તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • US Stimulus Package, Dollar Breaks, Silver Record 7,500 Bounces 72,000, Gold Tops 57,000

તોફાની તેજી:USનું સ્ટિમ્યુલસ પેકેજ, ડોલર તૂટતા ચાંદી વિક્રમી 7,500 ઉછળી 72 હજાર, સોનું 57 હજારની ટોચે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંદી- ફાઇલ તસવીર. - Divya Bhaskar
ચાંદી- ફાઇલ તસવીર.
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 27 ડોલર, સોનું 2050 ડોલર ક્રોસ

બૂલિયન માર્કેટમાં સોના કરતા ચાંદીએ ઝડપી ચમક મેળવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સિલ્વર માઇનિંગ ઠપ હોવાથી અને રોકાણકારો-હેજફંડોની આક્રમક ખરીદીના સથવારે ચાંદી 27 ડોલરની સપાટી કુદાવતા અમદાવાદ ખાતે આજે વિક્રમી એક દિવસીય 7500 ઉછળી 72000ની સપાટી પર પહોંચી છે. અગાઉ અમદાવાદમાં ચાંદી 25 એપ્રિલ 2011ના રોજ 74500 પહોંચી હતી. રેકોર્ડ સપાટીથી હજુ 2500 દૂર છે જે આગામી એકાદ સપ્તાહમાં ઓલટાઇમ હાઇ પહોંચે તેવા સંકેતો છે. ચાંદીની પાછળ સોનામાં પણ તેજીનો ટ્રેન્ડ રહ્યો છે. વૈશ્વિક સોનું 2050 ડોલર કુદાવતા અમદાવાદ ખાતે 1400ના ઉછાળા સાથે રૂ.57000ની સપાટી ક્રોસ કરી 57100ની નવી ઉંચી સપાટી પર પહોંચ્યું છે.

કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત, અમેરિકા દ્વારા બીજા મોટા સ્ટીમ્યુલસ પકેજની જાહેરાતના અહેવાલ અને ડોલર ઇન્ડેક્સમાં ઝડપી ઘટાડો થતા તેજીને વેગ મળ્યો છે. સોનું રેકોર્ડ સપાટી પર પહોંચતા રોકાણકારો ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં HNI ઇન્વેસ્ટર, હેજફંડની આક્રમક ખરીદીના કારણે એક તરફી તેજી જોવા મળી છે. તેજીમાં હાજરમાં રોકાણકારો-જ્વેલરીની માગ અટકી, વાયદામાં વોલ્યુમ વધ્યાં છે.

વર્ષાન્તે ચાંદી 80000, સોનું 60000 કુદાવશે
બીડી જ્વેલર્સના અશોક ચોક્સીએ જણાવ્યું કે, સોના-ચાંદી માટે 2020નું વર્ષ તેજીમય સાબીત થશે. વર્ષાન્ત સુધીમાં ચાંદી સ્થાનિક બજારમાં 80000 જ્યારે સોનું 60000ની સપાટી કુદાવે તેવા સંકેતો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2150 ડોલર જ્યારે ચાંદી 29-30 ડોલર સુધી પહોંચી શકે છે. ચાંદીમાં તોફાની તેજીના કારણે હાજર બજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી છે. ચાંદી કેશ અને બીલમાં ભાવ તફાવત વધી રૂ.4000 થયો છે.

મુખ્ય ત્રણ શહેરોની મૂવમેન્ટ

શહેરસોનુવધારોચાંદીવધારો
અમદાવાદ571001400720007500
દિલ્હી561811365727625972
મુંબઇ544001100715006450
અન્ય સમાચારો પણ છે...