તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ન્યૂ નોર્મલ:વર્ક ફ્રોમ હોમ નોકરીઓ 300% વધી, કુલ યોગદાન ચારગણું વધ્યું

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવા નોર્મલ અંતર્ગત કંપનીઓ હવે પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા પ્રાથમિકતા આપી રહી છે. જે અંતર્ગત વર્ક ફ્રોમ હોમ માટે થતી ભરતીમાં 300 ટકાનો વધારો થયો છે. એક જોબ પોર્ટલના રિપોર્ટ અનુસાર, કોરોનાને લીધે વિશ્વમાં ભરતી અને છટણીનુ ચલણ વધ્યુ છે. કુલ નોકરીઓમાં વર્ક ફ્રોમ હોમ વાળી નોકરીઓનુ યોગદાન ચારગણુ વધ્યુ છે. બીજી બાજુ એપ્રિલની શરૂઆતથી મોટાભાગના લોકો વર્ક ફ્રોમ ધરાવતી નોકરીઓનુ સર્ચિંગ કરી રહ્યા છે. નોકરીડોટકોમમાં પણ વર્ક ફ્રોમ હોમની નોકરીઓની શોધ વધી છે. જેની અરજીમાં સાતગણી વૃદ્ધિ થી છે.

નોકરીડોટકોમના ચીફ બિઝનેસ ઓફિસર પવન ગોયલે આ અંગે જણાવ્યુ હતુ કે, છેલ્લા થોડા વર્ષ દરમિયાન વર્ક ફ્રોમ હોમનુ ચલણ વધ્યુ છે. પરંતુ કોરોના મહામારી દરમિયાન વિશ્વમાં તેનો ગ્રોથ અનેકગણો વધ્યો છે. જો કે, ઓફિસ ચલણ જળવાઈ રહેશે. પરંતુ રિમોટ વર્કિંગ અંગે વધતી સ્વીકાર્યતા આગામી સમયમાં હાઈબ્રિડ વર્કિંગ મોડલ માટે લોકપ્રિય રહેશે.

મોટી સંખ્યામાં કંપનીઓ કર્મચારીઓને ઘર તેમજ ઓફિસથી કામ કરવાની છૂટ આપશે. ગોયલના જણાવ્યા મુજબ, પરંપરાગત ઓફિસ આધારિત અથવા ઓન ગ્રાઉન્ડ જોબ્સ જેમ કે વેચાણ / વ્યવસાય વિકાસ અને ગ્રાહક સંભાળ એજન્ટોને પણ હવે કંપનીઓ તરફથી કામનો વિકલ્પ આપવામાં આવશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો