વધુ એક રાહત:જથ્થાબંધ ફુગાવો 21 મહિનાના તળિયે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ મોંઘવારી ઘટાડવા સરકાર પ્રયત્નશીલઃ સીતારામન

રિટેલ મોંઘવારીમાં રાહત મળ્યા પછી હવે જથ્થાબંધ મોંઘવારીમાં પણ રાહતના સમાચાર છે. વિવિધ ઉત્પાદનો, ઇંધણ અને ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયા પછી જથ્થાબંધ કિંમતો આધારિત મોંઘવારી દર પણ નવેમ્બરમાં 21 મહિનાના નીચલા સ્તરે પહોંચીને 5.85% પર આવી ગયો છે.

નવેમ્બર 2021માં આ આંકડો 14.87% હતો. જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક પર આધારિત મોંઘવારી 19 મહિના સુધી બે આંકમાં રહ્યા પછી ઓક્ટોબરમાં ઘટીને 8.39% થઇ હતી. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે દેશના લોકોને મોંઘવારીથી હજુ પણ રાહત મળશે. આ માટે સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પણ બુધવારે કહ્યું કે નવેમ્બરમાં મોંઘવારી દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્યાન્ન, બેઝિક મેટલ, કાપડ, રસાયણ અને રાસાયણિક ઉત્પાદનો, કાગળ તેમજ તેમાંથી બનેલાં ઉત્પાદનોની કિંમત ઘટી તે છે. નવેમ્બર પહેલાં મોંઘવારીનું નીચલું સ્તર 2021માં 4.83%એ હતું. નવેમ્બરમાં ખાદ્યાન્ન ફુગાવો 14.87% હતો, જે ઓક્ટોબરમાં 8.33% હતો.

આ દરમિયાન શાકભાજીના ભાવ ઘટીને -20.08% પર આવી ગયા હતા, જે ઓક્ટોબરમાં 17.61% હતા.ઇંધણ અને વીજળીનો મોંઘવારી દર 17.35% અને ઉત્પાદિત ચીજવસ્તુઓની મોંઘવારી 3.59% પર છે.

આરબીઆઈની નાણાનીતિ બનાવવામાં મુખ્યત્વે જથ્થાબંધ ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રિટેલ મોંઘવારી નવેમ્બરમાં 11 મહિનામાં પહેલીવાર 6%થી નીચે રહી છે.

અન્ય સમાચારો પણ છે...