તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • With Entry In The Centibillionaire Club, Zuckerberg Became The 3rd Richest In The World, Mukesh Ambani Secured 4th Position

ન્યુ એન્ટ્રી:100 અબજ ડોલર નેટવર્થ ક્લબમાં ઝકરબર્ગની એન્ટ્રી; બન્યા વિશ્વના ત્રીજા સૌથી અમીર, મુકેશ અંબાણી ચોથા સ્થાને

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્સ્ટાગ્રામ રીલ્સના લોન્ચિંગના બે દિવસમાં ઝકરબર્ગની નેટવર્થ રૂ. 56 હજાર કરોડ વધી
  • બ્લૂમબર્ગની બિલિયોનેર યાદી મુજબ મુકેશ અંબાણીની નેટવર્થ 80.6 અબજ ડોલર થઇ

ફેસબુકના સ્થાપક અને CEO માર્ક ઝકરબર્ગ સેંટી બિલિયોનેર (100 અબજ ડોલર) ક્લબમાં જોડાયા છે. ઝકરબર્ગ ક્લબમાં જોડાનાર વિશ્વની ત્રીજી વ્યક્તિ છે. આ પહેલા, એમેઝોનના સ્થાપક જેફ બેજોસ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ આ ક્લબમાં છે. ફેસબુકની માલિકીની ઇન્સ્ટાગ્રામે 5 ઓગસ્ટથી 50 દેશોમાં ટિકટોક જેવી એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ રીલ્સને સત્તાવાર રીતે લોંચ કરી હતી. જેને પગલે ફેસબુકના શેરમાં 6%નો ઉછાળો આવ્યો હતો. શેરમાં તેજીના પરિણામે માર્ક ઝકરબર્ગની કુલ સંપત્તિ 100 અબજ ડોલરને વટાવી ગઈ છે. બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ, ઝકરબર્ગની 7 ઓગસ્ટના રોજની સંપત્તિ 102 અબજ ડોલર હતી. ઝકરબર્ગ ફેસબુકમાં 13% હિસ્સો ધરાવે છે. 2020માં ફેસબુકના શેરમાં સુધીમાં 30%નો ઉછાળો આવ્યો છે.

મુકેશ અંબાણી વિશ્વના ચોથા સૌથી અમીર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણી હવે વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. 7 ઓગસ્ટે તેની કુલ સંપત્તિ 80.6 અબજ ડોલર હતી. મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 22 અબજ ડોલરનો વધારો થયો છે.

જેફ બેજોસ સેંટી બિલિયોનેર ક્લબમાં ટોચ પર સેંટી બિલિયોનેર ક્લબમાં એમેઝોનના CEO જેફ બેજોસ ટોચ પર છે. તેની કુલ સંપત્તિ 187 અબજ ડોલર છે. 7 ઓગસ્ટના રોજ, બેજોસની કુલ સંપત્તિમાં 3.14 અબજ ડોલરનો ઘટાડો થયો. આ ક્લબમાં જોડાયેલા માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ બીજા નંબરે છે. ગેટ્સની કુલ સંપત્તિ 121 અબજ ડોલર છે. 1 દિવસ પહેલા ગેટ્સની કુલ સંપત્તિમાં 221 મિલિયન ડોલરનો વધારો થયો છે.

કોરોના દરમિયાન અમીરોની સંપત્તિમાં વધારો થયો
કોરોના વાયરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે ટેકનોલોજી કંપનીઓને ઘણો ફાયદો થયો છે. આનાથી આ કંપનીઓના સ્થાપકોની નેટવર્થમાં પણ વધારો થયો છે. સેંટી બિલિયોનેર લિસ્ટમાં સમાવિષ્ટ ત્રણ અબજોપતિઓની સંપત્તિ આ વર્ષે અત્યાર સુધીમાં 102.91 અબજ ડોલર વધી છે. આમાં જેફ બેઝોસની કુલ નેટવર્થમાં 72.1 અબજ ડોલર, માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં 23.3 અબજ ડોલર, અને બિલ ગેટ્સની નેટવર્થમાં 7.51 અબજ ડોલરનો વધારો થયો છે.

દુનિયાના ટોપ-10 અમીર વ્યક્તિઓ

નામનેટવર્થ
જેફ બેજોસ187
બિલ ગેટ્સ121
માર્ક ઝકરબર્ગ102
મુકેશ અંબાણી80.6
બર્નાર્ડ આર્નાલ્ટ80.2
વોરેન બફેટ79.2
સ્ટીવ બિલ્મર76.4
લેરી પેજ71.3
સર્જે બ્રિન69.1
એલન મસ્ક68.7

નોંધ: રકમ અબજ ડોલરમાં, સોર્સ: બ્લૂમબર્ગ

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો