Buy, Sell કે Hold?:LIC રોકાણકારોએ શું કરવું, જેને શેર અલોટ નથી થયા તેમણે અત્યારે ખરીદવા કે નહીં; જાણો એક્સપર્ટનો મત

અમદાવાદ3 મહિનો પહેલા

ડિસ્કાઉન્ટની સાથે LICના IPOના લિસ્ટિંગ પછી હવે રોકાણકારોના મનમાં ઘણા પ્રકારના સવાલો ઊઠી રહ્યા છે, હવે શું કરવું જોઈએ, શું નુકસાનમાં શેર વેચીને નીકળી જવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ? આ સિવાય જેમને IPOમાં શેર એલોટ થયા નથી તેમણે શું હાલ શેરની ખરીદી કરવી જોઈએ કે હજી થોડી રાહ જોવી જોઈએ? તો ચાલો, જાણીએ આ અંગે એક્સપર્ટનો મત.

શેર લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે
ઈન્વેસ્ટ અલાઈન સિક્યોરિટીઝના કો-ફાઉન્ડર ગુંજન ચોકસીએ જણાવ્યું હતું કે આ કિંમતના મુદ્દા પર LIC પોઝિટિવની નબળી યાદી હોવા છતાં લાંબા ગાળાના રોકાણકારો માટે આ નક્કર તક છે. વીમામાં કોવિડ પછી જાગરૂકતા આવી છે, જે લાંબા ગાળે સેક્ટરને બહેતર દેખાવ કરવા સક્ષમ બનાવે છે. LICના સ્કેલ સાથે મેળ ખાતી કોઈ કંપની નથી, જેનો લાભ માર્કેટ લીડર તરીકે LICને મળે છે. LIC એ 66% સાથે અને 2048 શાખાઓના બજારહિસ્સા સાથે ભારતની સૌથી મોટી વીમા કંપની છે, એ ફિજી, મોરિશિયસ, બાંગ્લાદેશ, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા, UAE, બહેરીન, કતાર, કુવૈત અને UKમાં વૈશ્વિક સ્તરે પણ કાર્યરત છે.

LICના શેર પોર્ટફોલિયોમાં ચોક્કસપણે રખાય
ઓશિયન ફિનવેસ્ટના ફાઉન્ડર સમીર વોરાએ જણાવ્યું હતું કે શેર માર્કેટમાં ભલે આ શેરની શરૂઆત સારી ન થઈ હોય, પણ ભવિષ્યમાં એ બહુ વધુપડતો નીચે જાય એવું લાગતું નથી. LICના શેર લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. જે લોકોને શેર લાગ્યા છે તેઓ અત્યારે હોલ્ડ કરી શકે છે. નવા રોકાણકારો ધીમે-ધીમે આ શેર ખરીદવાનું ચાલુ રાખે તો તેમને ફાયદો થઈ શકે છે. રૂ. 1000થી નીચા સ્તરે આ શેરની ખરીદી લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. રોકાણકારો પાસે ભારતમાં ઈન્શ્યોરન્સ ક્ષેત્રની સૌથી મોટી કંપનીના શેરહોલ્ડર બનવાની તક છે. એટલે જોવા જઇએ તો રોકાણકારોએ LICના સ્ટોકમાં મીડિયમથી લઇને લોન્ગ ટર્મનો દૃષ્ટિકોણ રાખવો જોઈએ. LIC IPOમાં શોર્ટટર્મ પ્રાઈસ વધારે મહત્ત્વની ન હોવી જોઈએ. એટલે, હું માનું છું કે LICના શેર પોર્ટફોલિયોમાં ચોક્કસપણે રખાય.

રોકાણકારોએ વેચવાલીની ઉતાવળ ના કરવી
ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના રિસર્ચ એનાલિસ્ટ નિખિલ ભટ્ટે કહ્યું કે બજારનું સેન્ટિમેન્ટ છેલ્લા કેટલાય સમયથી ફોરેન ફંડોની નફારૂપી વેચવાલીતરફી રહ્યું છે, ત્યારે આ મેગા IPO એ સ્થાનિક ફંડોની સાથે રોકાણકારોને પણ નિરાશ કર્યા છે. આગામી દિવસોમાં ટેક્નિકલ લેવલ તરીકે આ શેર રૂ.800ની સપાટીને મજબૂત સ્ટોન્ગ સપોર્ટ ધરાવી રહ્યો છે. રૂ.800ની સપાટી બ્રેક થતાં ભારે વેચવાલીની શક્યતા જોવાઈ રહી છે. સામાન્ય રીતે લિસ્ટિંગના અઠવાડિયા દરમિયાન ભારે અફરાતફરીનો માહોલ જોવા મળતો હોય છે, ત્યારે ડિલિવરીબેઝડ રોકાણકારોએ વેચવાલીની ઉતાવળના બદલે એકાદ ત્રિમાસિક પરિણામ આવવાની રાહ જોઈએ, ત્યાર બાદ ચોક્કસ નિર્ણય લેવો જોઈએ.

ડિવિડંડની સારી ઇન્કમ થઈ શકે છે
લક્ષ્મીશ્રી ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ સ્ટોક બ્રોકિંગના વેસ્ટ ઝોનના વાઇસ-પ્રેસિડેન્ટ વિરલ મહેતાએ જણાવ્યું કે LICનું આજે લિસ્ટિંગ ધારણા કરતાં ઘણું નીચે થયું છે. આવનારા દિવસોમાં એવું માની શકાય કે જેમને ફિક્સ ડિપોઝિટની જેમ 3 ત્રણથી પાંચ વર્ષ માટે માટેનો જેમનો વ્યૂ હોય તેમણે હોલ્ડિંગ કરવું જોઈએ. આમાં ડિવિડંડની સારી ઇન્કમ થઈ શકે એવી શક્યતા છે. આ શેર આવનારા દિવસોમાં એક સારું રિટર્ન આપી શકે, પણ એના માટે મિનિમમ ત્રણ વર્ષની ગણતરીએ તેને હોલ્ડ કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...