• Gujarati News
  • Business
  • Truth Social's Engagement Is So Much Better Than Twitter, I See No Reason To Go Back

ટ્વિટરનો ઉપયોગ નહીં કરે ટ્રમ્પ:ટ્રુથ સોશિયલનું એંગેજમેન્ટ ટ્વિટરથી ઘણું સારું, પાછા ફરવાનું કોઇ કારણ દેખાતું નથી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટ્વિટર પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ મંજૂર કર્યા બાદ તેમણે તેના ઉપયાગ કરવા પર ના કરી દીધી છે. તેમણે કહ્યું, તેઓ પોતાના પર્સનલ પ્લેટફાર્મ ટ્રુથ સોશિયલનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે.

ત્યાં સુધી કે તેમણે પોતાના પ્લેટફોર્મના પરફોર્મન્સની તુલના ટ્વિટર સાથે પણ કરી. તેમણે દાવો કર્યો કે ટ્રુથ સોશિયલ એંગેજમેન્ટ ટ્વિટરથી ઘણું બહેતર છે. મિટિંગ દરમિયાન તેમણે કહ્યું, 'મને આનું કોઇ કારણ દેખાતું નથી.'

રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે એક લીડરશીપ મિટિંગ દરમિયાન આ એલાન કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પર 8.7 કરોડથી વધુ ફોલોવર્સ છે અને તેમનું છેલ્લું ટ્વિટ 8 જાન્યુઆરી, 2021ના કરવામાં આવ્યું હતું.

પોલ પછી એકાઉન્ટ મંજૂર
ટ્વિટરના નવા બોસ એલન મસ્કે ટ્રમ્પના એકાઉન્ટને મંજૂર કરવા માટે એક ટ્વિટર પોલ પોસ્ટ કરી હતી. તેમણે પૂછ્યું હતું કે શું પ્રેસિડેન્ટ ટ્રમ્પનું એકાઉન્ટ મંજૂર કરવું જોઇએ. હા અથવા ના. 1.5 કરોડથી વધુ યુઝર્સે વોટિંગમાં ભાગ લીધો અને 52% લોકોએ હામાં જવાબ આપ્યો અને 48%એ નામાં જવાબ આપ્યો. પોલ પૂરો થયા બાદ ટ્વિટરના બોસે લખ્યું-'વોક્સ પોપુલી, વોક્સ'- એક લેટિન ફ્રેજ તેને અર્થ છે ' લોકોનો અવાજ ભગવાનનો અવાજ છે.'

21 મહિના પછી ટ્રમ્પનું કમબેક
6 જાન્યુઆરી, 2021 પછી જ્યારે ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું ત્યારે તેમના 88 મિલિયનથી વધુ ફોલોવર્સ હતા. રવિવારે સવારે આશરે 6.30 વાગે 21 મહિના પછી એકાઉન્ટ પાછું એક્ટિવ કરવામાં આવ્યું છે. એકાઉન્ટની મંજૂરીની 50 મિનિટની અંદર જ ટ્રમ્પના 10 લાખથી વધુ ફોલોવર્સ થઇ ગયા.

ટ્રમ્પે હિંસા કરનારાને ક્રાંતિકારી બતાવ્યા હતા
ડોનાલ્ડ ટ્રમ્પે 2021માં કેપિટલ હિલ હિંસા પછી ટ્વિટર પર હિંસા કરનારા પોતાના સમર્થકોને ક્રાંતિકારી બતાવ્યા હતા. એ પછી તેમણે કહ્યું કે તેઓ 20 જાન્યુઆરી 2021ના થનારા પ્રેસિડેન્શિયલ ઇનેગ્રેશન (બાઇડનના શપથ ગ્રહણ)માં નહીં જાય. ટ્વિટરે એના પર એક્શન લેતા તેમનું એકાઉન્ટ હંમેશાં માટે સસ્પેન્ડ કરી દીધું હતું.

આ કંપનીઓએ પણ કર્યું હતું ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્સ
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ, સ્નેપચેટ, ટ્વિચ અને અન્ય ઇન્ટનેટ કંપનીઓએ ટ્રમ્પના એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું હતું. મસ્કના આ ફેંસલાથી ફેસબુક જેવા અન્ય પ્રમુખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ટ્રમ્પને મંજૂર કરવું સરળ થઇ શકે છે. ફેસબુકની મૂળ કંપની મેટાએ કહ્યું છે કે જાન્યુઆરી 2023માં પોતાના ફેંસલા પર પનર્વિચારણા કરશે

અન્ય સમાચારો પણ છે...