• Gujarati News
  • Business
  • With An Average Return Of 50%, 55 Companies Had Raised Rs 64,764 Crore By August Last Year.

આ વર્ષે અત્યાર સુધીમાં 51 IPOમાંથી 38,155 કરોડ આવ્યા:તેનું સરેરાશ રિર્ટન 50%, ગયા વર્ષે ઓગસ્ટ સુધીમાં 55 કંપનીઓએ 64,764 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેલેન્ડર વર્ષ 2022 પ્રાઇમરી માર્કેય માટે નિરાશાજનક રહી શકે છે. આ વર્ષે અત્યાર સુધી આવેલા IPOની સંખ્યા વર્ષના મુકાબલે ઓછી રહી છે, પરંતુ રિટર્નની બાબતમાં આ IPO દ્વારા ઇન્વેસ્ટરોને સારું કમાવી આપ્યું છે. 2022માં અત્યાર સુધીમાં IPOએ સરેરાશ 50% રિટર્ન આપ્યું છે, જ્યારે સેન્સેક્સ માત્ર 1.6% વધ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં આવેલા 51 IPOથી કંપનીઓને કુલ 38,155 કરોડ મેળવી ચૂકી હતી.

આ વર્ષે સૌથી મોટો IPO LICનો
પાછલા વર્ષની તુલનામાં 2022માં અત્યાર સુધી માત્ર આઠ IPO એવા આવ્યા જેમને મોટા કહી શકાય. તેમાંથી LICનો IPO સૌથી મોટો 15,381 કરોડ રૂપિયાનો રહ્યો, પરંતુ એણે રિટર્ન આપવામાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું. 33 અન્ય કંપનીઓના IPO 1,000 કરોડથી વધુના રહ્યા. બેંક ઓફ બરોડાની ઇકોનોમિસ્ટ દીપાન્વિતા મજમૂદારના વિશ્લેષણથી આ જાણકારી સામે આવી છે.

2022માં 1,000 કરોડના મુખ્ય IPOના રિટર્ન

કંપનીનું નામઇશ્યૂ સાઇઝ (કરોડોમાં)ઇશ્યૂ પ્રાઇસ પર રિટર્ન
અદાણી વિલ્મર15,381+205.6%
પતંજલિ ફૂડ્સ4,544+ 106%
વેદાંત ફેશન3,139+ 57.3%
ડેલ્હીવેરી3,045+ 17.5%
એલઆઇસી2,818- 31.1%

2021માં સેન્સેક્સમાં 20% તેજીના મુકાબલે IPOએ 74% રિટર્ન આપ્યું
વિશ્લેષણ રિપોર્ટ અનુસાર, 2021 દરમિયાન સેન્સેક્સમાં 20% તેજીના મુકાબલે IPOએ 74% રિટર્ન આપ્યું, પરંતુ 1,000 કરોડ રૂપિયાથી વધુ કિંમતવાળા 16 મોટા IPOના શેર ડિસ્કાઉન્ટ પર ટેર્ડ કરી રહ્યા છે. પૂરા કેલેન્ડર વર્ષ 2021માં કુલ 99 IPO આવ્યા હતા.તેના દ્વારા કંપનીઓએ 1,21, 680 કરોડ રૂપિયાની પૂંજી બજારમાંથી ભેગી કરી હતી.

આજથી હર્ષ એન્જનિયર્સ ઇન્ટરનેશનલના IPOમાં રોકાણનો મોકો હર્ષ એન્જનિયર્સ ઇન્ટરનેશનલનો IPO આજે એટલે કે 14 સપ્ટેમ્બરે ખૂલ્યા બાદ સબ્સક્રાઇબ કરવા માટે 16 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. હર્ષ એન્જિનિયર્સ ઇન્ટનેશનલે IPO માટે 314થી 330 રૂપિયાનો પ્રાઇસ બૈંડ નક્કી કર્યો છે. આ IPOની સાઇઝ 755 કરોડ રૂપિયા છે.

IPO હોય છે શું?
જ્યારે કોઇ કંપની પહેલીવાર પોતાની કંપનીના શેર લોકોને ઓફર કરે છે તો એેને IPO કહે છે. કંપનીઓ દ્વારા આ IPO એટલા માટે કાઢવામાં આવે છે કે જેથી તે શેરબજારમાં આવી શકે. શેરબજારમાં ઊતર્યા બાદ કંપનીના શેરોનું ખરીદ-વેચાણ શેરબજારમાં થઇ શકે. જો એકવાર કંપનીના શેરોને ટ્રેડિંગની મંજૂરી મળી જાય તો તેને ખરીદી અને વેચી શકાય છે. ત્યાર બાદ શેર ખરીદવા અને વેચવાથી થતો ફાયદો અને નુકસાનમાં ભાગીદારી રોકાણકારોની હોય છે.

કંપની IPO કેમ બહાર પાડે છે?
જ્યારે કોઇ કંપનીને તેનું કામ વધારવા માટે જ્યારે પૈસાની જરૂરત પડે છે તો તે IPO બહાર પાડે છે. આ IPO કંપનીઓ તે વખતે પણ બહાર પાડે છે જ્યારે તેની પાસે નાંણાની અછત હોય છે, ત્યારે તે બજારમાંથી ઉછીના લેવાને બદલે IPO દ્વારા પૈસા એકઠા કરે છે. બદલામાં IPO ખરીદનારા લોકોને કંપનીમાં ભાગીદારી મળી જાય છે. મતલબ જ્યારે તમે કોઇ કંપનીના શેર ખરીદો છો તો તમે એ કંપનીના ખરીદેલા ભાગના માલિક બની જાવ છો.

અન્ય સમાચારો પણ છે...