તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન અંતિમ વિકલ્પ:PM મોદીના મત સાથે સહમત છે દેશના એક્સપર્ટ; કોરોનાની સામેની લડાઈમાં સરકારની ક્યાં ભૂલ થઈ, હવે કઈ રીતે શક્ય છે બચાવ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના વધતા કેસ અને સખત પ્રતિબંધોને કારણે રેટિંગ એજન્સીઓએ ફાઇનાન્શિયલ વર્ષ 2021-2022 માટે GDP ગ્રોથ પર પોતાનું અનુમાન ઘટાડી દીધું

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા પ્રત્યેક દિવસથી આવી રહેલા 2 લાખ 50 હજારથી વધુ કેસથી મહારાષ્ટ્ર, દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં લોકડાઉન લાગી ગયું છે. બીજી તરફ ચૂંટણી રેલીઓ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મામલાની ગંભીરતા સમજતા રાષ્ટ્રના નામે એક સંદેશ આપ્યો. તેમણે કહ્યું હતું કે લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે જ ઉપયોગ કરવામાં આવે.

સમગ્ર દેશમાં લોકડાઉન જેવાં પગલાં પર સરકારના નરમ વલણને સમજવા માટે અમે અલગ-અલગ સેક્ટર્સના 4 એક્સપર્ટ્સ સાથે વાત કરી, જેમાં પબ્લિક હેલ્થ પોલિસી એક્સપર્ટ ડો.ચંદ્રકાત લહરિયા, રિટાયર્ડ બેન્કર અને માર્કેટ એક્સપર્ટ અજય બગ્ગા, સિનિયર ઈકોનોમિસ્ટ વૃંદા જાગીરદાર અને સોશિયોલોજિસ્ટ ચિત્રા અવસ્થી સામેલ છે. ચાલો જાણીએ તેમનું શું કહેવું છે એ વિશે..

  • તમામ એક્સપર્ટ્સ લોકડાઉન ન લગાવવા પર એકસરખો મત ધરાવે છે.
  • લોકડાઉનની જગ્યાએ કોઈ કારણ વગર ઘરમાંથી બહાર ન નીકળવા જેવા પ્રતિબંધો બાબતે સખતાઈ કરવાની જરૂર છે.
  • સરકારની હેલ્થ સર્વિસ સુધારવામાં ભૂલ થઈ, સમગ્ર વર્ષ દરમિયાન આ બાબતે કોઈ સખત પગલાં ભરવામાં આવ્યાં નથી.
  • યુરોપની જેમ સોશિયલ સિક્યોરિટી વેજીસ આપવી જોઈએ, જેનાથી સામાન્ય માણસોમાં જવાબદારીની ભવના જાગે.

રિટાયર્ડ બેન્કર અને માર્કેટ એક્સપર્ટ અજય બગ્ગા કહે છે કે દેશની GDPમાં સર્વિસ સેક્ટરનો મોટો હિસ્સો છે અને એમાં ગત વર્ષથી સુધારો નથી. પ્રમુખ રાજ્યોમાં આંશિક લોકડાઉનથી મોટી સંખ્યામાં ઈન્ફોર્મલ વર્કર ગામડે પરત ફરી રહ્યા છે. એની અસર ઈકોનોમિક રિકવરી પર તો પડશે. ગ્લોબલ રેટિંગ એજન્સી ક્રેડિટ સુઈસે પણ કહ્યું હતું કે રાજ્યોમાં લોકડાઉનથી GDP પર ખરાબ અસર પડી રહી છે.

ગત વર્ષ જેવું લોકડાઉન લાગવાની શક્યતા ખૂબ જ ઓછી
અજય બગ્ગાએ કહ્યું હતું કે જો આંકિક લોકડાઉન એક કે દોઢ મહિના રહે છે તો GDPમાં પ્રત્યેક મહિનાના હિસાબથી 1-1.5 ટકાનો ઘટાડો આવી શકે છે. જોકે ઈન્ડસ્ટ્રિયલ એક્ટિવિટી ચાલવાથી ગત વર્ષ જેવું સખત લોકડાઉન લાગવાની શકયતા ખૂબ ઓછું છે.

