ગૌતમ અદાણી NDTVના માલિક બનશે:મીડિયા ફર્મમાં 26% વધારાની હિસ્સેદારી ખરીદશે, રૂ.492.81 કરોડની આપી ઓપન ઓફર

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અદાણી ગ્રૂપે મીડિયા ફર્મ NDTVમાં 26% (1.67 કરોડ શેર) વધારાનો પબ્લિક હિસ્સો ખરીદવા માટે પ્રસ્તાવિત ઓપન ઓફર માટે નવી તારીખ જાહેર કરી છે. સમાચાર પ્રસારણકર્તાએ સ્ટોક એક્સચેન્જો (BSE-NSE)ને ફાઇલિંગમાં આ માહિતી આપી છે.

ઓપન ઓફર 22 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી
ફાઈલિંગ અનુસાર, અદાણી ગ્રૂપની ઓપન ઓફર હવે 22 સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 5 ડિસેમ્બરે બંધ થશે. આ પહેલા અદાણી ગ્રૂપે ઓપન ઓફર માટે 17 ઓક્ટોબરથી 1 નવેમ્બરની ટાઈમલાઈન નક્કી કરી હતી.

492.81 કરોડ રૂપિયાની ઓપન ઓફર
ઓપન ઓફર માટે 294 રૂપિયા પ્રતિ શેરની કિંમત નક્કી કરવામાં આવી છે. જો 294 રૂ.ની કિંમતે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થઈ જાય, તો NDTVમાં અદાણી ગ્રૂપનો કુલ હિસ્સો 55% થઈ જશે. આ ઓપન ઓફર 492.81 કરોડ રૂપિયાની છે.

ઓગસ્ટમાં NDTVમાં 29.18% હિસ્સેદારી મેળવી હતી
23 ઓગસ્ટે અદાણી ગ્રૂપે VCPL ટેકઓવર કરી NDTVમાં 29.18% હિસ્સેદારી મેળવી હતી, જેની RRPR હોલ્ડિંગમાં 99.99% હિસ્સેદારી છે. ત્યારબાદ, અદાણી ગ્રૂપની કંપનીઓ - વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (VCPL)એ AMG મીડિયા નેટવર્ક્સ અને અદાણી એન્ટરપ્રાઇઝિસ સાથે વધારાના 26% હસ્તગત કરવાની દરખાસ્ત કરી છે.

NDTVમાં 29.18% હિસ્સેદારી મેળવ્યાની ઘોષણા પછી, NDTVએ કહ્યું હતું કે, આ ડીલ સેબીની મંજૂરી વગર આગળ વધી શકે તેમ નથી. તેમણે કહ્યું કે 27 નવેમ્બર, 2020 ના રોજ પસાર કરાયેલા એક આદેશમાં, સેબીએ NDTVના સ્થાપકો - રાધિકા અને પ્રણય રોયને સિક્યોરિટી માર્કેટમાંથી 2 વર્ષ માટે પ્રતિબંધિત કર્યા હતા. આ પ્રતિબંધ 26 નવેમ્બર 2022 ના રોજ સમાપ્ત થશે.

જોકે, અદાણી ગ્રુપે NDTVના દાવાને ફગાવી દીધો હતો. VCPLએ કહ્યું હતું કે RRPR 27 નવેમ્બર, 2020 ના રોજના સેબીના આદેશનો પક્ષકાર નથી અને તેના પર પ્રતિબંધો લાગુ પડતા નથી.

અદાણી ગ્રુપ અને NDTV વચ્ચે ડીલની ઈનસાઈડ સ્ટોરીને સમજો
અદાણી ગ્રુપ અને NDTV વચ્ચે AMNLની પૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપની VCPLની પાસે RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડ (RRPR)ના વોરન્ટ છે, જે તેમને RRPRમાં 99.99% હિસ્સામાં બદલવાનો અધિકાર આપે છે. વોરન્ટનો અર્થ એક ફાયનાન્સિયલ કોન્ટ્રાક્ટ છે જે એક્સપાયરેશનથી પહેલાં એક નિશ્ચિત કિંમત પર ઈક્વિટી ખરીદવા કે વેચવાનો અધિકાર આપે છે. VCPLએ RRPRમાં 99.5% હિસ્સો મેળવવા માટે વોરન્ટનો ઉપયોગ કર્યો છે.

NDTVની પ્રમોટર ગ્રુપ કંપની RRPR છે અને NDTVમાં 29.18% હિસ્સો ધરાવે છે. VCPL, AMNL અને AELની સાથે, NDTVમાં 294 રૂપિયા પ્રતિ શેર પર 26% ભાગીદારી મેળવવા માટે ઓપન ઓફર લોન્ચ કરશે. અદાણી ગ્રુપની કંપનીઓ સેબીના 2011ના રેગ્યુલેશન મુજબ આ ઓપન ઓફર લોન્ચ કરશે. અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ ભારતના સૌથી મોટા વ્યાપારિક સંગઠનોમાંથી એક, અદાણી ગ્રુપની મુખ્ય કંપની છે.

આ ફાયનાન્સિયલ કોન્ટ્રાક્ટના આધારે અદાણી ગ્રુપને ઈનડાયરેક્ટ રીતે NDTVમાં 29.18%નો હિસ્સો મળી ગયો છે. NDTV એક લીડિંગ મીડિયા હાઉસ છે, જે ત્રણ નેશનલ ન્યૂઝ ચેનલ્સ- NDTV 24X7, NDTV ઈન્ડિયા અને NDTV પ્રોફિટ ઓપરેટ કરે છે. જેની મજબૂત ઓનલાઈન પ્રેઝન્સ પણ છે અને આ વિભિન્ન પ્લેટફોર્મ પર 3.5 કરોડથી વધુ ફોલોઅર્સની સાથે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરનાર ન્યૂઝ હેન્ડલ્સમાંથી એક છે.

અન્ય સમાચારો પણ છે...