સપ્તાહનો ખાસ ઇન્ટરવ્યૂ:પિતાની સંપત્તિમાં મૂલ્યવર્ધન આધુનિક રોકાણ દ્વારા સંભવઃ રાઘવ આયંગર

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આઘવ આયંગર, ચીફ બિઝનેસ ઓફિસર, એક્સિસ એએમસી - Divya Bhaskar
આઘવ આયંગર, ચીફ બિઝનેસ ઓફિસર, એક્સિસ એએમસી

દરેક માતા-પિતાની મહેચ્છા હોય છે તેમનાં સંતાનો તેમનાથી આગળ નિકળે, તેમની સંપત્તિનું સર્જન કરે... કોઇપણ વ્યક્તિના જીવનમાં વાલીપણું સૌથી જાદૂઇ સફર હોય છે. જોકે, આ સમૃદ્ધ અનુભવ સાથે ઘણી જવાબદારીઓ પણ આવે છે કારણકે વ્યક્તિએ તેમના બાળકનો ઉછેર અને કાળજી લેવાની હોય છે. એક પિતા તરીકે તમારા બાળક અને પરિવાર તમારી ઉપર શારીરિક અને ભાવનાત્મક રીતે ભરોસો કરે તે જરૂરી છે. ત્યારે સંપત્તિમાં મૂલ્યવર્ધન આધુનિક રોકાણ દ્વારા સંભવ બની શકે.

પેસિવ રણનીતિમાં રોકાણ કરવું જોઇએ– મહામારીની શરૂઆતથી પેસિવ ફંસે રોકાણકારો વચ્ચે જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ કરી છે. માર્કેટ-લિંક્ડ રિટર્ન, ટ્રેકિંગમાં ન્યૂનતમ ભૂલ, વૈવિધ્યકરણ અને પોર્ટફોલિયોની રચનામાં પારદર્શિતા જેવાં ઘણાં સકારાત્મક પરિબળોને કારણે રોકાણકારો પેસિવ પ્રોડક્ટ્સ તરફ નજર દોડાવી રહ્યાં છે. નિયામકે પણ તાજેતરના સમયમાં આ રણનીતિઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનો ઉદ્દેશ્ય ભારતીય રોકાણકારો વચ્ચે તેની સ્વિકાર્યતામાં હજૂ વધારો કરવાનો છે. પેસિવ રીતે મેનેજ થતાં ફંડ્સ વૈવિધ્યકરણ, પારદર્શિતા અને ઓછા-ખર્ચ સાથે રોકાણ ઓફર કરે છે, જે માતા-પિતા દ્વારા કરાતા રોકાણ માટે આદર્શ છે.

હાઇબ્રિડ ફંડ્સને ધ્યાનમાં લેવાંઃ જો કોઇ વ્યક્તિ પાછલા બે દાયકામાં વિવિધ એસેટ ક્લાસિસના પર્ફોર્મન્સ ઉપર નજર નાખે તો તેઓ જોશે કે કોઇપણ બે એસેટ ક્લાસિસ ચોક્કસ સમયે સમાન રીતે પર્ફોર્મ કરતી નથી. આથી જ રોકાણકારો માટે એસેટ એલોકેશન મહત્વપૂર્ણ પરિબળ બની જાય છે. જોકે, વિવિધ એસેટ ક્લાસિસની કામગીરી અંગે જાણકારી રાખવી, તમારા જોખમ અને ભંડોળ સાથે તેની સુસંગતતા સમજવી, એસેટ ક્લાસ મિક્સ નક્કી કરવું તથા તેને ટ્રેક કરવું સરળ નથી ત્યારે આ પરિસ્થિતિમાં હાઇબ્રિડ ફંડ્સ રોકાણકારોને ખૂબજ મદદરૂપ બને છે.

ડેટ ફંડ્સની અવગણના કરશો નહીંઃ ઘણાં રોકાણકારોના મનમાં ડેટ ફંડ્સ વિશે ગેરમાન્યતા અથવા ભય પ્રવર્તતો હોય છે. જોકે, આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમારા વધારાના નાણાના રોકાણ તથા આવકની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેનો આદર્શ વિકલ્પ બની શકે છે. ડેટ ફંડ્સમાં રોકાણ કરવા ઇચ્છુક રોકાણકારો ઓછી મુદ્દતના પ્રોફાઇલ ધરાવતા સેગમેન્ટ્સ તરફ નજર દોડાવી શકે છે તેમજ6-12 મહિનાના માટે ધીમે-ધીમે વધતા વ્યાજદરો સાથેનો વ્યૂહ અપનાવી શકે છે.

ગોલ્ડ ઇટીએફઃ ફિઝિકલ ગોલ્ડની લોકપ્રિયતા હજૂપણ વધુ છે ત્યારે ગ્રાહકો ઇટીએફ દ્વારા પણ સોનામાં રોકાણનો વિકલ્પ અપનાવી શકે છે. પોર્ટફિલોયમાં ઇક્વિટી અથવા ડેટની વધઘટ સાથે સોનાનો સંબંધ ખૂબજ ઓછો હોવા છતાં ગોલ્ડ ઇટીએફમાં વૈવિધ્યકરણ દ્વારા રોકાણકાર વિવિધ માર્કેટ સાઇકલનો લાભ લેવા મજબૂત પોર્ટફિલોયોની રચના કરી શકે છે.

રોકાણ મુદ્દે પરંપરાગત વિકલ્પ માંથી બહાર આવવું જ રહ્યું?
પરંપરાગત રીતે માતા-પિતા કોઇપણ સંભવિત નાણાકીય જરૂરિયાતો સામે સુરક્ષા માટે રિયલ એસ્ટેટ, ફિઝિકલ ગોલ્ડ અથવા સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આજે નાણાકીય વિશ્વ આધુનિક માતા-પિતાને સંખ્યાબંધ વિકલ્પો ઓફર કરે છે. મ્યુચ્યુઅલ ફંડ લેન્ડસ્કેપ મૂડી સર્જન તથા લાંબાગાળે વાજબી વળતર કમાવવા ઇચ્છુક આધુનિક માતા-પિતાને વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં સંપત્તિ સર્જનની સંખ્યાબંધ તકો ઓફર કરે છે.

અન્ય સમાચારો પણ છે...