સિનિયર ઈકોનોમિસ્ટ બૃંદા જાગીરદારનું કહેવું છે કે ઈકોનોમીને આ વખતે એગ્રી સેક્ટરમાંથી પૂરતો સહયોગ મળશે, સાથે જ મેન્યુફેકચરિંગ સેક્ટર પણ હશે. જોકે મજૂરો પલાયણ થવાથી સર્વિસ સેક્ટર પર ખરાબ અસર પડી છે. જોકે ગત વર્ષની જેમ GDP પર વધુ અસર થશે નહિ.

લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે જોવા પર એ સવાલ સર્જાય છે કે કોરોનાથી ઉગરવાનો ક્યો વિકલ્પ છે?
પબ્લિક હેલ્થ પોલિસી એક્સપર્ટ ડો.ચંદ્રકાત લહરિયા કહે છે કે લોકડાઉન લગાવવાથી સ્વાસ્થ્ય સેવાઓને તૈયાર કરવામાં સમય મળે છે, જે આપણે એક વર્ષ પહેલાં જ જોયું છે. હાલના સમયમાં લોકડાઉનનો કોઈ અર્થ નથી, કારણ કે હાલ જે સંક્રમણ ફેલાઈ છે એ 10-15 દિવસ પહેલાંથી ફેલાવવાનું શરૂ થયું હતું.

તેમણે કહ્યું હતું કે જો અત્યારથી લોકોને જાગ્રત કરવામાં આવે અને કારણ વગર બહાર ન નીકળવા બાબતે સખતાઈ રાખવામાં આવે તો આગામી 10 દિવસમાં કોરોનાના મામલાઓમાં ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય સ્વાસ્થ્ય જરૂરિયાતોને પૂરી કરવી જોઈએ.

દેશની સૌથી મોટી કાર બનાવનારી કંપની મારુતિ સુઝુકીના ચેરમેન આર. સી. ભાર્ગવ પણ માને છે કે કોરોનાની સામેની લડાઈમાં લોકડાઉન જેવા પગલા ઉચિત નથી. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે કર્ફ્યૂ અને લોકડાઉનથી ઘણા લોકોને મુશ્કેલી થશે. આ યોગ્ય સોલ્યુશન નથી.

કોરોનાના સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા, બ્રિટન સહિત બ્રાઝિલ સામેલ છે. સખત લોકડાઉનથી આ દેશોની ઈકોનોમીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જોકે ફરી ઝડપી રિકવરી કરીને કઈ રીતે ટ્રેક પર આવી ગયા?

અજય બગ્ગાએ કહ્યું હતું કે યુરોપ અને અમેરિકાની ઈકોનોમીમાં સુધારા માટે મોટું રાહત પેકેજ જવાબદાર છે. યુરોપમાં રાહત પેકેજ ડાયરેક્ટર કંપનીઓને આપવામાં આવ્યું, જેને પગલે નોકરીઓ ન ગઈ. અમેરિકામાં એનો ફાયદો કંપનીઓ અને લોકો સુધી પહોંચ્યો. એનાથી લોકોએ ખર્ચ વધાર્યો, પરિણામ એ આવ્યું કે ઝડપથી ઈકોનોમિક સ્થિતિમાં સુધારો આવ્યો.

તેમણે કહ્યું હતું કે ભારતમાં પણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી. RBIએ વ્યાજદરોમાં ઘટાડો કર્યો અને નાના-મધ્યમ કારોબારીઓ માટે રિસ્ટ્રચરિંગ કરવામાં આવ્યું. આ સિવાય ફૂડ સબસિડી પણ આપવામાં આવી. તેમ છતાં તેની સર્વિસ સેક્ટર પર ખરાબ અસર થઈ એવી પણ શક્યતા છે કે એરલાઈન ઈન્ડસ્ટ્રીઝને 2020-21માં 26 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.

ગત વર્ષે જેવી મુશ્કેલી ન થાય એટલે અત્યારથી શહેર છોડી રહ્યા છે મજૂર
ગત વર્ષની જેમ લોકડાઉન અને સ્વાસ્થ્ય ચિંતાઓથી પ્રવાસી મજૂર ઝડપથી ઘરે જઈ રહ્યા છે. આ દરમિયાન લોકોમાં કોરોનાનો ભય ઓછો અને ઘરે પહોંચવાની ઉતાવળ વધુ જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ તો દૂર લોકો માસ્ક પહેરવાનું પણ ટાળી રહ્યા છે.

