તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPO રિટર્ન:છેલ્લા 3 વર્ષમાં નેગેટીવ લિસ્ટેડ થયા પછી 50 % IPOમાં 250 % સુધી રિટર્ન

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સેકેન્ડરી માર્કેટની આગઝરતી તેજીની અસર પ્રાઈમરી માર્કેટમાં જોવા મળી રહી છે. છેલ્લા 3 વર્ષમાં યોજાયેલા આઈપીઓમાંથી નેગેટીવ લિસ્ટિંગ કરાવનારા કુલ આઈપીઓમાંથી 50 ટકા આઈપીઓ હાલ 250 ટકા સુધી રિટર્ન આપી રહ્યા છે. 2018થી અત્યારસુધીમાં કુલ 52 આઈપીઓ મારફત રૂ. 68,282.72 કરોડનુ ફંડ માર્કેટમાંથી એકત્ર કરવામાં આવ્યુ છે. જેમાંથી 20 આઈપીઓનુ નેગેટીવ લિસ્ટિંગ થયુ હતું.

જો કે, હાલ તે પૈકી 9 આઈપીઓમાં 35 ટકાથી 250 ટકા સુધી પોઝિટીવ રિટર્ન છૂટી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, 2019માં લિસ્ટેડ ઝેલ્પમોક ડિઝાઈન એન્ડ ટેક્. લિ વાર્ષિક ધોરણે નેગેટીવ ટ્રેડેડ રહ્યો હતો. તે હાલ ઈશ્યૂ પ્રાઈસ 66 સામે 243.1 બંધ સાથે 268.33 ટકા રિટર્ન આપી રહ્યો છે. અન્ય 10 આઈપીઓ સરેરાશ 27 ટકા નેગેટીવ ટ્રેડેડ થઈ રહ્યા છે. સ્ટર્લિંગ એન્ડ વિલસન પાવર 69 ટકા નેગેટીવ રિટર્ન આપવામાં મોખરે રહ્યો છે.

બર્ગરકિંગ: 157 ગણા સાથે સૌથી વધુ સબસ્ક્રાઈબ થનારો આઈપીઓ
બર્ગરકિંગનો આઈપીઓ સબસ્ક્રિપ્શનના અંતિમ દિવસે બમણી સ્પીડે ભરાયો હતો. રિટેલ 68.15ગણા સાથે કુલ 156.65 ગણી એપ્લિકેશન મળી છે. આ સાથે બીજો સૌથી વધુ સબસ્ક્રાઈબ થનારો આઈપીઓ બન્યો છે. ક્યુઆઈબી પોર્શન 86.64ગણો, એનઆઈઆઈ 354.11ગણો ભરાયો હતો. રૂ. 810 કરોડની ઈશ્યૂ સાઈઝ ધરાવતા આઈપીઓની પ્રાઈસ બેન્ડ 60 હતી. IPOનુ એલોટમેન્ટ 9 ડિસેમ્બરે રોજ થશે. લિસ્ટિંગ 14 ડિસેમ્બરે યોજાશે.

છેલ્લા 3 વર્ષમાં નેગેટીવ લિસ્ટેડ IPOમાં રિટર્ન

આઈપીઓઈશ્યૂ પ્રાઈસલિસ્ટિંગ તફાવતબંધરિટર્ન
ઝેલ્પમોક66-9.32243.1268
આવાસ ફાઈ.821-5.831660.4102
ક્રેડિટ એક્સેસ422-0.28795.189
ગાર્ડન રિચ118-10.93196.867
પ્રિન્સ પાઈપ્સ178-6.4265.1549
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો