• Gujarati News
  • Business
  • Women Contribute More Than 12% To Gujarat's Economy Of Rs 20 Lakh Crore, Dominate In Corporate Sector

બદલાતો પ્રવાહ:20 લાખ કરોડના ગુજરાતના અર્થતંત્રમાં મહિલાઓનું યોગદાન 12 ટકાથી વધુ, કોર્પોરેટ સેક્ટરમાં દબદબો

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગુજરાતની મહિલાઓએ ગ્રૃહિણીમાંથી બહાર આવી આંત્ર્પ્રેન્યોર-કોર્પોરેટ ક્ષેત્રે વર્ચસ્વ વધાર્યું
  • કોર્પોરેટ ક્ષેત્રે મહિલા વર્કફોર્સની સંખ્યામાં ગુજરાત ત્રીજા ક્મે, દાયકામાં બમણી વૃદ્ધિ
  • ગૃહ ઉદ્યોગ, એગ્રી, ટેક્સટાઇલ, પેકેજિંગ, ફાર્મા, એફએમસીજી, આઇટી, ફેશન, ફૂડ, ઇમિટેશન જ્વેલરી ક્ષેત્રે મહિલાઓનું પ્રભુત્વ
  • કુશળતા, સ્કિલ, ચોકસાઇ જેવા ગુણોથી કોર્પોરેટ કંપનીઓ નવી રોજગારીમાં મહિલાઓને પ્રાધાન્ય
  • ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર મહિલાઓ પોતાના બિઝનેસને વેગ આપવા આગળ આવી, વેપાર વિસ્તાર્યો

આધુનિક યુગમાં ઘરકામ જ નહિં વેપાર-ધંધા તથા રોજગારમાં ગુજરાતી મહિલાઓનું યોગદાન સતત વધી રહ્યું છે. એક દાયકાથી વેપાર-નોકરીમાં મહિલાઓનો હિસ્સો બમણાથી વધુ વધ્યો છે. કોર્પોરેટ સેક્ટરમાં વર્કફોર્સમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. કોર્પોરેટ કંપનીઓ હવે વર્કફોર્સમાં વધુને વધુ મહિલાઓને પ્રાધાન્ય આપી રહ્યાં છે જેની પાછળનું મુખ્ય કારણ, કામ પ્રત્યે કમિટમેન્ટ, ગંભીરતા, કાર્યમાં કુશળતા, સ્કિલ, ચોક્કસાઇ જેવા ગુણો મહત્વનું પાસું ધરાવે છે. દેશમાં મહિલા કર્મચારીઓ બાબતે ગુજરાત ત્રીજા સ્થાને રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં એગ્રી, ટેક્સટાઇલ, પેકેજિંગ, ફાર્મા, એફએમસીજી, ગૃહ ઉદ્યોગ, આઇટી, ફેશન, ફૂડ, ઇમિટેશન જ્વેલરી ક્ષેત્રે મહિલાઓનું પ્રભૂત્વ બમણા દરે વધ્યું છે. ગુજરાતમાં કુલ એક કરોડથી વધુ મહિલાઓ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે રોજગાર-ધંધા સાથે જોડાયેલી છે.

મહિલાઓની કામપ્રત્યેની પારદર્શિતા જ તેમના સ્ટાર્ન્ડડ ઓફ લિવિંગને વેગ આપી રહી છે. ગુજરાતની ટોચની કંપનીના મેઇન બોર્ડમાં મહિલાઓનો હિસ્સો સરેરાશ 8 ટકાથી વધુ રહ્યો છે તેવો નિર્દેશ એચઆર એક્સપર્ટ ભાવેશ ઉપાધ્યાયે દર્શાવ્યો હતો. એટલું જ નહિં કંપનીના સીઇઓ-સીએફઓ, સીએ-સીએસ, આઇટી સેક્ટર, એચઆર સેગમેન્ટ, આરએન્ડડી, ક્વોલિટી કન્ટ્રોલ જેવા સેગમેન્ટમાં સરેરાશ 20-70 ટકા સુધી મહિલા કર્મચારીનું યોગદાન જોવા મળી રહ્યું છે. દાયકા પૂર્વે મહિલાઓની સૌથી વઘુ ઉપસ્થિતી એગ્રીકલ્ચર, ટેક્સટાઇલ તથા ગૃહ ઉદ્યોગ જેવા સેક્ટરમાં સૌથી વધુ જોવા મળતી હતી. પરંતુ ઉચ્ચ અભ્યાસના કારણે હવે ટેક્નિકલ ફિલ્ડમાં પણ મહિલાઓનું યોગદાન સતત વધી રહ્યું છે.

ટેક્નોલોજીના યુગમાં મહિલાઓ હવે ઘરકામ જ નહિં કોર્પોરેટ સેક્ટરમાં ઝડપી પગપેસારો કરી રહી છે. ગુજરાતમાં બે લાખથી વધુ ઓર્ગેનાઇઝ્ડ-અનઓર્ગેનાઇઝ્ડ સેગમેન્ટમાં મહિલા ઉદ્યોગ કાર્યરત છે. ખાસકરીને એગ્રી, ટેક્સટાઇલ, પેકેજિંગ, રિટેલ સેગમેન્ટ, IT, એજ્યુકેશન, સ્ટાર્ટઅપ, એન્જિ., ટેક્સટાઇલ-ગારમેન્ટ, ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓનો હિસ્સો વધી રહ્યો છે. રાજ્યના કુલ અર્થતંત્રમાં રૂ.25000 કરોડથી વધુ એટલે કે 12 ટકાથી વધુ હિસ્સા સાથે મહિલાઓનું યોગદાન રહ્યું છે. ગુજરાતમાં સરેરાશ 35 ટકાથી વધુ મહિલાઓ સેલ્ફ ઇન્ડિપેન્ડેન્ટ છે. કન્ઝ્યુમર સેગમેન્ટમાં મેન્યુફેક્ચરીંગ બાબતે ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે.

