• Gujarati News
  • Business
  • With Opportunities In US, Europe And China Running Out, India Will Be The Only Investment Option: Henry Dent

ભાસ્કર ઇન્ટરવ્યૂ:US, યુરોપ અને ચીનમાં તકો ખતમ, ભારત રોકાણનો એકમાત્ર વિકલ્પ હશે: હેનરી ડેન્ટ

વોશિંગ્ટન10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતની 50% ગ્રામીણ વસતી મોટી તાકાત

અમેરિકા અને યુરોપ સહિત વિશ્વના ઘણા મોટા દેશો મંદીની ઝપટમાં છે. તેની અસર 2024 સુધી રહેશે. દુનિયાભરના શેરબજારો તેનાથી પ્રભાવિત થશે. સોનુ 50% સુધી તૂટશે. ચીન 2011માં સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ હવે ડાઉન ટ્રેન્ડમાં છે. તેથી રોકાણ માટે ભારત એકમાત્ર વિકલ્પ હશે. આમ કહેવું છે ફોર્ચ્યુન 100 કંપનીઓના ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ, એચ. એસ. ડેન્ટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના સંસ્થાપક હેનરી ડેન્ટનું. તેઓ 1980ના દાયકામાં જાપાન, 2009માં અમેરિકી બજાર તૂટવા સાથે 2020ના દાયકામાં દુનિયાભરમાં મંદીની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. ભાસ્કરના રિતેશ શુક્લ સાથે વાતચીતના સંકલિત અંશ-

ડેન્ટ કહે છે કે અમેરિકા, યુરોપ, ચીનમાં તકો ખતમ થઇ ચૂકી છે. આ દેશોની મોટાભાગની જનતા ઇએમઆઇ અને ક્રેડિટ કાર્ડના બિલ તળે દબાયેલી છે. તેથી ભારત જ એવો મોટો દેશ છે કે જે દુનિયાની ભાષા જાણે છે, ટેક્નોલોજી સમજે છે અને હજુ પણ 50% લોકો ગામડાંમાં છે.

બીજી એક મહત્ત્વની વાત એ છે કે, મોટાભાગના ભારતીયો બચત કરે છે અને દેવું કરતા ડરે છે. સરકારનું દેવું વધી રહ્યું છે પણ લોકો દેવું કરવાનું ટાળે છે. ભારત જો ચીન જેવી ભૂલ ન કરે અને ગામડાંમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડે તો આખી દુનિયાનો પૈસો ભારતમાં આવશે, જેના પગલે 2025થી ભારતીય શેરબજાર ભાગશે. વળી, વૃદ્ધ થઇ રહેલી વૈશ્વિક વસતીને સૌથી વધારે જરૂર હોસ્પિટલો, ડૉક્ટર્સ અને નર્સોની પડશે. ભારતથી સારા ડૉક્ટર-નર્સ ક્યાંય નથી.

અન્ય સમાચારો પણ છે...