ખિસ્સા હળવા થવાની તૈયારી:BS-6નો બીજો તબક્કો લાગુ થતાં વાહનો મોંઘા થઇ શકે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે પણ કાર અથવા અન્ય કોઇ વાહન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો જલ્દી ખરીદી લેજો નહીંતર આગલા વર્ષે તમારે વધુ ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે.

વાસ્તવમાં એપ્રિલ, 2023થી દેશમાં BS-6ના ધોરણોના બીજા તબક્કાને લાગૂ કરવામાં આવશે. ત્યારબાદ દેશમાં ઉત્સર્જન માટેના ધોરણો યુરો-6ને સમકક્ષ જોવા મળશે. પરિણામે આગામી વર્ષે માર્કેટમાં જે વાહનો વેચાશે તે તુલનાત્મક રીતે ઓછુ પ્રદૂષણ ફેલાવશે.

ઇન્ડસ્ટ્રી અત્યારે વાહનોને વધુ સક્ષમ બનાવવા માટે વધુ ખર્ચ કરી રહી છે. જેને કારણે BS-6ના ધોરણોને અનુરૂપના વાહનો વધુ મોંઘા થઇ જશે. દેશમાં એપ્રિલ-2020થી BS-6નો પહેલો તબક્કો લાગૂ કરાયો હતો. આ નવા ધોરણો પ્રમાણે વાહનોના ઉત્પાદન માટે કંપનીઓએ 70,000 કરોડ રૂપિયાના રોકાણ કરવાની નોબત આવી હતી.

વાહનોમાં 3 બદલાવ જોવા મળી શકે છે
1.વાહનોમાં નવા ઉપકરણો ફિટ કરાશે જે ઉત્સર્જનના સ્તરની દેખરેખ રાખશે. ઉત્સર્જનનું સ્તર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હશે તો ચેતવણી અપાશે. જેનાથી વાહનની સર્વિસ કરાવવાનો સમય આવી ચૂક્યો છે તે ખબર પડશે.

2.વાહનમાં ખર્ચ થતા ઇંધણના સ્તરને નિયંત્રિત કરવા માટે એક ખાસ પ્રોગ્રામ્ડ ફ્યૂલ ઇંજેક્ટર લગાવાશે.

3.વાહનોમાં વપરાશમાં લેવાતી સેમિકંડક્ટર ચિપને અપગ્રેડ કરાશે.

અન્ય સમાચારો પણ છે...