તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • This Month Will Be The Most Successful After March 2018, There May Be Four IPOs Worth Rs 7,000 Crore; Two Issues Will Open On September 21st

રોકાણની અસર:માર્ચ 2018 પછી આ મહિનો રહેશે સૌથી સફળ, આવી શકે છે 7,000 કરોડ રૂપિયાના ચાર IPO; 21 સપ્ટેમ્બરે ખૂલશે બે ઈસ્યુ

મુંબઈ10 મહિનો પહેલાલેખક: અજિત સિંહ
માર્ચ 2019માં IPOએ લગભગ 5,000 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. - Divya Bhaskar
માર્ચ 2019માં IPOએ લગભગ 5,000 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા.
  • માર્ચ 2018માં કુલ 8000 કરોડ રૂપિયાના IPO આવ્યા હતા અને આ મહિને બે IPO આવી ચૂક્યા છે, જ્યારે બાકીના પાંચ 15 દિવસમાં આવી શકે છે
  • 21 સપ્ટેમ્બરે કેમ્સ, કેમકાન સ્પેશિયાલિટીનો IPO ખૂલશે, એ પછી UTI, એન્જલ બ્રોકિંગ અને મજાગાંવ પોસ્ટનો IPO આવી શકે છે

IPO માટે સપ્ટેમ્બર મહિનો અઢી વર્ષ પછી સૌથી સફળ મહિનો રહેવાનો છે. આ મહિનામાં કુલ 5 IPO આવવાના છે, જ્યારે બે IPO પહેલાં જ આવી ચૂક્યા છે. આમ, આ મહિને કુલ 8000 કરોડ રૂપિયાથી વધુના IPO આવશે. આ પહેલાં માર્ચ 2018માં 8000 કરોડ રૂપિયાના IPO આવ્યા હતા.

કેમ્સ 2,200થી 2,400 કરોડ એકત્રિત કરી શકે છે
આંકડાઓના જણાવ્યા મુજબ, મ્યુચ્યુઅલ ફંડ માટે સેવા આપનારી કેમ્સ અને કેમકાન સ્પેશિયાલિટીનો IPO 21 સપ્ટેમ્બરે ખૂલશે. કેમ્સ આ IPOથી લગભગ 2400 કરોડ રૂપિયા, જયારે કેમકાન 400 કરોડ રૂપિયા એકત્રિત કરશે. આ રીતે સપ્ટેમ્બરના અંત સુધીમાં મજગામ પોસ્ટનો IPO આવશે. આ સરકારી કંપની છે. આ IPOથી 500 કરોડ રૂપિયા એકત્રિત કરવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે.

UTIનો 3000 કરોડનો IPO
સપ્ટેમ્બરના અંતમાં UTI મ્યુચ્યુઅલ ફંડ પણ IPO લાવવાનું વિચારી રહી છે. તે લગભગ 3 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરશે, જ્યારે એન્જલ બ્રોકિંગ IPO દ્વારા 500 કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કેમ્સ રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટનું કામ કરે છે. તેના મૂલ્યની સીમા 1100-1200 રૂપિયા હોઈ શકે છે. આ IPOથી કેમ્સને કોઈ પૈસા મળશે નહિ, કારણ કે આ ઓફર ફોર સેલ છે. આ અંતર્ગત NSE તેનો 37 ટકા હિસ્સો વેચશે. NSE સિવાય પણ બાકીના હિસ્સેદારો તેમના શેર વેચશે. આ રીતે સંપૂર્ણ પૈસા આ હિસ્સેદારોને જશે.

હેપીએસ્ટ અને રૂટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો
આ રીતે સપ્ટેમ્બરમાં હાલ કુલ 5 આઈપીઓ આવવાના છે, જ્યારે બે IPO પહેલાં જ આવી ચૂક્યા છે. એમાં હેપીએસ્ટ માઈન્ડે 700 કરોડ અને રૂટ મોબાઈલે 600 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. આ બંને IPO ખૂબ સફળ રહ્યા છે. હેપીએસ્ટે તો 150 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન પ્રાપ્ત કર્યું છે. રૂટ મોબાઈલનો IPO 73 ગણો સબસ્ક્રાઈબ થયો 0તો.

આવનારા IPOને મળશે સારા સબસ્ક્રિપ્શન
એનાલિસ્ટોના જણાવ્યા મુજબ, આવનારા IPOમાં પણ આ રીતે રેકોર્ડ સબસ્ક્રિપ્શન જોવા મળી શકે છે, કારણ કે તમામનું બિઝનેસ મોડલ ખૂબ જ સારાં છે. UTI આઠમી સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની છે. કેમ્સ તેના સેકટરમાં એકમાત્ર કંપની છે. ઉલ્લેખનીય છે છેલ્લા એક વર્ષમાં IPOનું બજાર ખૂબ જ સુસ્ત રહ્યું છે. માર્ચ સુધીમાં તો એકમાત્ર SBI કાર્ડનો IPO આવ્યો હતો.

એપ્રિલ, મે, જૂન સંપૂર્ણ રીતે ડ્રાય રહ્યા
એપ્રિલ, મે, જૂન સુધી IPO બજાર સંપૂર્ણ રીતે ડ્રાય રહ્યું. એકમાત્ર રોસારી બાયોટેકનો IPO ચાલુ નાણાકીય વર્ષમાં આવ્યો. એ પછી એક માઈન્ડ સ્પેસ રિટ અને પછી આ મહિને બે IPO આવ્યા. આંકડાઓ જણાવે છે કે સફળ મહિનાઓમાં જુલાઈ 2018માં કુલ બે IPO આવ્યા અને તેણે 3900 કરોડ રૂપિયા એકત્રિત કર્યા. માર્ચ 2019માં બે IPOએ લગભગ 5000 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી. એપ્રિલ 2019માં મેટ્રોપોલિસ, પોલિકેબી અને રેલ વિકાસ નિગમે મળીને 3000 કરોડ રૂપિયા IPOથી એકત્રિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...