કડાકાના એંધાણ:US ફેડના વ્યાજદરમાં 28 વર્ષનો સૌથી મોટો 75 પોઇન્ટનો વધારો

વોશિંગ્ટન21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે શેરબજારોમાં મોટા કડાકાની આશંકા

અમેરિકી ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજદરોમાં 75 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. અમેરિકામાં ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષમાં સર્વાધિક છે. ફુગાવા પર નિયંત્રણ મેળવવા માટે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજમાં 75 બેસિસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 1994 બાદ ફેડના વ્યાજમાં આ સૌથી મોટો વધારો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ નિષ્ણાંતોએ ફેડના વ્યાજદરમાં 75 પોઇન્ટનો વધારો થાય એવી 65 ટકા શક્યતા હોવાનું જણાવ્યું હતું. ભારતમાં રિટેલ અને જથ્થાબંધ ફુગાવાનો દર હજુપણ ઊંચો છે ત્યારે ફેડના વ્યાજદરમાં વધારાને પગલે માર્કેટ પર નકારાત્મક અસર પડવાની શક્યતા વધી છે. વ્યાજદરોમાં વધારાને પગલે આર્થિક વિકાસ ધીમો પડશે એવી શક્યતાને પગલે રોકાણકારો શેરબજારમાંથી મૂડી પાછી ખેંચશે. ફેડના વ્યાજમાં વધારાની અસર લાખો અમેરિકનો પર પડશે.

તેના કારણે લોન વધુ મોંઘી થશે અને આર્થિક વિકાસ ધીમો પડશે. અગાઉ અમેરિકી નિષ્ણાંતોએ ફેડના વ્યાજમાં 50 પોઇન્ટનો વધારો શક્ય છે એમ જણાવ્યું હતું. યુએસ ફેડે અગાઉ ચાલુ વર્ષે ફુગાવાના દરમાં ઘટાડો થવાની શક્યતા નકારી હતી. જ્યારે બેરોજગારીનો દર 3.7 ટકા વધશે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

શેરબજારમાં મોટાપાયે વેચવાલીની શક્યતા
દુનિયાભરના શેરબજારો અને નિષ્ણાંતોની નજર ફેડના વ્યાજદરો પર હતી. જેમાં અસામાન્ય વધારો કરવામાં આવતા ગુરુવારે ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં મોટાપાયે વેચવાલી થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...