સોનાના દાગીના પર ફરજીયાત હોલમાર્કિંગ ના નિયમને કારણે હોલસેલમાં બનતા દાગીના હોય કે,ખાસ ઓર્ડર દઈને દાગીના તૈયાર કરાવ્યા હોય તે દરેકમાં હવે હોલમાર્ક થવા લાગ્યું છે.સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ગિર સોમનાથમાં ત્રણ નવા હોલમાર્ક સેન્ટર ખુલ્યા છે. સુવિધા ઉભી થતા પહેલા કરતા દાગીનામા હોલમાર્કિંગ કરવા માટે વેઈટીંગ ધટયું છે.
શરૂઆતમાં હોલમાર્કિંગ સેન્ટરમાં 8-8 દિવસનુ વેઈટીંગ રહેતું હતુ પરંતુ હવે તો બે મહિના એડવાન્સમાં હોલમાર્કિંગ થવા લાગ્યું છે. અત્યારે સૌરાષ્ટ્ર- કચ્છની સોની બજારમાં રોજના અંદાજિત 50 કિલો સોનાના દાગીના પર હોલમાર્ક થાય છે. તેમ હોલ માર્કિંગ સેન્ટરના સંચાલક કિશન ભાઈ વાયા જણાવે છેે.
3 સેન્ટર ખુલતા સૌરાષ્ટ્ર- કચ્છમાં હવે હોલમાર્કિંગ સેન્ટરની સંખ્યા 28 થઈ છે.તેમજ હોલમાર્ક સેન્ટર શરૂ કરવા માટે આવતી અરજી અને ઇન્કવાયરીમાં બે ગણો વધારો થયો હોવાનું કન્સલટન્ટ - વેપારીઓ જણાવે છે. કન્સલટન્ટના જણાવ્યા મુજબ છેલ્લા 150 દિવસની વાત કરીએ તો 80 થી વધુ ઈન્કવાયરી આવી છે. જેથી હજુ નવા સેન્ટર ખુલે તેવી સંભાવના છે.
રાજકોટના હોલમાર્ક સેન્ટરમાં સ્થાનિક , આજુ બાજુના ગ્રામ્ય વિસ્તાર, સૌરાષ્ટ્ર ભરના અને દેશભરના દાગીના હોલમાર્કિંગ માટે આવે છે અને અંહિ બનતા દાગીનાનું વેંચાણ દેશ- વિદેશમાં થાય છે. સૌરાષ્ટ્ર- કચ્છનું દૈનિક ટર્ન ઓવર રૂ.25 કરોડે પંહોચ્યું હોવાનું જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના ઉપપ્રમુખ પરેશભાઈ આડેસરા જણાવે છે.
આ સમસ્યાઓ સેન્ટર સંચાલક અને સોની વેપારીઓને નડી રહી છે...
1. જીપીસીબી નિયમ મુજબ નવા હોલમાર્ક સેન્ટર રાજકોટ શહેરની બહાર ખોલવાનું કહે છે જ્યારે વાસ્તવમાં આ શકય નથી. કારણ કે તેમાં દાગીના લઈ જવામાં જોખમ રહે છે. માલ મોકલવામાંં સમય બગડે છે.
2. હોલમાર્કિંગ માટે સમગ્ર પ્રક્રીયા ઓનલાઇન થાય છે. સર્વર ધીમુ હોય કે ના ચાલતું હોય ત્યારે કામગિરી ઠપ્પ થઈ જાય છે.
3. સીંગલ પીસ પર જ્યારે હોલમાર્કિંગ માટે જાય છે ત્યારે ફાયર એસેય સિસ્ટમથી કામ થાય છે. આ પધ્ધતિમાં જે ફિનીશીંગ હોય તે ઘસાઇ જાય છે.
4. સમગ્ર પ્રક્રીયા ઓનલાઈન છે. કેટલાક સોની વેપારી પાસે નોલેજ નથી તો કેટલાક પાસે ઈન્ફ્રાસ્ટ્રકચર નથી. આવા કિસ્સામાં ખાસ માણસો રોકીને કામ લેવુ પડે છે.
5. હોલમાર્કિંગ માટે દાગીનાનો ફોટો, તેનો જથ્થો કેટલો છે. વજન કેટલુ થાય છે તે બધી માહિતી ઓનલાઈન અપડેટ કરવાની હોય છે .જેમાં સૌથી વધુ સમય નિકળી જાય છે.
6. ખાસ ઓર્ડર દઈને જે ડિઝાઈન તૈયાર કરાઈ હોય છે. તેવા કિસ્સામાં વેપારીઓને ડિઝાઈન લીક થઈ જવાનો ડર લાગે છે.
મોનિટરિંગ અને ચેકિંગ બન્ને ચાલુ છે....
લોકોમાં જાગૃતિ આવી છે. તે હવે હોલમાર્કિંગ વાળા દાગીનાની જ ખરીદી કરે છે.નાના શહેરમાં નવા સેન્ટર ઉભા થશે. જેનાથી સવલત વધશે.હોલમાર્કિંગ થવાથી દાગીનાની વિશ્વસનીયતા આપોઆપ વધી રહી છે. હાલ હોલમાર્કિંગ સેન્ટરમાં મોનેટરીંગની કામગિરી ચાલું છે. નાના સેન્ટરમાં હોલમાર્કિંગ શરૂ થતા હવે ત્યાં પણ સુવિધા ઉભી થશે. > એસ.ડી. રાણે, બીઆઈએસના વૈજ્ઞાનિક હેડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.