હાઇલાઇટ્સ - ગુજરાતમાં કોર્પોરેટ સેક્ટરમાં મેઇન બોર્ડમાં મહિલાઓનો હિસ્સો સરેરાશ 8 ટકાથી વધુ, ડિસિપ્લિનમાં પણ પુરુષો કરતાં આગળ
1. 8 ટકાથી વધુ મહિલાઓનો હિસ્સો કંપનીના મેઇન બોર્ડમાં
2. 60 ટકાથી વધુ હિસ્સો ફુડ પ્રોડક્ટ, ફાર્મા, ટેક્સટાઇલ, એગ્રીમાં
3. કેન્દ્ર સરકાર દ્વારા વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપતા સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યો છે જેના કારણે મહિલાઓમાં રોજગારીનું પ્રમાણ ઝડપભેર ઊંચું આવ્યું છે
4. 20 ટકાના વાર્ષિક ધોરણે મહિલા વર્કફોર્સમાં વઘી રહેલો હિસ્સો
5. 3 જા ક્રમે મહિલા વર્કફોર્સ-બિઝનેસમાં દેશમાં ગુજરાતની મહિલાઓનું સ્થાન
6. રિટેલ સેગમેન્ટ, એજ્યુકેશન, સ્ટાર્ટઅપ, એન્જિનિયરીંગ, આયુર્વેદીક, એગ્રી, ટેક્સટાઇલ-ગારમેન્ટ, ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓનો વધી રહેલો પગપેસારો

અલગ પાર્કથી વેપાર કરવા પ્રેરણા મળી
મહિલાઓ ઘરકામ ઉપરાંત રોજગારી માટે બહાર આવતી થઇ છે. મેન્યુફેક્ચરીંગ જેવા હાર્ડકોર સેક્ટરમાં પણ છેલ્લા કેટલાક સમયથી તેઓનું યોગદાન વધી રહ્યું છે. ગુજરાતમાં કુલ મેન્યુફેકચરીંગ સેક્ટરમાં કામ કરતા વર્કફોર્સમાં 15 ટકાથી વધુ યોગદાન મહિલાઓનું રહ્યું છે. કામ પ્રત્યે પુરતી હાજરી તેમજ એક્યુરેટ કામના કારણે કંપનીઓ મહિલાઓને પસંદ કરી રહ્યાં છે. સાણંદમાં અલગથી મહિલાપાર્ક ડેવલપ કરવામાં આવ્યો છે જેના કારણે વેપાર કરવા પ્રેરાઇ રહ્યાં છે. - અજીત શાહ, પ્રમુખ, સાણંદ જીઆઇડીસી.

કંપનીના મેઇનબોર્ડમાં મહિલાની ઉપસ્થિતી ફરજિયાત
મહિલાઓને વિષેશ દરજ્જો અપાવવા અને પારદર્શીતા જળવાઇ રહે તે હેતુથી કોર્પોરેટ કંપનીઓના મેઇન બોર્ડમાં મહિલાઓની ઉપસ્થિતી ફરજીયાત કરવામાં આવી છે. જોકે છેલ્લા પાંચેક વર્ષથી મહિલાઓના બોર્ડમાં સ્થાન ઉપરાંત કંપનીના સીઇઓ-સીએફઓના પદ પર પણ કંપનીઓ મહિલાઓને પ્રાધાન્ય આપી રહી છે.

ફાઇનાન્સ સંસ્થામાં...
સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડના ચેરમેન પદે મઘાબી પુરી બુચની નિમણૂક, પહેલી મહિલા બની.

શહેરમાં સેક્ટર મુજબ મહિલા કર્મચારીનો હિસ્સો

સેક્ટરહિસ્સો
એગ્રીકલ્ચર10.50%
મેન્યુફેક્ચરીંગ20.50%
બાંધકામ3.20%
ટ્રેડ-હોટલ-રેસ્ટોરન્ટ10.70%
ટ્રાન્સપોર્ટ-કોમ્યુનિકેશન2.50%
અન્ય સર્વિસ35.70%

કંપનીમાં હોદ્દા મુજબ સ્થાન, CEOમાં વૃદ્ધિ

ડેઝીગ્નેશનહિસ્સો
કંપની બોર્ડમાં7-8%
સીઇઓ-સીએફઓ18-20%
સીએ-સીએસ30-32%
એચઆર28-30%
આઇટી40-45%
આરએન્ડડી50-52%
ક્વોલિટી કંટ્રોલ60-65%

​​​​​​​દેશમાં વર્કફોર્સમાં ગુજરાત ત્રીજા ક્રમે પહોંચ્યું

રાજ્યટકાવારી
દિલ્હી-NCR35-40
મહારાષ્ટ્ર30-32
ગુજરાત25-27
બેંગલુરૂ23-25
એમ.પી-યુ.પી20-22
રાજસ્થાન18-20

​​​

અન્ય સમાચારો પણ છે...