સટ્ટાકીય વેપાર:સંગ્રાહખોરીથી ઘઉંના ભાવ વધ્યાં, સરકાર પગલા ભરશે

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં ઘઉંનો પૂરતો સ્ટોક છે પરંતુ રિટેલ ભાવમાં વધારો સટ્ટાકીય વેપારને કારણે થયો છે એમ ખાદ્ય સચિવ સુદાંશુ પાંડેએ જણાવ્યું હતું અને સંગ્રાહખોરો સામે કડક પગલાં લેવાની ચેતવણી આપી હતી. ઘઉંના છૂટક ભાવ એક વર્ષ અગાઉ રૂ. 26.01 પ્રતિ કિલોગ્રામથી 19 ટકા વધીને રૂ. 31.02 પ્રતિ કિલો થયા છે.

ઘઉંના લોટની કિંમત પણ આ જ સમયગાળામાં 18 ટકા વધીને રૂ. 36 પ્રતિ કિલો થઈ ગઈ છે. ઘઉંમાં ફુગાવાના ટ્રેડ સરકારને માત્ર પાકની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પાડી છે પરંતુ ઘઉંની કેટલીક આડપેદાશોના આઉટબાઉન્ડ શિપમેન્ટ પર પણ નિયંત્રણો લાદ્યા છે.

રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની 82મી એજીએમને સંબોધતા પાંડેએ જણાવ્યું હતું કે કેન્દ્ર પાસે રિટેલર્સ અને હોલસેલર્સ બંને પર સ્ટોક હોલ્ડિંગ લિમિટ લાદવા ઉપરાંત વેપારીઓ માટે તેમના દ્વારા રાખેલા સ્ટોકને જાહેર કરવાનું ફરજિયાત બનાવીને ઘઉંના સ્ટોકના સંગ્રહને ચકાસવાનાં1 વિકલ્પો છે.

દેશમાં ઘઉંની ઉપલબ્ધતાની કોઈ સમસ્યા નથી. એકંદરે દેશની જરૂરિયાત માટે જે જથ્થો જોઈએ છે તે દેશમાં ઉપલબ્ધ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે 24 મિલિયન ટન ઘઉંના સ્ટોકની સ્થિતિ છે. જોકે “સટ્ટાકીય વેપારને કારણે કિંમતો પર અસર પડી છે” અને ઉમેર્યું હતું કે સટોડિયાઓએ વધુ ભાવ વધારાની અપેક્ષાએ ઘઉંનો સંગ્રહ કર્યો છે.

સંગ્રહખોરી અને બ્લેક માર્કેટિંગને રોકવા માટે વેપારીઓ દ્વારા ઘઉંના સ્ટોકને જાહેર કરવાની જરૂરિયાતો સ્ટોક મર્યાદા લાદતા પહેલા પ્રથમ તબક્કો હોઈ શકે છે. સરકારનું ઘઉંનું ઉત્પાદન અનુમાન 2021-22 પાક વર્ષ (જુલાઈ-જૂન)ની રવિ સિઝનમાં આશરે 105 મિલિયન ટન છે જ્યારે ટ્રેડનો અંદાજ 95-98 મિલિયન ટન છે. નિકાસ પર કાબુ મેળવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...