તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહન બજારમાં ‘સેલ્ફ’ ના લાગ્યો:2020-21માં વાહનોનું રજિસ્ટ્રેશન 30 ટકા ઘટી 8 વર્ષના તળિયે: ફાડા

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીના કારણે નાણાકિય વર્ષ 2020-21માં ભારતમાં કુલ વાહનોના રજિસ્ટ્રેશન 29.85 ટકા ઘટીને 1,52,71,519 યુનિટ રહ્યાં છે. જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઓછા હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના અહેવાલમાં દર્શાવ્યું છે. 2019-20માં કુલ વાહનોની નોંધણી 2,17,68,502 એકમ રહી હતી.

નાણાકીય વર્ષ 21માં ટ્રેકટર સિવાયના તમામ કેટેગરીના વાહનોના વેચાણ-રજિસ્ટ્રેશન ઘટ્યાં હતા, જેમાં ટુ-વ્હીલર, થ્રી વ્હીલર, કમર્શિયલ વાહનો અને પેસેન્જર વ્હિકલ્સ (પીવી) અનુક્રમે 31.51 ટકા, 64.12 ટકા, 49.05 ટકા અને 13.6 ટકા ઘટ્યા હતા. છેલ્લા આઠ વર્ષમાં સૌથી નીચા રજિસ્ટ્રેશન હતા જે નાણાવર્ષ 2013ના સ્તરે પહોંચ્યા છે.

ગત નાણાકીય વર્ષમાં પેસેન્જર વાહનો (પીવી)ના રજિસ્ટ્રેશન 2386316 એકમ હતા, જે નાણાકીય વર્ષ 2020માં 2773514 એકમોની તુલનાએ 13.96 ટકાનો ઘટાડો દર્શાવે છે, જ્યારે ટુ-વ્હીલરના વાહનોમાં 11533336 એકમ હતા જે ગત વર્ષની તુલનાએ 31.5૧ ટકાનો ઘટાડો દર્શાવે છે. એપ્રિલ 2021 સુધી, એફએડીએએ જણાવ્યુ કે, એપ્રિલ 2020માં ભારત સંપૂર્ણ લોકડાઉન હેઠળ હતું અને એક પણ વાહન વેચી શકાયા ન હતા. જ્યારે માર્ચ મહિનાની તુલનામાં એપ્રિલ 2021 માં કુલ વાહનોની નોંધણી 28.15 ટકા ઘટીને 1649678 એકમોની સામે 11,85,374 એકમો રહી હતી.

પીવી રજિસ્ટ્રેશન એપ્રિલમાં 25.33 ટકા ઘટીને 2,08,883 યુનિટ્સ હતા જ્યારે આ વર્ષે માર્ચમાં 2,79,745 યુનિટ્સ હતા. જ્યારે 2W ના 27.63 ટકા ઘટીને 8,65,134 યુનિટ્સ રહ્યાં છે, જે અગાઉના મહિનાના 11,95,445 હતા. માર્ચમાં સીવી રજિસ્ટ્રેશન 67372 યુનિટની તુલનામાં એપ્રિલમાં સીવીની નોંધણી 51436 એકમ હતી જે 23.65 ટકાનો ઘટાડો દર્શાવે છે.ફાડાના પ્રમુખ વિંકેશ ગુલાટીએ કહ્યું કે કોવિડની બીજી લહેરથી દરેકના જીવનમાં કચવાટ સર્જાયો હોવાથી હાલમાં એક મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યું છે. આ વખતે ફેલાવો માત્ર શહેરી બજારો સુધી મર્યાદિત નથી પરંતુ તે પણ લીધો છે.

એકમાત્ર ટ્રેક્ટરના વેચાણ 16.11 ટકા વધ્યાં
કોરોના મહામારીમાં એગ્રી કલ્ચર સેક્ટરમાં પોઝીટવ ગ્રોથ રહ્યો હોવાથી એકમાત્ર ટ્રેક્ટરના વેચાણમાં વૃદ્ધિ રહી છે. નાણાકીય વર્ષ 21 માં થ્રી-વ્હીલર રજિસ્ટ્રેશન 64.12 ટકા ઘટીને 2,58,174 યુનિટ્સ રહ્યાં છે, જે નાણાકીય વર્ષ 20માં 7,19,594 ટકા હતા. જ્યારે સીવી રજીસ્ટ્રેશન 8,81,114 એકમની તુલનામાં 49.05 ટકાના ઘટાડા સાથે 4,48,914 યુનિટ્સ હતા. ટ્રેક્ટરના રજિસ્ટ્રેશન અગાઉના નાણાકીય વર્ષની તુલનાએ 16.11 ટકા વધીને 6,44,779 એકમ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...