• Gujarati News
  • Business
  • With Loan Growth Reaching Over 15 Percent, The Banking Sector Will Maintain A Strong Performance In The Stock Market

ભાસ્કર એનાલિસિસ:લોન ગ્રોથ 15 ટકાથી વધુ પહોંચતા, શેરબજારમાં બેન્કિંગ સેક્ટર મજબૂત દેખાવ જાળવી રાખશે

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોર્ગન સ્ટેન્લીએ ભારતીય બેંકોનો પ્રાઇઝ ટાર્ગેટ 21% સુધી કર્યો

દેશમાં બેંકોની સ્થિતિમાં આ વર્ષે મજબૂત સુધારો નોંધાયો છે અને તે વધુ મજબૂત થવાની સંભાવના છે. આ જ કારણ છે કે અમેરિકન ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની મોર્ગન સ્ટેનલીએ ભારતીય બેંકોના શેરની કિંમતનો લક્ષ્યાંક વધારીને 21% કર્યો છે. એટલું જ નહીં નજીકના ગાળામાં આ શેરોમાં 40% સુધીની શક્યતા પણ છે. મહત્વની વાત એ છે કે આવી ટોપ-10 બેંકોની યાદીમાં અડધાથી વધુ સરકારી બેંકો છે.

મોર્ગન સ્ટેનલીના અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય બેંકો બે રીતે મજબૂત બની રહી છે. તાજેતરના વર્ષોમાં તેમની સંપત્તિની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે, એટલે કે બેડ લોન (એનપીએ)ની સમસ્યામાં ઘટાડો થયો છે. આ સિવાય છેલ્લા 6 મહિનાથી લોન લેવાનું પ્રમાણ ઝડપથી વધ્યું છે. ઉદાહરણ તરીકે, છેલ્લા છ માસમાં ભારતીય બેંકોની લોન વૃદ્ધિ લગભગ 15% હતી. અગાઉના બે વર્ષમાં આ વૃદ્ધિ અનુક્રમે 8.7% અને 6.8% હતી. લોન ગ્રોથ વધવાનો સીધો અર્થ એ છે કે બેંકોનો બિઝનેસ વધી રહ્યો છે.

આ મોરચે બેન્કો મજબૂત બની
1. છેલ્લા પાંચ વર્ષથી બેલેન્સ શીટમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ અર્થતંત્રની સ્થિતિમાં સુધારો હતો.
2. 31 લિસ્ટેડ બેંકોની ગ્રોસ એનપીએ એપ્રિલ-જૂનમાં 1.85% ઘટીને 5.66% થઈ છે જે 2015 પછી સૌથી નીચી છે.
3. મહામારીનો અંત આવતાની સાથે જ નાના અને મધ્યમ ઉદ્યોગો દ્વારા રિટેલ લોન અને લોનની માંગ વધી ગઈ. પરિણામે લોન વૃદ્ધિને વેગ મળ્યો.
4. સરકારની પહેલ જેવી કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો,PLI સ્કીમથી કંપનીઓના સ્વાસ્થ્યમાં સુધારો થયો અને લોનની રિકવરીમાં વૃદ્ધિ થઇ.

ઉત્કૃષ્ઠ દેખાવ રહેશે,જાહેર ક્ષેત્રની બેન્કોના શેર ચમકશે
બેડ લોન એટલે કે એનપીએ ઘણા વર્ષોથી ઘટી રહી હતી. જો કે અર્થવ્યવસ્થામાં મંદીને કારણે લોન લેવાનું પ્રમાણ વધી રહ્યું ન હતું. આ જ કારણ હતું કે બેંકોના શેરનો દેખાવ ઓછો રહ્યો હતો. હવે લોન ગ્રોથ વધ્યો છે, તેની સાથે નવી એનપીએ પણ ઘટી છે. આવી સ્થિતિમાં બેંકોના શેરમાં વધુ વધારો થશે, ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકો વધુ સારું પ્રદર્શન કરશે. > અંબરીશ બાલિગા, ઈન્ડિપેન્ડન્ટ માર્કેટ એનાલિસ્ટ

રાઈટ ઓફ લોનમાંથી પણ રિકવરી શરૂ થઈ
તાજેતરના વર્ષોમાં બેંકોએ મોટા પાયે લોન રાઈટ ઓફ કરી છે. એટલે કે તેના સાજા થવાની આશા છોડી દેવામાં આવી હતી. આવી લોનને આવરી લેવા માટે બેલેન્સ શીટમાં જોગવાઈઓ કરવામાં આવી હતી. હવે ધંધો ફરી પાટા પર આવી ગયો છે આવી લોનની રિકવરી પણ 20-25% સુધી શરૂ થઈ ગઈ છે. આ બેંકો માટે સીધો નફો છે. બેંક ઓફ બરોડા જેવી ઘણી બેંકોમાં પણ આવું જ થઈ રહ્યું છે. > એસ રંગનાથન,રિસર્ચ હેડ,LKP સિક્યોરિટીઝ

અન્ય સમાચારો પણ છે...