તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો પ્રતાપ:વર્ક ફ્રોમ હોમ નોકરીની માગ વર્ષ 2020માં 140 ટકા વધી

નવી દિલ્હી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા એક વર્ષમાં વર્ક ફ્રોમ હોમમાં 300 ટકા ગ્રોથ થયો છે

કોવિડ-19 મહામારીના પ્રારંભિક તબક્કામાં ઘરેથી કામ કરવાનો નવો નિયમ બન્યો છે. જેના પગલે 2020માં વર્ક ફ્રોમ હોમ જોબ્સની માગ 140 ટકા વધી છે. ગૂગલ રિપોર્ટ અનુસાર, આરોગ્યને પ્રાથમિકતા આપવા સાથે ભારતીયોએ ઓનલાઈન ડોક્ટર કન્સલ્ટન્ટ જેવી અનેક વર્ચ્યુઅલ રીતો અપનાવી છે. પરિણામ મણીપુર, બિહાર, અને કર્ણાટકમાં છેલ્લા એક વર્ષમાં વર્ક ફ્રોમ હોમમાં 300 ટકા ગ્રોથ થયો છે.

ડિજિટલ યુઝર્સમાં સતત વૃદ્ધિ
વર્ષ 2020ની અનિશ્ચિતતા અને ડિજિટાઈઝેશનને ઝડપથી અપનાવવા માટે ભારતીય મોટાભાગે ઓનલાઇન જ કામ પૂર્ણ કરી સફળતા મેળવી રહ્યા છે. ભારતની નિર્ધારિત પ્રગત્તિ શીર્ષક હેઠળ ગૂગલે રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, ગામડાં અને ટાયર 2,3,4માં નવા ડિજિટલ યુઝર્સમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. વોઈસ, વીડિયો, અને વર્નાક્યુલરનુ મહત્વ વધતાં આ ટ્રેન્ડ પ્રથમ વખત 2017માં શરૂ થયો હતો. બાદમાં તેના વપરાશમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. વાર્ષિક ધોરણે 30 ટકાથી વધુના દરે ડિજિટલ યુઝર્સમાં વધારો નોંધાયો છે.

ઓનલાઈન લર્નિંગમાં મોટાપાયે વૃદ્ધિ થઈ
2020માં ઓનલાઈન લર્નિંગમાં મોટાપાયે વૃદ્ધિ થઈ છે. ગુગલે જણાવ્યુ હતુ કે, હવે લોકો અભ્યાસક્રમ ઉપરાંત પોતાના કરિયર પ્રોગ્રેસન, સ્કીલમાં વધારો, આંત્રપ્રિન્યોરશિપ, સપ્લિમેન્ટરી ઈનકમ સહિતના સેગમેન્ટમાં ઓનલાઈન લર્નિંગ લઈ રહ્યા છે. દર પાંચમાંથી ચાર લોકો યુટ્યુબ પર આ અંગે માહિતી મેળવી રહ્યા છે.

ગૂગલ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ અને હેડ સંજય ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, ગ્રાહકોનો વ્યવહાર ઓનલાઈન અને બિઝનેસમાં ડિજિટલને સ્થાન જેવા મોટા ફેરફારો આવ્યા છે. પરિણામે વર્ક ફ્રોમ હોમની માગ વધી રહી છે. બિઝનેસ મોડલ, એપ્રોચ, સોલ્યુશન્સ, માર્કેટિંગ, અને ડિસ્ટ્રિબ્યુશનનુ પરિવર્તન થયુ છે.

સ્થાનિક ભાષામાં કન્ટેન્ટની બોલબાલા વધી
દેશમાં ઝડપથી વિકસતા ડિજિટલ યુગમાં સ્થાનિક ભાષામાં કન્ટેન્ટ અને માહિતી આપી ગ્રાહકોને આકર્ષી રહી છે. ગૂગલ ટ્રાન્સલેટ એપમાં 17 અબજ વખત વેબ પેજીસ સ્થાનિક ભાષામાં ટ્રાન્સલેટ થયા છે. તેમજ 90 ટકા યુટ્યુબ યુઝર્સ સ્થાનિક ભાષામાં કન્ટેન્ટ જોવાનુ પસંદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો