• Gujarati News
  • Business
  • Universal Softening In Gold silver, Crude Oil Futures Prices: Cotton, CPO, Mentha Rise In Agricultural Commodities

કોમોડિટી કરંટ:સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ: કૃષિ કોમોડિટીઝમાં કોટન, સીપીઓ, મેન્થામાં વૃદ્ધિ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બુલડેક્સમાં સાંજે 5 સુધીમાં 144.30 કરોડનાં 1778 લોટ્સનું વોલ્યુમ નોંધાયુ હતું

વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૫૦,૪૧૬ સોદામાં રૂ. ૧૫,૭૧૩.૮૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદા અને બુલિયન ઈન્ડેક્સ-બુલડેક્સ વાયદાનો હિસ્સો રૂ.૧૫,૨૭૮.૮૩ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. ૪૩૫.૦૪ કરોડનો રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો. માત્ર ગોલ્ડ-ગિની અને ગોલ્ડ-પેટલનો વાયદો વધી આવ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટન, સીપીઓ અને મેન્થા તેલમાં વૃદ્ધિ સામે કપાસ ઢીલું રહ્યું હતું.

દરમિયાન, એમસીએક્સ પર તાજેતરમાં લોન્ચ થયેલો બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૧૬,૨૨૦ ખૂલી, ઊપરમાં ૧૬,૩૨૩ અને નીચામાં ૧૬,૧૧૨ના મથાળે અથડાઈ ૨૧૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૦૫ પોઈન્ટ ઘટી ૧૬,૧૭૬ના સ્તરે સાંજે પાંચ વાગ્યે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.૧૪૪.૩૦ કરોડનાં ૧૭૭૮ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ ૫૪૬ લોટ્સના સ્તરે હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૬૭૫૨૩ સોદાઓમાં રૂ. ૯૭૬૩.૭૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૬૦૧ ખૂલી, ઊપરમાં રૂ. ૫૧૮૪૫ અને નીચામાં રૂ. ૫૧૨૭૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૪૧ ઘટીને રૂ. ૫૧૩૩૮ બંધ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૬૭૦૯ ખૂલી, ઊપરમાં રૂ. ૬૭૭૯૪ અને નીચામાં રૂ. ૬૬૩૮૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૯૬૬ ઘટીને રૂ. ૬૬૫૬૩ બંધ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૬૮૭૦ સોદાઓમાં રૂ. ૨૩૬૨.૯૫ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૩૨૧૫ ખૂલી, ઊપરમાં રૂ. ૩૨૩૪ અને નીચામાં રૂ. ૩૧૮૩ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૪ ઘટીને રૂ. ૩૧૯૧ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૧૭૬૮ સોદાઓમાં કુલ રૂ. ૧૫૯.૦૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓગસ્ટ વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૬૯૧૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૩૫૦ અને નીચામાં રૂ. ૧૬૮૭૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮૦ વધીને રૂ. ૧૭૩૧૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૫૪.૧ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨ વધીને બંધમાં રૂ. ૭૫૫.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ. ૯૯૧ ખૂલી, ઊપરમાં રૂ. ૯૯૧ અને નીચામાં રૂ. ૯૯૧ રહી, અંતે રૂ. ૯૯૧ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૩૭ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૩૮ અને નીચામાં રૂ. ૧૦૩૧.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪.૫૦ ઘટીને રૂ. ૧૦૩૩ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૫૭૬૨ સોદાઓમાં કુલ રૂ. ૪૭૨૪.૭૪ કરોડ ની કીમતનાં ૯૧૬૯.૮૭૮ કિલોના કામકાજ થયા હતા.

કોમોડિટી ઓપ્શન્સમાં કુલ ૪૩૫ કરોડનું ટર્નઓવર
કોમોડિટી ઓપ્શન્સમાં કુલ રૂ. ૪૩૫.૦૪ કરોડનું ટર્નઓવર (નોશનલ) થયું હતું, જ્યારે પ્રીમિયમ ૬.૧૬ કરોડ નું રહ્યું હતું. ઓપ્શન્સના કુલ વોલ્યુમમાં કોલ ઓપ્શન્સનો હિસ્સો ૫૧.૮૭ ટકાનો અને પુટ ઓપ્શન્સનો હિસ્સો ૪૮.૧૩ ટકાનો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૦ ખૂલી, ઊપરમાં રૂ. ૨૧૩ અને નીચામાં રૂ. ૧૬૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૬૮ બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...