દાળ અને રોટલી ફરી એકવાર મોંઘી થવા લાગી છે. છેલ્લા એક મહિનામાં રિટેલ માર્કેટમાં ઘઉં અને કઠોળના ભાવમાં 5% અને 4%નો વધારો થયો છે. પામ તેલને બાદ કરતાં તમામ મુખ્ય ખાદ્યતેલોના ભાવમાં પણ આ સમયગાળા દરમિયાન નજીવો વધારો થયો હતો. બીજી તરફ બટાટા, ડુંગળી અને ટામેટાના સરેરાશ છૂટક ભાવમાં ઘટાડો થયો છે.
ઘઉંની સરેરાશ છૂટક કિંમત 31.90 રૂપિયા પ્રતિ કિલો
કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 'હાલમાં મહિનાઓમાં દેશમાં ઘઉં અને કઠોળ જેવી આવશ્યક ચીજવસ્તુઓની સરેરાશ છૂટક કિંમતોમાં કોઈ તીવ્ર અને સતત વધારો થયો નથી.' 6 ડિસેમ્બરે ઘઉંની સરેરાશ છૂટક કિંમત એક મહિના અગાઉ 30.50 રૂપિયાથી વધીને 31.90 પ્રતિ કિલો રૂપિયા થઈ ગઈ છે.
લોટ 35.20 રૂપિયાથી વધીને 37.40 રૂપિયા થયો
સરકારે લોટની સરેરાશ છૂટક કિંમત વિશે માહિતી આપી નથી. પરંતુ સરકારની પ્રાઇસ મોનિટરિંગ સિસ્ટમની વિગતો દર્શાવે છે કે લોટનો ભાવ એક મહિના પહેલા 35.20 રૂપિયાથી વધીને 37.40 પ્રતિ કિલો રૂપિયા થયો છે. કઠોળમાં છેલ્લા એક મહિનામાં ચણાની દાળના ભાવમાં 2%નો વધારો થયો છે. માત્ર એક મહિના પહેલા ચણા દાળની સરેરાશ કિંમત 110.90 રૂપિયા પ્રતિ કિલો હતી. મંગળવારે તે 112.80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયો હતો. અન્ય કઠોળના ભાવ લગભગ સ્થિર રહ્યા હતા.
દેશના મોટાભાગના વિસ્તારોમાં ઘઉંની કિંમત હાલમાં MSP કરતા 30-40 ટકા વધારે છે. વેપારીઓનું કહેવું છે કે વર્તમાન ભાવ લગભગ રેકોર્ડ ઊંચા સ્તરે છે. છેલ્લા 4 મહિનામાં રિટેલમાં ભાવ ધીમે ધીમે વધીને 32 પ્રતિ કિલો રૂપિયા થઈ ગયા છે.
મોંઘવારી વધવાનું કારણ શું?
મોંઘવારી વધવાનો સીધો અર્થ એ છે કે તમારા કમાયેલા પૈસાનું મૂલ્ય ઘટશે. ઉદાહરણ તરીકે, જો ફુગાવાનો દર 7% છે, તો તમે જે 100 રૂપિયા કમાવો છો તેની કિંમત 93 રૂપિયા હશે. એવામાં અર્થતંત્રમાં કિંમતો અથવા ફુગાવો વધારી શકે તેવા ઘણા પરિબળો છે. સામાન્ય રીતે ફુગાવો ઉત્પાદન ખર્ચમાં વધારો, ઉત્પાદન અને સેવાઓની માગમાં વધારો અથવા પુરવઠામાં ઘટાડો થવાને કારણે થાય છે. મોંઘવારી વધવાના 6 મુખ્ય કારણો છે:
મોંઘવારી સામે લાચાર કેમ?
ભારતમાં મોંઘવારી વઘવાના મુખ્ય બે કારણ છે. ખાદ્યતેલની કિંમતમાં વધારાની સાથે ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ વધારો. દાળના ભાવમાં વધારો થતાં ઇન્ડિયન ફૂડ બાસ્કેટમાં વધારો નોંધાયો છે. કેન્દ્ર સરકારે બંનેની કિંમતમાં સ્થિરતા લાવવા માટે પગલાં લીધા છે. પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની સાથે ક્રૂડ સનફ્લાવર ઓઇલ માટે ડ્યૂટી ફ્રી ઇમ્પોર્ટની મંજૂરી આપવામાં આવી છે.
સરકારના આ પગલાંથી મોંઘવારીમાં થોડીક અંશે રાહત મળી છે, પરંતુ સંપૂર્ણ ઘટાડો થયો નથી. મેન્યુફેક્ચરિંગ અને સપ્લાઇ ચેઇનની સમસ્યાઓ મોંઘવારી વધારી રહી છે. કોરોના મહામારી અને લોકડાઉનમાં મેન્યુફેક્ચરિંગ અને સપ્લાઇ ચેઇન બંને પ્રભાવિત થયા છે. આનાથી જથ્થામાં ઘટાડો થયો અને તેથી તે માલના ભાવમાં વધારો થયો છે જે બજારોમાં ઓછી પહોંચે છે. રશિયા યુક્રેન યુદ્ધે પણ મોટી ભૂમિકા ભજવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.