રશિયા-યુક્રેન યુદ્ધની અસરે વૈશ્વિક સ્તરે ઘઉંનો પુરવઠો ખોરવાયો હતો જેના કારણે ભાવમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં ઘઉંના ભાવમાં 30%થી વધુનો વધારો થયો છે. અત્યારે રૂ.2842 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.
પરિણામે રોટલી અને બિસ્કિટ જેવી રોજીંદી વપરાશની ચીજવસ્તુઓ મોંઘી થશે. સામાન્ય રીતે ઘઉંના ભાવમાં વધારો કરતા લોટના ભાવમાં વધુ વધારો થાય છે. છેલ્લા ત્રણ મહિનામાં ઘઉંના ભાવમાં 15.25 ટકાનો વધારો થયો છે જ્યારે લોટમાં 18-19 ટકાનો વધારો થયો છે.
મહત્વની વાત એ છે કે વધતી કિંમતોને રોકવા માટે સરકારે મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ભાવ સતત વધી રહ્યા હતા. પરંતુ આ અપટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા ઓછી છે. IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે ડિસેમ્બરથી ઘઉંના ભાવમાં ઘટાડો શરૂ થશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દેશમાં ઘઉંનું ઉત્પાદન 15-20% વધવાની ધારણા છે.
કિંમત વધવાના ચાર મોટા કારણો
1. સરકારી સ્ટોકમાં અડધો ઘટાડોઃ ઓક્ટોબર સુધીમાં સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક ઘટીને 2.27 કરોડ ટન થઈ ગયો છે. એક વર્ષ પહેલા તે 4.69 કરોડ ટન હતું.
2. અત્યંત ઓછી સરકારી ખરીદીઃ આ વર્ષે ઘઉંની સરકારી ખરીદી ગયા વર્ષની સરખામણીએ 57% ઓછી હતી. આવી સ્થિતિમાં સરકાર પાસે પુરવઠો વધારવાનો અવકાશ મર્યાદિત છે.
3. ઓછું ઉત્પાદન: આ વર્ષે દેશમાં લગભગ 9.5 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થવાની ધારણા છે. પરંતુ સરકારે અંદાજ લગાવ્યો હતો કે 10.68 કરોડ ટન ઉત્પાદન થશે.
4. પુરવઠાની સમસ્યા: રશિયામાં ઘઉંનું ઉત્પાદન સારું રહ્યું છે,પરંતુ યુક્રેન સાથે યુદ્ધ ફાટી નીકળવાના કારણે તેના પુરવઠાને લગતી સમસ્યાઓ વધી છે.
આગામી નવો પાક સારો આવશે| કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર દેશમાં આગામી પાક વધુ સારો દેખાવ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.