તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Unlisted Shares Rise 150% In A Year And A Half, Reliance Retail 143%, HDB Fi. Increased By 450 Per Cent

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPO:દોઢ વર્ષમાં અનલિસ્ટેડ શેર્સમાં 150% સુધી ઉછાળો, રિલાયન્સ રિટેલ 143 ટકા, એચડીબી ફાઈ. 450 ટકા વધ્યો

અમદાવાદએક મહિનો પહેલાલેખક: બિજલ નવલખા
 • કૉપી લિંક

એનએસઇ,એચડીબી ફાઇનાન્સિયલ, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક, રિલાયન્સ રિટેલ સહિતની સંખ્યાબંધ બ્લૂચીપ કંપનીઓના આઇપીઓ પાઇપલાનમાં છે. પરંતુ તેમના અનલિસ્ટેડ શેર્સ અત્યારથી લાઇમલાઇટમાં છે. ઇશ્યૂ પૂર્વે આવી કંપનીઓના શેર્સમાં 50થી 450 ટકા સુધીના પ્રિમિયમ બોલાઇ રહ્યા છે. અનલિસ્ટેડ શેર્સ માર્કેટમાં ટૂંકસમયમાં આઈપીઓ લાવનારી કંપનીના શેર્સ ખરીદવા માટે રોકાણકારોમાં ભારે આકર્ષણ રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન એનએસઇમાં 60 ટકા અને એચડીબી ફાઈનાન્સિયલમાં 450 ટકા પ્રિમિયમ વૃદ્ધિ થયેલી જોવા મળી છે.

રિલાયન્સ રિટેલ સહિતના અનલિસ્ટેડ શેર્સ દોઢ વર્ષમાં સરેરાશ 150 ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડેડ થઈ રહ્યા છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આઈપીઓ લાવનારી કંપનીઓના અનલિસ્ટેડ શેર્સની માગ વધતા ભાવ આસમાને પહોંચ્યા છે. બીજુ સેન્સેક્સ છેલ્લા કેટલાક મહિનાથી તેજી સાથે સતત નવી સપાટીએ સ્પર્શી રહ્યો છે. જેથી રોકાણકારોને આશા છે કે, આગામી સમયમાં આઇપીઓ થ્રૂ લિસ્ટેડ થનારા આ શેર્સ બમણાથી વધુ રિટર્ન અપાવશે. જો કે, લિસ્ટેડ શેર્સ કરતાં પણ સૌથી વધુ જોખમ અનલિસ્ટેડ શેર્સમાં રહેલુ હોય છે.

તેથી નિષ્ણાતો રોકાણકારોને લોકપ્રિયતા નહીં પરંતુ પ્રાઈસ ફેક્ટરના આધારે રોકાણ કરવા સલાહ આપે છે. યુટીઆઈ એએમસી લિસ્ટેડ થયો તેના દોઢ વર્ષ પહેલાં 900થી 1000ના ભાવે લોકો અનલિસ્ટેડ શેર્સ ખરીદ્યા હતા. પરંતુ આઈપીઓની ઈશ્યૂ પ્રાઈસ અડધી (554) થઈ હતી. સાથે 14 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને નિરાશ કર્યા હતા. અન્ય ઘણા IPOમાં આ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી હતી.

ક્વોલિટી અને પ્રાઈસ ફેક્ટરને ધ્યાનમાં રાખી આવા શેર્સમાં રોકાણ કરવું હિતાવહ
અનલિસ્ટેડ શેર્સમાં અનિશ્ચિતતાઓ વધુ હોવાથી રોકાણકારે ફેન્સીના આધારે નહીં પરંતુ ફંડામેન્ટલ્સ, ક્વોલિટી અને પ્રાઈસ ફેક્ટર્સને ધ્યાનમાં રાખી રોકાણ કરવુ જોઈએ. ઘણી વખત ઉંચા ભાવે ખરીદેલા અનલિસ્ટેડ શેર્સ પર લિસ્ટિંગ દરમિયાન ગોળો અને ગોફણ બંને ગુમાવવા પડે છે. - જયદેવસિંહ ચુડાસમા, ઈન્વેસ્ટર પોઈન્ટ

અનલિસ્ટેડ શેર્સમાં રોકાણકારોની ફેન્સી: દોઢ વર્ષમાં પ્રીમિયમ તગડું

અનલિસ્ટેડ શેર્સપ્રિમિયમસપ્ટે-19તફાવત

#ERROR!

એચડીબી ફાઈ.935170765450
રિલાયન્સ રિટેલ1460600860143
એનએસઈ1600100060060
સ્ટડ્સ115573042558
ફિનો પોલિટેક1191001919
મરીનો ઈન્ડ.2025179023513
સુર્યોદય એસએફબી3182883010
હીરો ફિનકોર્પ935895405
ભારત હોટલ25024552

ફેન્સી જતાં પ્રિમિયમ પણ ઘટ્યા

ઉત્કર્ષ કોરઈન્વેસ્ટ195333-138-42
પેટીએમ955016000-6450-40
તાતા ટેક્નો15001540-40-3

​​​​​​​પાઇપલાઇનમાં રહેલા IPO

કલ્યાણ જ્વેલર્સ, નઝારા ટેક્નોલોજીસ, એચડીબી ફાઈ., સુર્યોદય સ્મોલ ફાઈ. બેન્ક, SBI હોમ ફાઈ., બાર્બીક્યુ નેશન, લક્ષ્મી ઓર્ગેનિક્સ, ESAF વગેરે…

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો