તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈન્ટરવ્યૂ:દુનિયાના તમામ પ્રકારના ફોમનું અમે નિર્માણ કરીએ છીએ: રાહુલ ગૌતમ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેટ્રેસ સ્લીપવેલની મેન્યુફેક્ચરિંગ કંપની શીલા ફોમએ સફળતાપૂર્વક 51માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. કોરોના કાળમાં કંપનીએ દેશના અનેક સ્થાનો પર જંતુનાશક મુક્ત પિલો અને બેડશીટ્સનુ મફત વિત્તરણ કર્યુ છે. વરિષ્ઠ પત્રકાર રાહુલે શીલા ફોમના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગૌતમ સાથે કરેલી ખાસ વાતચીતના અંશ…

કોવિડ-19 દરમિયાન તમે જન કલ્યાણ માટે કયાં કાર્યો કર્યા છે?
અમે પ્રથમ લહેરમાં અનેક સ્થળો પર જંતુનાશક પીલો અને બેડશીટનુ મફત વિત્તરણ કર્યુ હતું. ઉપરાંત એમ્બ્યુલન્સ, ઓક્સિજન પ્લાન્ટ, અને ઓક્સિજન કન્સેન્ટ્રેટર પણ દાન કર્યા છે.

ગ્રીન ટેક-કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવા માટે કેવા પ્રકારના પગલાં લશેે?
અમે પોતાના મટિરિયલ્સને રિસાયકલ કરીએ છીએ. અમે અમારી ઉત્પાદન પ્રક્રિયાથી પર્યાવરણને નુકસાન પહોંચાડનારી ચીજોને દૂર કરી છે. અમે કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવવા સતત પ્રયત્નશીલ બન્યા છીએ.

માર્કેટ હિસ્સો વધારવા માટે કંપનીએ શું વિશેષ પ્લાનિંગ કર્યા છે?
મેટ્રેસ અંગે જાગૃત્તિ ફેલાવવાનુ શરૂ કર્યુ છે. ડિસ્ટ્રિબ્યુશનને વેગ આપવા ફોકસ કરી રહ્યા છીએ. વાજબી ભાવમાં ઈકોનોમિકલ પ્રોડક્ટ વેલ્યૂ એડ કરવાનુ કામ પણ કરી રહ્યા છે.

સમયની સાથે કેવા ફેરફારો આવ્યા છે?
18 જૂન, 1971થી અમે શરૂઆત કરી હતી. ત્યારે અમે માત્ર
ફોમ બનાવતા હતા. હવે અમારો પોર્ટફોલિયો બે હિસ્સામાં વહેંચાઈ ગયો છે. વિશ્વમાં બનતાં તમામ પ્રકારના ફોમ અમે બનાવીએ છીએ. આ ફોમમાંથી મેટ્રેસ પણ બનાવીએ છીએ. જેનુ ડિસ્ટ્રિબ્યુશન કરીએ છીએ અને બ્રાન્ડી માલિકી રાખીએ છીએ. અમે પોલિયુરીથેન ફોમ પણ બનાવીએ છીએ, જે કુશન, મેટ્રેસ અને ફર્નિચર ઉપરાંત સાઉન્ડ એબ્ઝોર્બશનમાં કામ કરે છે. અમારો લક્ષ્ય અને પ્રયાસ મેટ્રેસ યુઝ ન કરનારા દેશના 60 ટકા લોકો માટે પ્રોડક્ટ બનાવવાનો છે.

અન્ય સમાચારો પણ છે...