ભાસ્કર ઈનડેપ્થ:ધીમી ગતિથી મૃતપાય થઈ રહ્યું છે વોડાફોન-આઈડિયા; VIના 27 કરોડ ગ્રાહકોનું શું થશે તે જાણો

એક વર્ષ પહેલા
  • વોડાફોન આઈડિયાના 27 કરોડ યુઝર્સ પૈકી આશરે 2 કરોડ પોસ્ટપેડ યૂઝર્સ અને આશરે 25 કરોડ પ્રીપેડ યુઝર્સ છે
  • કંપની દ્વારા બેંકો પાસેથી 23 હજાર કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે, આ પૈકી 70 ટકા સરકારી બેંકના છે

વોડાફોન અને આઈડિયાએ ઓગસ્ટ 2018માં જોડાણ કર્યું હતું. તે સમયે જીયોની આંધીમાં બન્ને 'માર્ક્ડ સેફ' થવાનું ઈચ્છતા હતા. કંપની તે સમયે બચી ગયેલી, પણ છેલ્લા ત્રણ વર્ષથી ધીમે ધીમે મરી રહી છે. મર્જર વખતે વોડાફોન આઈડિયાના 43 કરોડ સબ્સ્ક્રાઈબર્સ હતા, જે હવે 27 કરોડથી ઓછા થઈ ગયા છે. કંપનીનું દેવું રૂપિયા 1.80 લાખ કરોડ પહોંચી ગયું છે અને પ્રમોટર્સે હાથ ઊંચા કરી દીધા છે.

વોડાફોનની મુખ્ય કંપનીનું કહેવું છે કે તે હવે આમા કોઈ જ નવું મૂડી રોકાણ કરશે નહીં. તે આઈડિયાના માલિક કુમાર મંગલમ બિરલાએ પોતાનો હિસ્સો સરકારને આપી દેવાની ઓફર રજૂ કરી છે. આ સંજોગોમાં કંપનીના ભવિષ્યને લઈ અનેક પ્રશ્ન સર્જાયા છે.

વોડાફોનની પેરેન્ટ કંપનીનું કહેવું છે કે તેઓ હવે તેમા કોઈ નવું રોકાણ નહીં કરે. જ્યારે આઈડિયાના માલિક કુમાર મંગલમ બિરલાએ પોતાની હિસ્સેદારી સરકારને આપવાની ઓફર કરી છે. આ સંજોગોમાં કંપનીના ભવિષ્યને લઈ પણ પ્રશ્નાર્થ સર્જાયા છે.

અમે અહીં તમને માહિતી આપી રહ્યા છીએ કે જો વોડાફોન આઈડિયા બંધ થઈ જાય છે તો તેનાથી સરકારને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડશે? કંપનીના 27 કરોડ ગ્રાહક પાસે કયા વિકલ્પ રહેશે? જીયો અને એરટેલને આ સ્થિતિમાં કેટલો ફાયદો થશે?

વોડાફોન આઈડિયા બંધ થાય તો સરકારને કેટલું નુકસાન?
વોડાફોન આઈડિયા પાસે આશરે રૂપિયા 1.6 લાખ કરોડના સ્પેક્ટ્રમની ચુકવણી અને AGRની દેવાદારી છે. AGR એક રીતે લાઈસન્સિંગ ફી છે. તે ટેલિકોમ વિભાગ દ્વારા લેવામાં આવે છે. આ રકમ ડાયરેક્ટ સરકારને મળે છે. આ ઉપરાંત કંપનીએ બેંકો પાસેથી 23 હજાર કરોડ રૂપિયાની લોન લીધી છે. તેમા 70 ટકા સરકારી બેંકના છે. આ ઉપરાંત બેંકોએ કંપનીને હજારો કરોડ રૂપિયાની ગેરન્ટી આપી રાખી છે.

જો વોડાફોન આઈડિયા બંધ થાય તો સૌથી મોટું નુકસાન સરકારે સહન કરવું પડશે. કંપનીની નેટવર્થ નેગેટિવ છે. તેને લીધે રિકવરી ખૂબ જ મુશ્કેલ હોય છે. આ પ્રકારની સ્થિતિ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને એરસેલ બંધ થયા બાદ સર્જાઈ હતી.

વોડાફોન આઈડિયાના 27 કરોડ ગ્રાહકનું શુ થશે?
જો કંપની બંધ થાય છે તો તેનાથી અત્યારના ગ્રાહકોએ વધારે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે ઓછામાં ઓછા 30 દિવસની એડવાન્સ નોટિસ આપવામાં આવશે. આ સમય દરમિયાન ગ્રાહકો ઈચ્છે તો તમારા નંબરને અન્ય કંપનીમાં પોર્ટ કરાવી શકે છે અથવા નંબર બંધ કરાવી નવું કનેક્શન લઈ શકે છે.

નોટિસ સમય ગાળો પૂરો થયા બાદ તમામ ગ્રાહકોએ પોતાના કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. વર્ષ 2018માં જ્યારે એરસેલે પોતાની સર્વિસ બંધ કરી હતી તો સબ્સ્ક્રાઈબર્સે અન્ય ઓપરેટર શોધવા પડ્યા હતા. ટ્રઈઓએ તેને યૂનીક પોર્ટીંગ કોડ આપ્યો હતો, જેના મારફતે તેઓ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી પસંદ કરી શકતા હતા.

Vi બંધ થવાથી જિયો અને એરટેલને કેટલો ફાયદો?
વોડાફોન આઈડિયાના 27 કરોડ યુઝર્સમાં આશરે 2 કરોડ પોસ્ટપેડ યૂઝર્સ અને આશરે 25 કરોડ પ્રીપેડ યુઝર્સ છે. જો કંપની બંધ થાય છે તો તેના ગ્રાહક જીયો અને એરટેલમાં વહેચાઈ જશે. જીયોએ પોસ્ટપેડમાં વધારે વૃદ્ધિ નોંધાવી નથી, માટે એવું માનવામાં આવે છે કે વોડાફોન આઈડિયાના 90 ટકા પોસ્ટપેડ સબ્સ્ક્રાઈબર્સ એરટેલમાં જતા રહેશે.

બીજી બાજુ જિયોફોન નેક્સ્ટની લોંચિંગને લીધે આશરે 70 ટકા પ્રીપેડ સબ્સ્ક્રાઈબર્સ જીયો જોઈન કરી શકે તેવો અંદાજ છે. વોડાફોન આઈડિયાના પ્રીપેડ સબ્સ્ક્રાઈબર્સની સરેરાશ કમાણી રૂપિયા 109 છે અને પોસ્ટપેડ સબ્સ્ક્રાઈબર્સથી સરેરાશ કમાણી રૂપિયા 350 છે. આ દ્રષ્ટિએ એરટેલ અને જિયોની રેવેન્યૂમાં આશરે 20 હજાર કરોડનો વધારો થઈ શકે છે.

પોતાને બચાવવા માટે વોડાફોન આઈડિયા શું કરી રહ્યા છે?

  • કંપની AGRની યોગ્ય ગણતરી માટે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે.
  • કંપનીએ ઈક્વિટી અને ડેટાથી રૂપિયા 25 હજાર કરોડ એકત્રિત કરવા મંજૂરી ધરાવતા શેરધારકો પાસેથી લીધા છે.
  • કંપની પોતાની વધારાની જમીન અને ડેટા સેન્ટર્સ વેચીને રૂપિયા 3 હજાર કરોડ એકત્રિત કરવાની તૈયારી કરી રહી છે.
  • કંપનીનું રૂપિયા 6,800 કરોડનું ટેક્સ રિફંડ પેન્ડિંગ છે.
  • પેરેન્ટ કંપની વોડાફોન PLC તરફથી જૂન 2022માં રૂપિયા 6400 કરોડ મળ્યા છે.