તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • World Bank Provides Social Security Package Of 1 Billion Dollar To India To Combat Corona Crisis

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:કોરોના સંકટ સામે લડવા વર્લ્ડ બેન્કે ભારતને 1 અબજ ડોલરનું સામાજિક સુરક્ષા પેકેજ આપ્યું

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ શહેરી ગરીબો પ્રત્યેની સામાજિક સુરક્ષાને સંતુલિત કરવા માટે નિર્ણાયક બનશે

વિશ્વ બેંકે કોરોના સંકટ વચ્ચે ભારતને મોટી રાહત આપી છે. વર્લ્ડ બેંકે સરકારી કાર્યક્રમો માટે 1 અબજ ડોલર (અંદાજે રૂ. 7549 કરોડ) નું પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ એક સામાજિક સુરક્ષા પેકેજ હશે. અગાઉ, બ્રિક્સ દેશોની ન્યુ ડેવલપમેન્ટ બેન્કે (એનડીબી) કોરોના સાથેના યુદ્ધ માટે ભારતને એક અબજ ડોલરની ઇમરજન્સી સહાય રકમની જાહેરાત કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં કોરોનાના આંકડા સતત વધી રહ્યા છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલયના આંકડા જોઈએ તો દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા લગભગ 82 હજાર સુધી પહોંચી ગઈ છે. કુલ મૃત્યુઆંક 2650 ની નજીક પહોંચી ગયો છે અને સાજા થનારા લોકોની સંખ્યા 27 હજારથી વધુ છે.

સોશિયલ સિક્યોરિટી યોજનાઓમાં ટેક્નોલોજી લેવલે મદદ મળશે
વર્લ્ડ બેંકના કન્ટ્રી ડિરેક્ટર જુનેદ અહમદે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ શહેરી ગરીબો પ્રત્યેની સામાજિક સુરક્ષાને સંતુલિત કરવા માટે નિર્ણાયક બનશે. મને લાગે છે કે વડા પ્રધાનું  ‘આત્મનિર્ભર મિશન’ દિશાઓની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભારત કોવિડ-19 પછીના જીવનમાં જીવન અને આજીવિકા વચ્ચે ભેદ નથી પાડતો.

400થી વધુ સામાજિક સુરક્ષા યોજનાઓ માટે ફંડ વપરાશે
વિશ્વ બેંકે દેશના શહેરી ગરીબ અને સ્થળાંતર કરનારા કામદારો માટે સામાજિક સુરક્ષા ટેક્નિકલ ભંડોળ તરીકે ભારત માટે 1 અબજ ડોલરની મંજૂરી આપી છે. બેન્કે જણાવ્યું હતું કે ભારતમાં 400થી વધુ સામાજિક સુરક્ષા યોજનાઓને તમામ તકનીકી સ્તરે એકીકૃત કરવામાં સક્ષમ બનાવવાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો