ઓટો ટ્રેન્ડ:લૉ બેઝના કારણે વાહનોનાં રિટેલ વેચાણો વધ્યાં, પ્રિ-કોવિડ કરતાં હજી વેચાણ આંક નીચા: ફાડા

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિટેલ વેચાણમાં ગત મહિને વાર્ષિક ધોરણે આશરે 207%ની વૃદ્ધિ નોંધાઇ

દેશમાં વાહનોના રિટેલ વેચાણમાં ગત મહિને વાર્ષિક ધોરણે આશરે 207%નો વધારો થયો છે. વાહનોના તમામ સેગમેન્ટના વેચાણ વધ્યા છે. જો કે, છેલ્લા બે વર્ષમાં આ ઉછાળાનું મુખ્ય કારણ મે, 2020-21માં લોકડાઉન છે, જેના કારણે વેચાણમાં ઘટાડો થયો હતો. જેથી લો બેઝ ઈફેક્ટ જોવા મળી છે. \

કોવિડ પહેલાના વેચાણની સરખામણીમાં, કાર અને ટ્રેક્ટર સિવાય, બાકીના વાહનોના સેગમેન્ટમાં હજુ પણ ઘટાડો છે. 2019ની સરખામણીમાં કુલ વેચાણ લગભગ 10% ઘટ્યા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (FADA) અનુસાર, ટુ-વ્હીલર સેગમેન્ટમાં એપ્રિલની તુલનમાં મે 2022માં વેચાણમાં સુધારો જોવા મળ્યો છે. લો બેઝને કારણે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ પણ વધ્યું છે, પરંતુ લગભગ તમામ EV બ્રાન્ડના વાહનોમાં આગ લાગવાની ઘટનાઓએ ગ્રાહકોના મનમાં ડર પેદા કર્યો છે. આ સિવાય સપ્લાય ચેઈનની સમસ્યાને કારણે એપ્રિલની સરખામણીએ મે મહિનામાં ઈવી ટુ વ્હીલરના વેચાણમાં ઘટાડો થયો છે.

ઊંચી માંગને કારણે મે 2022માં કારના વેચાણ પ્રિ-કોવિડ સ્તર કરતાં વધ્યા છે. પુરવઠાની સમસ્યાને કારણે ડીલરો માંગને પહોંચી વળવામાં અસમર્થ છે. જેના કારણે વેઈટિંગ પિરિયડ વધી રહ્યો છે. પુરવઠો સામાન્ય થયા પછી પણ આ માંગ ચાલુ રહેવાની અપેક્ષા છે. ફાડા અનુસાર, સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ઘટાડાથી વાહનો, ખાસ કરીને ટુ-વ્હીલર્સના વેચાણમાં વધારો થવાની ધારણા છે.

આગામી સમયમાં ઓટો સેલ્સ વધશે
ઓટોમોબાઈલ્સના વેચાણોમાં મવાર્ષિક ધોરણે સારી વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ મે-2020 અને મે-2021માં લોકડાઉનના કારણે લો બેઝ ઈફેક્ટને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આગામી સમયમાં ઓટો સેલ્સ પ્રિ-કોવિડ કરતાં વધવાનો આશાવાદ છે. કાર અને ટ્રેક્ટરના વેચાણમાં વધારો થયો છે, પરંતુ ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને કોમર્શિયલ વાહનોનું વેચાણ હજુ પણ 10%થી ઓછું છે. > વિંકેશ ગુલાટી, પ્રમુખ, FADA

સેમીકંન્ડક્ટરની શોર્ટટેજ છતાં ટ્રેન્ડ સુધારાનો
રશિયા-યુક્રેન યુધ્ધ અને ચીનમાં કોરોનાના કારણે લોકડાઉનના માહોલ વચ્ચે વૈશ્વિક સ્તરે સેમીકંન્ડક્ટરની શોર્ટજ સર્જાઇ હતી છતાં છેલ્લા બે માસથી ઓટો સેક્ટરમાં ટ્રેન્ડ સુધારા તરફી જોવા મળ્યો છે. ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતોનું કહેવું છે કે સેમી કન્ડક્ટરમાં ભારત આત્મનિર્ભર તરફ પ્રયાણ સાધી રહ્યું છે જેના કારણે સેક્ટરને આગામી વર્ષોમાં ફાયદો મળશે.

અન્ય સમાચારો પણ છે...