અમેરિકાની બે મોટી બેન્કોની તાજેતરની નાદારીથી ભારતીય બેન્કોને કોઈ અસર નહીં થાય તેવું અનુમાન વિશ્વભરના બેન્કિંગ નિષ્ણાતો અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ કંપની જેફરીઝ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની મેક્વેરીએ આ વાત કહી છે. તેઓએ નિર્દેશ કર્યો હતો કે બેન્કો ઘરેલું ડિપોઝીટ્સ પર નિર્ભરતા, સરકારી બોન્ડમાં રોકાણ અને પર્યાપ્ત લિક્વિડીટીના કારણે ભારતીય બેંકો મજબૂત સ્થિતિમાં છે.
કેટલાક મહિનાઓથી ભારતીય બેંકો વિદેશી બેંકો કરતા વધુ સારી કામગીરી કરી રહી છે. જેફરીઝના જણાવ્યા અનુસાર બોન્ડના ભાવમાં ઘટાડાથી ખાનગી બેંકોની માત્ર 6% મૂડીને અસર થશે. સરકારી બેંકો પર પણ તેની અસર માત્ર 15% જ રહેશે. મોટાભાગની ભારતીય બેંકોએ તેમની સંપત્તિના માત્ર 22-28% સિક્યોરિટીઝમાં રોકાણ કર્યું છે. સરકારી બોન્ડ્સ બેંકોના સિક્યોરિટીઝ રોકાણમાં 80% હિસ્સો ધરાવે છે. મોટાભાગની બેંકો આમાંથી 72-78% પાકતી મુદત સુધી રાખે છે. આનો અર્થ એ છે કે તેમની કિંમતોમાં ઘટાડો આ રોકાણને અસર કરશે નહીં.
શા માટે ભારતીય બેંકો વિદેશી બેન્કો કરતા વધુ મજબૂત છે?
1. ભારતીય બેંકોમાં મોટાભાગની ડિપોઝીટ્સ ઘરગથ્થુ બચતમાંથી આવે છે જે લાંબા સમય સુધી સંચિત
થાય છે.
2. બેંક ડિપોઝીટ્સમાં કોર્પોરેટ થાપણોનો સરેરાશ હિસ્સો માત્ર 22% છે, જ્યારે સ્થાનિક ડિપોઝીટ્સનો હિસ્સો 63% છે.
3. ભારતીય બેંકોની બોન્ડ્સ પર નિર્ભરતા ઘણી ઓછી છે, આમાંનું મોટા ભાગનું રોકાણ સરકારી બોન્ડ્સમાં પણ છે.
4. કેટલાક સમયથી શેરબજારમાં ઘટાડા છતાં બેંકોના શેર સારો દેખાવ કરી રહ્યા છે.
ભા. બેન્કોએ જેફરીઝની SVB ટેસ્ટ પાસ કરી
જેફરીઝના અહેવાલ અનુસાર ભારતમાં મોટાભાગની જાહેર અને ખાનગી બેંકોએ તેની સિલિકોન વેલી બેંક (SVB) કસોટી પાસ કરી છે. આ હેઠળ બેન્કોની ડિપોઝીટ્સની ગુણવત્તા સાથે, પાકતી મુદત સુધી બેંકોમાં જમા કરવામાં આવેલા બોન્ડ પર માર્ક-ટુ-માર્કેટ નુકસાનની અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેફરીઝના મતે ભારતીય બેંકો પાસે લાંબા ગાળાની ઉચ્ચ ગુણવત્તાની ડિપોઝીટ્સ છે. ઉપરાંત બોન્ડ્સ પર તેમની નિર્ભરતા ઓછી છે.
પરિસ્થિતિ 2008-09 જેવી નથી
શેરબજારના ઐતિહાસિક ડેટા દર્શાવે છે કે 2008-09ની વૈશ્વિક નાણાકીય કટોકટીમાં BSEનો બેન્કેક્સ 72% તૂટી ગયો હતો. પરંતુ 2010 સુધીમાં તે માત્ર 18 મહિનામાં 4 ગણો વધીને 15108 સુધી પહોંચી ગયો હતો. અગાઉ 2009માં તે ઘટીને 3,599 પર આવી ગયો હતો. તેની સરખામણીમાં બેન્કેક્સ છેલ્લા બે દિવસમાં માત્ર 5% ઘટ્યો છે, જ્યારે અમેરિકન બેન્કોના શેર 70% ઘટ્યા છે. મંગળવારે બેન્ક શેરમાં નજીવો ઘટાડો થયો હતો. પરંતુ તેની સામે અમુક બેન્કોના શેર્સમાં ટોન મજબૂત જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.