ભારતનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ:વૈશ્વિક સ્લોડાઉન વચ્ચે ભારતની G-20 અધ્યક્ષતા તરફ સમગ્ર વિશ્વ મીટ માંડી રહ્યું છે: આઈએમએફ

વોશિંગ્ટન13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • G-20 સમિટમાં વિશ્વને એકજૂટ કરવામાં ભારતનું મહત્ત્વ પૂર્ણ યોગદાન રહેશે

વિશ્વ જ્યારે આર્થિક અનિશ્વિતતાઓ અને ભૌગોલિક-રાજકીય તણાવમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય ભારતના G-20 નેતૃત્વ પર મીટ માંડી રહ્યો છે. G-20ની અધ્યક્ષતા કરનાર ભારત એક એવો દેશ છે જેણે વૈશ્વિક સરેરાશ કરતાં સારી ટકાવારીએ શ્રેષ્ઠ પરફોર્મ કર્યું છે તેવું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું હતું.

ભારતે 1 ડિસેમ્બરના રોજ ઔપચારિક રીતે જી-20નું પ્રમુખપદ ગ્રહણ કર્યું હતું. આગામી G-20 લીડર્સ સમિટ 9 અને 10 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ અનેક પડકારો સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આ સમયમાં જી-20ની ભારતની અધ્યક્ષતા તરફ સૌની નજર રહેશે. વિશ્વને એકજૂટ કરવામાં ભારતનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. આધુનિકીકરણ અપનાવવા માટે પણ જ્યોર્જીવાએ ભારતની સરાહના કરી હતી.

IMFના એમડીએ જણાવ્યું હતું કે કોવિડ-19 દરમિયાન કઇ રીતે ભારતે આધુનિકીકરણ અપનાવ્યું તે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને પબ્લિક પોલિસી તેમજ પ્રાઇવેટ સેક્ટર ગ્રોથમાં ભારતની નોંધપાત્ર ભૂમિકા રહી છે. પબ્લિક પોલિસીમાં ડિજીટલ ઓળખ અને ડિજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ડિજીટલ પ્લેટફોર્મ પર પોલિસી સપોર્ટ શક્ય બન્યો છે અને આધુનિકીકરણને કારણે સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાન પણ અસરકારક રીતે પાર પડ્યું હતું.

ભારતે કેટલાક એવા સુધારાત્મક પગલાં લીધા છે જે હવે ફળ આપી રહ્યાં છે. દેશમાં હવામાનની દૃષ્ટિએ કેટલાક પડકારો જોવા મળ્યા હતા જેની કૃષિ ક્ષેત્ર પર નાટ્યાત્મક અસર જોવા મળી હતી. ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ અને ઉચ્ચ તાપમાન જોવા મળ્યું હતું. એશિયામાં થયેલા બદલાવની ભારત પર ચોક્કસપણે અસર જોવા મળી છે. શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશો વધુ વોલેટાઇલ રહ્યાં છે. તદુપરાંત ચીનમાં પણ ફરીથી સ્લોડાઉન જોવા મળી રહ્યું છે જેને કારણે સમગ્ર એશિયા પર તેની પ્રતિકૂળ અસર જોવા મળી છે.

આધુનિકીકરણ સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે
જ્યોર્જિવા અનુસાર G-20ની પ્રાથમિકતાઓમાં એક પ્રાથમિકતા એ પણ છે કે પબ્લિક પ્લેટફોર્મ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમલી બને જે દરેકને મદદરૂપ થાય અને આધુનિકીકરણના ખર્ચને ઘટાડે. તે કઇ રીતે ગ્રોથ અને રોજગારીનો સ્ત્રોત બને તે જરૂરી છે. એટલે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

મજબૂત સર્વિસ સેક્ટરને કારણે UKનું અર્થતંત્ર 0.1% વધ્યું , આર્થિક સંકટ અટકશે
યુકેનું અર્થતંત્ર રોજગાર સેવાની માંગ વધતા તેમજ ફૂટબોલ વર્લ્ડકપને કારણે હોસ્પિટાલિટી સેક્ટરને વેગ મળતા અનપેક્ષિત રીતે 0.1% વધ્યું છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર ગત મહિના કરતાં આ મહિના દરમિયાન GDPમાં 0.1%નું વિસ્તરણ જોવા મળ્યું હતું. આ આંકડાઓએ અર્થશાસ્ત્રીઓના અનુમાનને પણ ખોટા સાબિત કર્યા છે જેઓએ અર્થતંત્રમાં 0.2%ના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...