શેરબજાર / સતત 9 દિવસના ધોવાણ બાદ આજે માર્કેટમાં રિકવરી, સેન્સેક્સ 228 અંકના વધારા સાથે 37,319 પર બંધ

Divyabhaskar.com

May 14, 2019, 04:42 PM IST
Up-Down trend in market before election results, 9 days after market recovery

  • યુએસ-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના પગલે સતત 9 દિવસ સુધી ભારતીય શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો
  • રોકાણકારોને 8.53 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું, નિફ્ટી વર્ષ 2011 બાદ પ્રથમ વખત 1.2 ટકા ઘટ્યો

મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામોની અનિશ્ચિતતા પહેલા માર્કેટમાં અપ-ડાઉનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુએસ-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના પગલે સતત 9 દિવસના ધોવાણ બાદ આજે 10માં દિવસે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ 227 અંકના વધારા સાથે 37,318 પર બંધ રહ્યો હતો. જયારે નિફ્ટી 73 અંક વધીને 11,222 પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે નિફ્ટી વર્ષ 2011 બાદ પ્રથમ વખત 1.2 ટકા ઘટીને 11,148ની સપાટીએ બંધ રહ્યો હતો.

મંગળવારે બજારની શરૂઆત સાધારણ વધારા સાથે થયા બાદ થોડી જ વારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 56 અંક ઉપર 37,146.58 પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન તે ઘટીને 135 અંક નીચે આવી ગયો. તે 36,956.10ના નીચેના સ્તરે અને 37,234ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીની શરૂઆત 3 અંકના વધારા સાથે 11,151.65 પર થઈ. કારોબાર દરમિયાન તે 40 અંક ઘટીને 11,108.30 પર આવી ગયો હતો.

રોકાણકારોને 8.53 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું

શેરબજારમાં ઘટાડાનું આજે 10મું સેશન છે. છેલ્લા 9 સેશન(26 એપ્રિલ-13 મે)માં સેન્સેક્સને 1,914 અંકનું નુકસાન થયું. તેનાથી રોકાણકારોને 8.53 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોર અને દેશમાં લોકસભા ચૂંટણીને લઈને અનિશ્ચિતતાઓના માહોલના કારણે વેચાણ થઈ રહ્યું છે.

રૂપિયો 9 પૈસા મજબૂત થયો

ડોલરની સરખામણીમાં રૂપિયો 70.43 પર ખુલ્યો. સોમવારે 59 પૈસા ઘટીને 70.51 રૂપિયા પર બંધ થયો હતો. ફોેરેક્સ ડિલર્સના જણાવ્યા પ્રમાણે વિદેશી રોકાણકારોના વેચાણ, ક્રુડની કિંમતોમાં તેજી અને અમેરિકા-ચીનની વચ્ચેના ટ્રેડ વોરના કારણે રૂપિયા પર દબાણ છે.

જેટનો શેર એનએસઈ પર 121 રૂપિયા સુધી ઘટ્યો

એનએસઈ પર જેટ એરવેઝનો શેર 13 ટકા ઘટીને 121 રૂપિયા પર આવી ગયો. એરલાઈને સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે કે ડિપ્યુટી સીઈઓ અને સીએફઓ અમિત અગ્રવાલે વ્યક્તિગત કારણોસર સોમવારે રાજીનામું આપ્યું હતું.

ટાટા સ્ટીલના શેરમાં 1.5% ઘટાડો

સેન્સેક્સના 30માંથી 20 અને નિફ્ટીના 50માંથી 32 શેર નુકસાનમાં રહ્યાં હતા. ટાટા સ્ટીલ અને ઓએનજીસીના શેર 1.5-1.5 ટકા ઘટ્યા હતા. એચસીએલ ટેક અને ઈન્ફોસિસના શેરમાં 1.1 ટકા ઘટાડો આવ્યો.

સન ફાર્માના શેરમાં 4 ટકા ઉછાળો

સનફાર્મા, વેદાંતા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈટીસીના શેરમાં ખરીદી થઈ રહી છે. કારોબાર દરમિયાન સન ફાર્મામાં 4 ટકા અને વેદાંતામાં 2.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

X
Up-Down trend in market before election results, 9 days after market recovery
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી