તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Two Lakh Crore Shares Have Been Bought Back In The Last Five Years, An Increase Of Eight Times In The Last 15 Years

ભાસ્કર એનાલિસિસ:છેલ્લાં પાંચ વર્ષમાં બે લાખ કરોડ શેર બાયબેક થયા, છેલ્લાં 15 વર્ષથી આઠ ગણી વૃદ્ધિ થઇ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈપીઓમાં જ નહીં, શેર બાયબેકમાં પણ તેજીનો માહોલ

દેશના શેર બજારમાં માત્ર આઈપીઓ જ નહીં, પરંતુ લાંબા સમયથી શેર બાયબેકમાં પણ તેજી ચાલી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 304 કંપનીઓએ રૂ. 2.13 લાખ કરોડથી વધુ મૂલ્યના શેર બાયબેક કરવાની રજૂઆત કરી ચૂક્યા છે.

શેર બાયબેક દ્વારા 1.98 લાખ કરોડના શેર ખરીદી ચૂક્યા છે. જે અગાઉ 15 વર્ષમાં થયેલા શેર બાયબેક કરતાં આઠગણાથી વધુ છે. 2000થી 2015 દરમિયાન કંપનીઓએ રૂ. 25 હજાર કરોડના શેર બાયબેક કર્યા હતા.

પ્રાઈમ ડેટાબેઝ દ્વારા એકત્ર આંકડાના વિશ્લેષણ મારફત માહિતી મળી છે. શેર બજારમાં લિસ્ટેડ કંપની પોતાના શેર શેરહોલ્ડર્સ પાસેથી પાછા ખરીદે છે. તેને બાયબેક કહે છે. બાયબેકની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કંપની દ્વારા ખરીદવામાં આવેલા શેરનુ અસ્તિત્વ પૂર્ણ થઈ જાય છે. બાયબેક માટે મુખ્યત્વે બે પ્રકારના ટેન્ડર ઓફર અથવા ઓપન માર્કેટનો ઉપયોગ કરે છે.

કંપની દ્વારા શેર બાયબેક કરવા પર કારોબારમાં માળખાગત રીતે કોઈ ફેરફાર થતો નથી. વિશ્લેષણ અનુસાર, રકમ મુદ્દે સૌથી વધુ 55,742.83 કરોડના શેર બાયબેક ઓફર 2017માં આવ્યા હતા. તે વર્ષે 50 કંપનીઓએ શેર બાયબેક કર્યા હતા.

જ્યારે સંખ્યાની દ્રષ્ટીએ સૌથી વધુ 69 શેર બાયબેક ઓફર 2019માં થયા હતા. જેના મારફત કંપનીઓએ રૂ. 43,904.37 કરોડની ઓફર પ્રાઈસ સામે 43,528.39 કરોડના શેર ખરીદ્યા હતા. જેના મારફત રૂ. 9679 કરોડ શેર બાયબેક કરશે. જેમાં ઈન્ફોસિસ અને બલરામપુર ચીની કંપનીઓ સામેલ છે.

શા માટે બાયબેક લાવી રહી છે?
સારો નફો અને નવી રોકાણ યોજનામાં ઘટાડાના પગલે કંપનીઓ પાસે રોકડ વધી છે. કંપનીની બેલેન્સશીટમાં કેશ સરપ્લસ વધુ રહે તે યોગ્ય નથી. નવી રોકાણ યોજના નથી તેઓ શેર બાયબેક કરી રહી છે.

  • કંપની પર અસર | કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો વધે છે. ટેકઓવરનું જોખમ ઘટે છે.

બેલેન્સશીટમાં વધારાની રોકડ ઘટી છે. એસેટ્સ વધે છે. એમાંથી માર્કેટ એસેટ્સ વધે છે.

  • શેર હોલ્ડર્સ પર અસર| કંપની શેરહોલ્ડર્સ પાસેથી વર્તમાન બજાર ભાવ કરતાં વધુ ભાવે શેર ખરીદે છે
  • કંપનીના શેરના ભાવ ભવિષ્યમાં વધવાની સંભાવના વધે છે.

કંપની અને શેર હોલ્ડર્સ બંને માટે લાભકારક
શેર બાયબેકમાં મોટાભાગના કેસોમાં કોઈ નુકસાન થયું નથી. કંપની પર નિયંત્રણ અને પ્રમોટર્સ હોલ્ડિંગ વધારવામાં લાભકારક સાબિત થાય છે. કંપની સરપ્લસ કેશનો યોગ્ય ઉપયોગ કરે છે.> વિનોદ નાયર, હેડ ઓફ રિસર્ચ, જિયોજિત ફાઈનાન્સિયલ

અન્ય સમાચારો પણ છે...