તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Unicorn Startups Rise To 586 In One Year, But India Stabilizes At 21, Moves To Fourth, US Overtakes China

સ્ટાર્ટઅપ:એક વર્ષમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ વધીને 586, પરંતુ ભારત 21 પર સ્થિર, ચોથા ક્રમે ખસ્યું, અમેરિકા ચીનથી આગળ નીકળ્યું

મુંબઈ/ઓક્સફર્ડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હુરુનની ગ્લોબલ યુનિકોર્ન યાદી, ભારતીયોના 61 સ્ટાર્ટઅપ, પરંતુ ત્રીજા ભાગના ભારત બહાર

હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટે મંગળવારે વૈશ્વિક યુનિકોર્ન સ્ટાર્ટઅપની યાદી જારી કરી હતી. તેમાં એવા યુનિકોર્ન સામેલ છે, જેની વેલ્યૂ રૂ. 7500 કરોડ રૂપિયા (1 અબજ ડૉલર)થી વધુ છે, જે શેરબજારમાં પણ લિસ્ટેડ નથી. આ યાદી પ્રમાણે, એક વર્ષમાં દુનિયામાં એવા સ્ટાર્ટઅપની સંખ્યા 494થી વધીને 586 થઈ ગઈ છે. ગયા વર્ષે આવા સ્ટાર્ટઅપ સૌથી વધુ ચીનમાં હતા.

જો કે એક વર્ષમાં અમેરિકાએ ચીનને પછાડી દીધું છે. અમેરિકામાં એક સમયે 60 સ્ટાર્ટઅપ હતા, જે વધીને 233 થઈ ગયા છે. ચીનમાં 38 હતા, અને હવે 277 છે. યુ.કે.માં 10 હતા, અને હવે 24 છે. એવી જ રીતે, ભારતમાં ફક્ત ત્રણ સ્ટાર્ટઅપ ઉમેરાયા છે, પરંતુ ત્રણ ભારત બહાર પણ ચાલુ થયા છે. ભારતના સ્ટાર્ટઅપની કુલ વેલ્યૂ રૂ. 5,49,000 કરોડ છે. દુનિયાના સ્ટાર્ટઅપની વેલ્યૂ રૂ. 135 લાખ કરોડ છે. આ આંકડો ઈટાલીના જીડીપી જેટલો છે.

આ ત્રણ નવી કંપની ઉમેરાઈ
ભારતની યાદીમાં લેન્સકાર્ટ (રૂ. 11.25 હજાર કરોડ), જેરોધા (રૂ. 22.5 હજાર કરોડ) અને ફર્સ્ટક્રાય (રૂ. 9 હજાર કરોડ) સામેલ છે. આ યાદીમાં મોબાઈલ જાહેરખબર અને ભારતની પહેલી યુનિકોર્ન કંપની ઈનમોબી, ઓનલાઈન ક્લાસિફાઈડ પોર્ટલ ક્વિકર અને ઈ કોમર્સ માર્કેટપ્લસ શૉપક્લૂઝ કંપનીનું વેલ્યુએશન ઘટતા તે બહાર થઈ ગઈ છે.

40ના સ્થાપક આઈઆઈટીયન

  • આમ તો ભારતમાં 21 યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે, પરંતુ ભારતીય નાગરિકોના 40 સ્ટાર્ટઅપ ભારત બહાર સિલિકોન વેલીમાં છે. તેની કુલ વેલ્યૂ રૂ. 7.47 લાખ કરોડ છે.
  • જીડીપીની રીતે મોટા દેશો ઈટાલી, રશિયા, મેક્સિકો અને હોલેન્ડમાં કોઈ સ્ટાર્ટઅપ નથી.
  • ભારતમાં સ્ટાર્ટઅપને યુનિકોર્ન બનવામાં સરેરાશ સાત વર્ષ લાગે છે. અમેરિકામાં આ સમય 6.5 વર્ષ અને ચીનમાં 5.5 વર્ષ છે.
  • ચીની કંપનીઓએ 11 યુનિકોર્ન સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. તેમાં અલીબાબાના 5, ટેસેન્ટ અને ડીએસટી ગ્લોબલના 3-3 છે.
  • 40 ભારતીય સ્ટાર્ટઅપના સ્થાપક આઈઆઈટીના છે, જેમાં દિલ્હી IIT ટોચ પર છે.

ભારતના ટોપ-10 યુનિકોર્ન સ્ટાર્ટઅપ

રેન્ક (વધ/ઘટ)સ્ટાર્ટઅપવેલ્યુએશન- 2020 (રૂ.હજાર કરોડમાં)વેલ્યુએશન-2019 (રૂ.હજાર કરોડમાં)
13 +10પેટીએમ12075
31 +20ઓયો રૂમ્સ6037.5
31 +12બાયજૂસ6045
49 -06ઓલા કેબ્સ4545
96 -12સ્વિગી26.222.5
96 -38ઝોમેટો26.230
108 +24પેટીએમ માલ22.522.5
108 +30રિન્યુ પાવર22.515
-- --બિગ બાસ્કેટ18.77.5
156 +108ઉડાન18.77.5

​​​​​

અન્ય સમાચારો પણ છે...