમય પણ નથી. ભારત ફાર્મસીના હબ તરીકે જાણીતું બન્યું છે અને આપણે ગ્લોબલ ફેમીલીમાં માનીએ છીએ. સોશિયલ મીડિયામાં આવી ઘણી બાબતો ચર્ચાય છે કે ભારતે નિકાસ પ્રતિબંધ હટાવવાના બદલામાં કૈક માગ્યું હશે. આ બધી ખોટી વાતો છે. નીતિ નિયમોની રીતે પણ આપણી સરકાર આવી વાત કરશે નહિ કેમ કે આ દેશની પ્રતિષ્ઠાનો સવાલ છે.

ભારત સરકારે દવાઓની નિકાસ પર પ્રતિબંધ મુકવાનું કારણ શું?
ભારતીય ફાર્મા ઉદ્યોગ રો-મટીરીયલની બાબતમાં ચાઈના પર નિર્ભર છે. ચીનમાં કોરોનાનું સંક્રમણ જ્યાં સૌથી વધુ થયું છે તે વુહાન એ ડ્રગ્સના કાચા માલનું મુખ્ય કેન્દ્ર્માનું એક છે. ચીનથી માલની સપ્લાય ફેબ્રુઆરી દરમિયાન અટકી પડી હતી અને આ સંજોગોમાં ભારત સરકાર ખાતરી કરવા માગતી હતી કે દેશમાં જો કોઈ વિકટ પરિસ્થિતિ ઉભી થાય તો તેને પહોચી વળવા માટે આપડી પાસે પુરતી તૈયારી છે. આ રીતે તકેદારીના કારણોસર કેન્દ્ર દ્વારા દવાઓની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સાથે જ ગર્વમેન્ટ ફાર્મા ઉદ્યોગ સાથે સતત સંપર્કમાં પણ હતી. અમે IDMAએ સરકારને બાદમાં ખાતરી પણ આપી હતી ભારતીય દવા કંપનીઓ પાસે પુરતુ રો-મટીરિયલ છે અને જરૂરિયાત મુજબની દવા બનાવવા દેશ સક્ષમ છે.

વર્તમાન સ્થિતિએ આપણે HCQ અને પેરાસિટામોલનું પુરતું ઉત્પાદન કરી શકીએ છીએ?
અત્યારના સંજોગોમાં આ બંને દવાઓમાં ભારતીય ઉત્પાદકો રો-મટીરિયલથી લઈને ઉત્પાદન અને સપ્લાય કરવા માટે પૂરી રીતે સક્ષમ છીએ. HCQનું ઉત્પાદન કરતી ઇપ્કા લેબોરેટરીઝ અને ઝાયડસ કેડિલા પાસે પુરતી ક્ષમતા પણ છે. આ બે કંપનીઓ જ મહીને 20 કરોડ ટેબલેટ્સનું ઉત્પાદન કરી શકે છે. સરકારે પણ તકેદારીના ભાગરૂપે 10 કરોડ ટેબલેટ્સનો સ્ટોક કર્યો છે. આ ઉપરાંત પણ જો દેશ અને દુનિયા માટે વધુ જરૂરિયાત ઉભી થાય તો આપણે ઉત્પાદન કરી શકીએ છીએ.

પ્રતિબંધ પહેલા પણ HCQમાં નિકાસના ઓર્ડર આવતા હતા?
પેરાસિટામોલ અને HCQ પહેલા પણ અમેરિકા અને અન્ય દેશોમાં નિકાસ થતી હતી અને થાય પણ છે. કોરોના વાયરસનો પ્રશ્ન પેદા થયો તે અગાઉ ભારત 8-10 ટન હાઈડ્રોક્સીક્લોરોક્વિનની નિકાસ કરતુ જ હતું. કોરોનાના કારણે હવે તેની માગમાં અચાનક જ બહોળા પ્રમાણમાં વધારો થયો છે. સરકારે પ્રતિબંધ દરમિયાન જેમની પાસે આ દવાનો ઓર્ડર તૈયાર હોય તેમને લાઈસન્સ બેઝ ઉપર એક્સપોર્ટ કરવાની છુંટ આપી હતી. જોકે, 3 માર્ચે પ્રતિબંધ મુકાયા બાદ કોઈએ નિકાસ કરી ન હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી