મોંઘવારીમાં આંશિક રાહત:જથ્થાબંધ ફુગાવો જૂન માસમાં નજીવો ઘટી 15.18 ટકા રહ્યો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં આંશીક રાહત મળી છે. જૂન માસમાં નજીવો ઘટી ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચ્યો છે. જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 15.18% થયો હતો. ઇંધણ અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાથી ફુગાવમાં નજીવો ઘટાડો થયો છે. આ દર મે મહિનામાં 15.88%ની વિક્રમી ઊંચી સપાટીએથી નજીવો ઘટ્યો છે.

જ્યારે જૂન 2021માં દેશનો જથ્થાબંધ ફુગાવાનો દર 12.07% હતો. સતત 15મો મહિનો છે જ્યારે દેશનો જથ્થાબંધ ફુગાવાનો દર 10% થી ઉપર રહ્યો. ડબલ્યુપીઆઈ (હોલસેલ) ડેટા અનુસાર ઈંધણ,પાવર અને ઉત્પાદિત ઉત્પાદનોના ફુગાવાના દરમાં મેની સરખામણીમાં ઘટાડો થયો છે. જ્યારે ખાદ્ય ચીજવસ્તુઓ,એલપીજી,પેટ્રોલ વગેરેના ભાવમાં વધારો થયો છે. જૂન 2022માં ખાદ્ય ચીજોના જથ્થાબંધ ભાવ 14.39% ના દરે વધ્યા હતા.

વૈશ્વિક કોમોડિટીમાં ભાવ ઘટાડાથી રાહત
વિશ્વભરમાં કોમોડિટીના ભાવમાં ઘટાડો એ રાહતનો વિષય છે. બીજી તરફ ક્રૂડના ભાવમાં અસ્થિરતા અને રૂપિયાના અવમૂલ્યનને કારણે જથ્થાબંધ ફુગાવામાં વધુ વધારો થવાનું જોખમ છે. શાકભાજીના ભાવમાં વધારાને કારણે ખાદ્યપદાર્થોનો ફુગાવો પણ વધવાની ધારણા છે. બીજા ક્વાર્ટરમાં પણ જથ્થાબંધ ફુગાવાનો દર ડબલ ડિજિટમાં રહેશે. > રજની સિંહા, ચીફ ઇકોનોમિસ્ટ,કેર એજ

અન્ય સમાચારો પણ છે...