મોંઘવારીની મોંકાણ:વૉશિંગ મશીનમાં 10%નો જંગી ભાવ વધારો ઝીંકાશે, એસી-ફ્રીઝ મોંઘાં થશે

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાચા માલ અને ટ્રાન્સપોર્ટ ખર્ચનું ભારણ ગ્રાહકોના માથે

એર કંડિશનર અને રેફ્રિજરેટરની કિંમતો નવા વર્ષમાં વધી ગઈ છે તથા વોશિંગ મશીનના ભાવમાં પણ ટૂંક સમયમાં વધારો થઈ શકે છે. આ ભાવવધારો નવા વર્ષમાં ગ્રાહકો માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. કાચા માલ અને ટ્રાન્સપોર્ટના ભાડા વધતાં નવા વર્ષમાં એસી અને ફ્રીઝની કિંમતો વધી ગઈ છે. વોશિંગ મશીનના ભાવ માર્ચ સુધીમાં 5થી 10 ટકા સુધી વધી શકે છે.

પેનાસોનિક, એલજી, હાયર સહિત અનેક કંપનીઓ પહેલા જ ભાવ વધારી ચૂકી છે. સોની, હિતાચી, ગોદરેજ એક-બે મહિનામાં ભાવવધારા પર નિર્ણય કરી શકે છે. કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફેર્ક્ચસ એસોસિએશ (siema) અનુસાર, ઇન્ડસ્ટ્રી જાન્યુઆરીથી માર્ચ સુધી કિંમતોમાં 5-7 ટકાનો વધારો કરશે.

હાયર એપ્લાયન્સિસ ઈન્ડિયાના અધ્યક્ષ સતીશ એન.એસે કહ્યું, કોમોડિટીની વધતી કિંમતો, ટ્રાન્સપોર્ટ ભાડું અને કાચા માલમાં વૃદ્ધિ ફ્રિઝ, વોશિંગ મશીન અને એસી રેન્જમાં 3થી 5 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે. પેનાસોનિક ઈન્ડિયાના ડિવિઝનલ ડાયરેક્ટર (કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ) ફુમિયાસુ ફૂજિમોરીએ પણ આવા જ કારણો દર્શાવ્યા.

દક્ષિણ કોરિયાની કંપની એલજીએ હોમ અપ્લાયન્સિસની સીરીઝમાં કિંમતોમાં વધારો કર્યો છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના વાઇસ ચેરમેન (હોમ અપ્લાયન્સિસ અને એર કંડીશનર) કારોબાર દીપક બંસલે કહ્યું, અમે ઇનોવેશનના માધ્યમથી ખર્ચનું ભારણ જાતે ઉઠાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ કારોબારને ટકાઉ બનાવવા માટે ભાવો વધારો જરૂરી છે.

હિતાચી એર કંડીશનિંગ ઈન્ડિયાના ચેરમેન અને એમડી ગુરમિત સિંહે જણાવ્યું કે, કાચા તેલ, ટેક્સ અને પરિવહન સહિત ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે. એવામાં બ્રાન્ડ એપ્રિલ સુધી કિંમતોમાં 10 ટકા સુધીનો વધારો કરશે. સિએમાના અધ્યક્ષ એરિક બ્રાગાંજાએ કહ્યું, તહેવારોના કારણે કંપનીઓએ ભાવવધારાને ટાળી દીધો હતો. પરંતુ હવે તેમની પાસે ભારણ ગ્રાહકો પર નાખવા સિવાય કોઈ વિકલ્પ નથી.

અન્ય સમાચારો પણ છે...