• Gujarati News
  • Business
  • Wheat Exports Doubled To 47 473 Million In April, However, Exports Accounted For 0.47 Percent

કૃષિ નિકાસ:ઘઉંની નિકાસ એપ્રિલમાં બમણી વધી 473 મિલિયન ડોલર થઈ, જો કે, નિકાસ હિસ્સો 0.47 ટકા રહ્યો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રશિયા-યુક્રેન યુદ્ધમાં સર્જાયેલી ફૂડ ક્રાઈસિસ ભારત માટે તકનું સર્જન કરશે

ઘઉંની નિકાસ માર્ચમાં 177 મિલિયન ડોલર સામે બમણી થઈ એપ્રિલમાં 473 મિલિયન ડોલર નોંધાઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થતાં અન્ય દેશોમાં ફૂડ ક્રાઈસિસમાં મદદરૂપ થવા ભારતમાંથી મોટાપાયે ઘઉં નિકાસ થયા હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ. યુક્રેન, બેલારૂસ, તુર્કી, ઈજિપ્ત, કઝાકિસ્તાન, કુવૈત સહિત આઠ રાજ્યોમાં ઘઉં પર નિકાસ પ્રતિબંધો લાગૂ થયા તે સમયે ભારતમાંથી ઘઉંની નિકાસ થઈ હતી.

24 ફેબ્રુઆરી, 2022માં રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત સાથે ઘઉંના ઉત્પાદન અને નિકાસ પડકારો વૈશ્વિક સ્તરે વધ્યા હતા. અસહ્ય ગરમીના કારણે પણ ઘઉંના પાકને નુકસાન થયુ હોવા છતાં એપ્રિલમાં નિકાસો વધી 473 મિલિયન ડોલર નોંધાઈ છે. ડીજીએફટીના નોટિફિકેશન અનુસાર, ઘઉંની નિકાસને ભારત સરકાર દ્વારા અન્ય દેશોને તેમની ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતો પૂરી કરવા માટે આપવામાં આવેલી પરવાનગીના આધારે અને તેમની સરકારોની વિનંતીના આધારે મંજૂરી આપવામાં આવે છે.

ઘઉંની નિકાસમાં ટોચના નિકાસકાર દેશોમાં ભારત 2020માં 19માં ક્રમે હતો. 2019માં 35, 2018 , 2017માં 36માં ક્રમે હતો. જે ઘઉંની નિકાસમાં ભારતનો 0.47 ટકા હિસ્સો દર્શાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં રશિયા, યુએસ, કેનેડા, ફ્રાન્સ, યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનામાં ઘઉંની સૌથી વધુ નિકાસ થાય છે.

ઘઉં ઉપરાંત, અસંખ્ય અન્ય ખાદ્ય ઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં આર્જેન્ટિના, કઝાકિસ્તાન, કેમરૂન અને કુવૈત દ્વારા વનસ્પતિ તેલની નિકાસ પર નિયંત્રણો સમાવિષ્ટ છે. યુક્રેન, બેલારૂસ, તુર્કી, ઈજિપ્ત, કઝાકિસ્તાન, કુવૈત સહિત આઠ રાજ્યોમાં ઘઉં પર નિકાસ પ્રતિબંધો લાગૂ થયા તે સમયે ભારતમાંથી ઘઉંની નિકાસ થઈ હતી.

છેલ્લા એક વર્ષમાં ઘઉંના ભાવ સરેરાશ 20 ટકા સુધી વધ્યા
છેલ્લા એક વર્ષમાં ઘઉં અને ઘઉંના લોટના ભાવ 14થી 20 ટકા સુધી વધ્યા છે. જેના પર અંકુશ લાદવા તેમજ માગ સામે પૂરતો પુરવઠો મળી રહે તે હેતુ સાથે સરકારે 13 મેએ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. જી7 દેશોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયની
ટીકા કરી હતી.

ઘઉંનો ઉત્પાદન અંદાજ કૃષિ મંત્રાલયે 5 ટકા ઘટાડી 10.64 કરોડ ટન મુક્યો
કૃષિ મંત્રાલયે ઘઉંનુ ઉત્પાદન ગત પાક વર્ષની તુલનાએ આ વર્ષે 3 ટકા ઘટી 10.64 કરોડ ટન રહેવાની સંભાવના છે. આ ઉત્પાદનનો અંદાજ 2021-22માં અંદાજિત 11.13 કરોડ ટન કરતાં 4.61 ટકા ઓછો છે.

અન્ય સમાચારો પણ છે...