પલાયણ કરી રહેલા મજૂરો પર સોશિયાલિસ્ટ ચિત્રા અવસ્થી કહે છે કે જરૂરી નથી કે લોકો લોકડાઉનના કારણે ઘરે જઈ રહ્યા છે. સીઝનમાં મોટા ભાગના મજૂરો ઘરે જતા હોય છે.

દિલ્હીનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષ કંપનીઓમાં કામ કરનારા મજૂરોની સખત જરૂર હતી, જોકે કોઈ મળી રહ્યું ન હતું. લગભગ ત્રણ મહિના પછી વરસાદ પહેલાં મજૂરોની ભીડ શહેરો તરફ પરત ફરવા લાગી.

લોકડાઉનથી શહેરોમાં વધી બેરોજગારી
દિલ્હીબેઝડ થિન્ક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(CMIE)ના જણાવ્યા મુજબ, 18 એપ્રિલે ગત સપ્તાહમાં શહેરી બેરોજગારીનો દર 10.72 ટકા થઈ ગયો, જે ગત સપ્તાહે 9.81 ટકા રહ્યો હતો. આ દરમિયાન ઓવરઓલ બેરોજગારી દર ઘટીને 8.4 ટકા રહ્યો, જે ગત સપ્તાહે 8.58 ટકા હતો.

CMIEના MD મહેશ વ્યાસે જણાવ્યું હતું કે મહામારીને કારણે 1 કરોડ સેલરી મેળવનાર લોકોમાંથી 60 લાખ લોકોની નોકરી ગઈ. બેરોજગારી દર ગત વર્ષે 3 મે 27.11 ટકાએ પહોંચ્યો હતો. તેમણે કહ્યું હતું કે શહેરી બેરોજગારી દર વધવાનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર અને દિલ્હી જેવાં રાજ્યોમાં લાગેલું લોકડાઉન છે.

PMને ઈકોનોમીની ચિંતા પણ છે, ગત વર્ષની ભૂલ રિપીટ કરવા માગતા નથી

મોટા ભાગના એક્સર્ટ્સ માની રહ્યા છે કે વડાપ્રધાનની ચિંતા સ્વાસ્થ્યની સાથે-સાથે ઈકોનોમીને લઈને છે, કારણ કે ગત વર્ષે સમગ્ર દેશમાં સખત લોકડાઉનથી ઈકોનોમીમાં ઐતિહાસિક ઘટાડો અને GDP ગ્રોથ રેટ પ્રથમ ત્રિમાસિકમાં 23.9 ટકા ઘટ્યો હતો.

આ ઘટાડો સતત બે ત્રિમાસિક સુધી ચાલુ રહ્યો, જે ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન 0.4 ટકાના મામૂલી વધારા સાથે પોઝિટિવ થયો. RBIના જણાવ્યા મુજબ, જાન્યુઆરી-માર્ટ, એટલે કે ચોથા ત્રિમાસિક દરમિયાન GDPમાં 5 ટકાનો પોઝિટિવ ગ્રોથ જોવા મળી શકે છે.

જોકે કોરોનાના વધતા કેસ અને સખત પ્રતિબંધોને કારણે રેટિંગ એજન્સીઓએ ફાઈનાન્શિયલ વર્ષ 2021-2022 માટે GDP ગ્રોથ પર પોતાનું અનુમાન ઘટાડી દીધું છે, કારણ કે કર્ફ્યૂ અને લોકડાઉનથી ઈકોનોમિક એક્ટિવિટી પર ખરાબ અસર પડી રહી છે. કોરોનાના સતત વધી રહેલા કેસની ખરાબ અસર એપ્રિલમાં ગાડીઓના રજિસ્ટ્રેશન, વીજળીના વપરાશ, GST ઈ-વે બિલ જનરેશનમાં થયેલા ઘટાડાના રૂપમાં જોઈ શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો