શેરબજારનો નવો રેકોર્ડ:પ્રથમ વખત સેન્સેક્સ 61300 અને નિફ્ટી 18338ને પાર બંધ, ITC, HDFC બેન્કના શેર વધ્યા

મુંબઈ10 દિવસ પહેલા
  • HCL ટેક, TCS, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોએ આજે નવો રેકોર્ડ બનાવ્યો છે. દિવસના અંતે સેન્સેક્સ 569 અંક વધી 61305 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 177 અંક વધી 18338 પર બંધ રહ્યો હતો.

ITC, HDFC બેન્ક, પાવર ગ્રીડ કોર્પના શેર વધ્યા
સેન્સેક્સ પર ITC, એચડીએફસી બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, ICICI બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ITC 2.89 ટકા વધી 256.55 પર બંધ રહ્યો હતો. HDFC બેન્ક 2.86 ટકા વધી 1685.90 પર બંધ રહ્યો હતો. જોકે TCS, HCL ટેક, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. TCS 1.22 ટકા વધી 3611.30 પર બંધ રહ્યો હતો. HCL ટેક 1.17 ટકા ઘટી 1250.90 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
13 ઓક્ટોબર, એટલે કે બુધવારે ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(FIIs)એ 937.31 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(DIIs)એ બજારમાંથી 431.72 કરોડ રૂપિયા કાઢ્યા.

ક્રૂડ 83 ડોલરને પાર
બ્રેન્ટ ક્રૂડના ભાવ 83 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યા છે. ગ્લોબલ સપ્લાય સાઈડની ચિંતાને કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. યુએસમાં પણ હાલ ઈન્વેન્ટ્રી નોર્મલ થઈ નથી. એક વર્ષમાં ક્રૂડ 80 ટકાથી વધુ મોંઘું થઈ ગયું છે.

અમેરિકાનાં શેરબજારની સ્થિતિ
આ પહેલાં અમેરિકાનાં શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ થયાં હતાં. ડાઉ જોન્સ ફ્લેટ 34378 પર બંધ થયો. નેસ્ડેક 0.73 ટકાના વધારા સાથે 14571 અને S&P 500 0.30 ટકા વધી 4363 પર બંધ થયો.

વર્ષ 2021ની શરૂઆતમાં સેન્સેક્સ પ્રથમ વખત 50 હજારની સપાટીએ પહોંચ્યો
2021ના ​​પ્રારંભિક મહિનામાં સેન્સેક્સે ફરી મોટો ઉછાળો આપ્યો છે. આ વખતે તેણે 50 હજારનો આંકડો સ્પર્શી ગયો છે. એનું સૌથી મોટું કારણ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ બાઈડનનું સત્તા પર આવવું છે. અગાઉ કોરોના દરમિયાન લોકડાઉન વચ્ચે ઘણા દેશોની અર્થવ્યવસ્થા તૂટી ગઈ હતી, પરંતુ રસી આવ્યા બાદ સેન્સેક્સે ફરી વેગ પકડ્યો છે. આ વખતે એ પોતાની જાદુઈ આંકડે આવી ઊભો છે.

અન્ય સમાચારો પણ છે...