• Gujarati News
  • Business
  • Should Investment Be Made Or Not And Will Everyone Be Allotted Shares? Find Out The Answers To Every Question Related To LIC IPO

LIC IPO ટિપ્સ:રોકાણ કરવું જોઈએ કે નહિ અને શું બધાને શેરની ફાળવણી થશે? જાણો LIC IPO સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ

મુંબઈ25 દિવસ પહેલાલેખક: દેવેન્દ્ર અડલક

લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(LIC)નું ભારતનું સૌથી મોટુ ઈનિશિયલ પબ્લિક ઓફર(IPO) બુધવારે સબ્સક્રિપશન માટે ખુલવાનું છે. કંપની તેના દ્વારા 3.5 ટકા હિસ્સો વેચીને લગભગ 21,000 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે.

આ IPO 9 મે સુધી ખુલ્લો રહેશે અને પ્રાઈસ બેન્ક 902-949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. IPOમાં પોલીસીધારકોને 60 રૂપિયા અને રિટેલ રોકાણકારોને 45 રૂપિયા પ્રતિ શેરની છુટ મળશે. ન્યુનતમ બોલી 1 લોટ (15 શેર) અને તે પછી 15 શેરના મલ્ટીપલમાં છે.

એવામાં અમે અહીં આ IPO સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ આપી રહ્યાં છે. સૌથી મોટો સવાલ એ કે આ IPOમાં પૈસા લગાવવા જોઈએ કે નહિ? મિનિમમ અને મેક્સિમમ કેટલા પૈસા લગાવી શકો છો? ડિસ્કાઉન્ટ ક્યારે મળશે, IPO ભરતી વખતે કે પછી?

ડિસ્કાઉન્ટ માટે પોલીસી કેટલી જુની હોવી જોઈએ? કઈ પ્રાઈસ પર IPO એપ્લાઈ કરવો જોઈએ? શું IPO ભરનાર તમામ લોકોને શેર મળશે? IPO માટે એપ્લાઈ કઈ રીતે કરવાનું છે? તો ચાલો એક-એક કરીને આ સવાલોને લઈએ અને જાણીએ તેના જવાબ...

કયા ભાવ પર પૈસા લગાવવા જોઈએ અને ડિસ્કાઉન્ટ?
LICના IPOનો પ્રાઈસ બેન્ડ 904-949 રૂપિયાનો છે. એવામાં રોકાણકારોને હાયર બેન્ડ 949 રૂપિયા પર પૈસા લગાવવા જોઈએ. રોકાણકારોએ કટ ઓફ પ્રાઈસ સિલેકટ કરવા જોઈએ. તેનાથી શેર એલોટમેન્ટની શક્યતા વધી જશે. IPOની સૌથી ખાસ વાત એ છે કે તમને ડિસ્કાઉન્ટ IPOમાં એપ્લાઈ કરતી વખતે જ મળી જશે.

રિટેલ રોકાણકારો માટે LICએ 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ રાખ્યું છે. જો તમે અપર બેન્ડ પર શેરના એક લોટ માટે એપ્લાઈ કરો છો તો પછી 949 રૂપિયા પ્રતિ શેરની જગ્યાએ તમને 904 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી પેમેન્ટ કરવું પડશે. એટલે કે એક લોટ માટે તમારે 14,235ની જગ્યાએ માત્ર 13,560 રૂપિયા આપવા પડશે.

જો તમારી પાસે LICની પોલીસી છે તો તમને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તમે પોલીસી હોલ્ડર કોટાથી અપર બેન્ડ પર શેરના એક લોટ માટે એપ્લાઈ કરો છો તો તમારે 889 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી પેમેન્ટ કરવું પડશે. એટલે કે એક લોટ માટે તમારે 14,235ની જગ્યાએ 13,335 રૂપિયા આપવા પડશે.

મિનિમમ અને મેક્સિમમ કેટલા પૈસા રોકી શકો છો?
રિટેલ રોકાણકારો મિનિમમ એક લોટ એટલે કે 15 શેર માટે એપ્લાઈ કરી શકે છે. આ હિસાબથી રિટેલ રોકાણકારોને 45 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી મિનિમમ 13560 રૂપિયા રોકવા પડશે. મેક્સિમમ લિમિટ 14 લોટની છે, એટલે કે 210 શેર. રોકાણકારો મેક્સિમમ 1,89,840 રૂપિયા લગાવી શકે છે. આ રીતે પોલીસી હોલ્ડર્સ 60 રૂપિયા ડિસ્કાઉન્ટ પછી મિનિમમ 13,335 રૂપિયા અને મેક્સિમમ 1,86,690નું રોકાણ કરી શકે છે. જોકે પોલીસી હોલ્ડર્સ અને એમ્પલોઈની પાસે એક એડિશનલ બેનિફિટ પણ છે.

પોલીસી કેટલી જુની હોવી જોઈએ.
DRHP અને ઈશ્યુ ખુલે તે દિવસે રોકાણકારોની પાસે વેલિડ પોલીસી હોવી જોઈએ. LICએ DRHP 13 ફેબ્રુઆરીએ ફાઈલ કરી હતી અને ઈશ્યુ 4 મેના રોજ ખુલશે. એટલે કે પોલીસી 13 ફેબ્રુઆરી પહેલાની હોવી જોઈએ અને 4 મેના રોજતે બંધ ન હોવી જોઈએ.

શું તમામને ડિસ્કાઉન્ટ એક સાથે મળી શકે છે?
તમને ડિસ્કાઉન્ટ માત્ર એક જ કોટામાં મળશે. તમે રિટેલ ઈન્વેસ્ટરનું 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ લઈ શકો છો અથવા તો પછી પોલીસી હોલ્ડરનું 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ.

શું બધાને શેર મળશે અને એપ્લાઈ કઈ રીતે કરવું?
LICના ઈશ્યુની સાઈઝ 21 હજાર કરોડ રૂપિયાની છે. આ કારણે એપ્લાઈ કરનારા મોટાભાગના લોકોને શેર મળવાની શક્યતા છે. એટલે આઈપીઓ ભરનારા તમામ લોકોને શેર મળવાની શક્યતા છે. એપ્લાઈ કરવા માટે તમારી પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જોઈએ. LIC IPOની એપ્લિકેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. જોકે પૈસા ઓનલાઈન જ આપવા પડશે.

LICના IPOમાં પૈસા લગાવવા જોઈએ કે નહિ?
મોટાભાગના માર્કેટ એનાલિસ્ટ તેમાં પૈસા લગાવવાની સલાહ આપી રહ્યાં છે. IPOમાં શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ બંનેમાં પૈસા બનાવી શકાય છે. જોકે એનાલિસ્ટ તેમાં લોન્ગ ટર્મ સુધી રહેવાની સલાહ આપી રહ્યાં છે.

બીજી તરફ નેગેટિવની વાત કરવામાં આવે તો LIC માટે ચિંતાનો વિષય તેના માર્કેટ શેર ઘટવા તે છે. છેલ્લા થોડાવર્ષોમાં LICનો માર્કેટ શેર 8-10 ટકા ઘટ્યો છે. તેનાથી રેવન્યુ પર અસર પડી શકે છે. ભારતમાં ઈન્શ્યુરન્સ ઈન્ડસ્ટ્રી 17 ટકા રેટની સાથે ગ્રો કરી રહી છે, જ્યારે LICનો ગ્રોથ 7 ટકા રેટથી છે. એટલે કે એલાઈસી ઈન્ડસ્ટ્રીના ગ્રોથથી લગભગ 10 ટકા પાછળ છે. એલઆઈસીનો એક્સપેક્ટેડ ફ્યુચર પ્રોફિટ 10 ટકા છે, જ્યારે પ્રાઈવેટ કંપનીઓનો એક્સપેક્ટેડ પ્રોફિટ 20 ટકાનો છે.

LIC IPOમાં એન્કાર ઈન્વેસ્ટર્સનો રિસ્પોન્સ કેવો રહ્યો?
એન્કર ઈન્વેસ્ટર્સ માટે IPO 2 મે એટલે કે ગઈકાલે ખુલ્યો હતો. પ્રથમ દિવસે જ તે ફુલ્લી સબ્સક્રાઈબ થઈ ગયો હતો. એન્કર ઈન્વેસ્ટર્સના હિસ્સા અંતર્ગત 5,92,96,853 શેરને 949 રૂપિયા પ્રતિ શેર પર સબ્સક્રાઈબ કરવામાં આવ્યો છે. ગ્રે માર્કેટમાં પણ IPOને સારો રિસ્પોન્સ છે. ગ્રે માર્કેટમાં LICનું પ્રીમિયમ 85 રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...