તાતા રતન ધન પાયો:કોરોનામાં તાતા પર ટ્રસ્ટ વધ્યો, જૂથનું Mcap 22.75 લાખ કરોડ થયું

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 હજાર કરોડમાં એર ઇન્ડિયા ખરીદનારા તાતા જૂથનું માર્કેટકેપ ઓક દિવસમાં રૂ. 60 હજાર કરોડ વધ્યું
  • 1 વર્ષમાં માર્કેટ વેલ્યૂ અઢી ગણી વધી, માર્ચ 2020માં 9.31 લાખ કરોડ હતી
  • કુલ લિસ્ટેડ 17 કંપનીનાં માર્કેટકેપમાં 58535.3 કરોડનો વધારો

શેરબજારમાં તેજી વચ્ચે બુધવારે તાતા મોટર્સ અને તાતા પાવર પર અપર સર્કિટ લાગી હતી. તાતા મોટર્સના શેર્સમાં 20 ટકાનો ઉછાળો આવ્યો હતો જ્યારે ગ્રૂપની લગભગ તમામ કંપનીઓના શેરના ભાવ વધ્યા હતા. કોરોના મહામારી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં તાતા સમૂહની બજાર વેલ્યુ અઢી ગણી વધી છે. બુધવારે ગ્રૂપની 17 કંપનીઓની માર્કેટ કેપમાં 60 હજાર કરોડનો વધારો થયો હતો તથા ગ્રૂપની કુલ માર્કેટ કેપ વધીને 22.75 લાખ કરોડ થઈ હતી. તેના કારણે એર ઇન્ડિયાને હસ્તગત કરવાનો રૂ. 18000 કરોડનો ખર્ચ તાતા જૂથના શેર્સમાં આજે આવેલી તેજીમાં જ સરભર થઈ ગયો હોવાની રમૂજ વહેતી થઈ હતી.

તાતા જૂથની સત્તાવાર વેબસાઇટ અને બીએસઇના બંધ ભાવોની સ્થિતિ અનુસાર લિસ્ટેડ તમામ 17 કંપનીઓમાં આજે ભાવો વધ્યા હતા. જેના કારણે તાતા જૂથમાં ર્કેટકેપમાં રૂ. 60000 કરોડ (58535.3) કરોડનો જંગી ઉછાળો નોંધાયો હતો.

ખાસ કરીને તાતા મોટર્સમાં 20 ટકાની તેજીની સર્કિટ લાગી હતી. જ્યારે તાતા ઇન્વેસ્ટમેન્ટ 15 ટકા, તાતા કેમિકલ્સ 14 ટકા, તાતા પાવર 14 ટકા ઉછળ્યા હતા. જોકે, ટીસીએસ અને તાતા સ્ટીલમાં આજે સાધારણ સુધારાની ચાલ રહી હતી.

તાતા જૂથની 17 લિસ્ટેડ કંપનીઓની સ્થિતિ

ક્રમકંપનીબંધ+/-%Mcap*+/-*
1ટીસીએસ3656.050.061352391.68777.53
2તાતા સ્ટીલ1354.21.9162960.283028.42
3તાતા મોટર્સ506.7520.43168256.628538.38
4ટાઇટન2537.21.71225240.233791.84
5તાતા કેમિકલ્સ1107.814.1628221.93021.91
6તાતા પાવર224.1514.4871623.549059.57
7ઇન્ડિયન હોટલ્સ230.85827507.552068.42
8તાતા કન્ઝ્યુ.848.43.9278184.452945.03
9તાતા કોમ્યુ.1456.74.5141515.951789.8
10વોલ્ટાસ1310.050.9643347.56422.95
11ટ્રેન્ટ1174.53.6417521448.97
12તાતા સ્ટીલ લોંગ9551.424307.0560.21
13તાતા ઇન્વે.1667.4148436.261035.5
14તાતા મેટાલિક્સ10892.133438.7969.79
15તાતા એલેક્સી6116.80.7238093.25272.15
16નેલ્કો853.951948.4692.76
17તાતા કોફી233.92.634368.56112.07

(*આંકડા રૂ. કરોડ છે.)

તાતા મોટર્સનું માર્કેટકેપ એક દિવસમાં 28 હજાર કરોડ વધીને 1.68 લાખ કરોડ થયું
તાતા મોટર્સના શેરમાં 20 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સાથે કંપનીની માર્કેટ વેલ્યુ 28,538 કરોડ રૂપિયા વધીને 1.68 લાખ કરોડ થઈ હતી. ટીપીજી રાઇઝ ક્લાઇમેટ પાસેથી ઇલેક્ટ્રી વ્હીકલ બિઝનેસ માટે 1 અબજ ડૉલર ફંડ મેળવવાના અહેવાલો બાદ કંપનીના શેરો ઉછળ્યા હતા.

તાતાની તેજી પાછળનાં મહત્ત્વનાં કારણો
તાતા સન્સે કોરોનાકાળમાં પોતાની તમામ કંપનીઓનું રિસ્ટ્રક્ચર કર્યું. જે કંપનીઓનો ગ્રોથ ધીમો પડ્યો એના પર ચેરમેન એન.ચંદ્રશેખરને વધુ ફોકસ રાખ્યું હતું. કેટલીક કંપનીઓની ખૂબીઓનો ઉપયોગ અન્ય કંપનીની નબળાઈ દૂર કરવા કરાયો જે પણ ગ્રોથમાં મહત્ત્વનું પરિબળ છે.

3 કંપની ઈન્ટિગ્રેટ કરવાનો વ્યૂહ સફળ
તાતા સન્સના ચેરમેન ચંદ્રશેખરને જુદો વ્યૂહ અપનાવ્યો હતો. ઇ-વ્હીકલ પર સરકારનું જોર વધતા તેમણે તાતા મોટર્સ, તાતા પાવર અને તાતા કેમિકલને ઇન્ટિગ્રેટ કરીને તેને એકમેકની જરૂરિયાત બનાવી. આ વ્યૂહ સફળ રહ્યો.

સેન્સેક્સ- નિફ્ટી નવી સપાટીએ
સેન્સેક્સ આજે વધુ 452.74 પોઇન્ટના ઉછાળા સાથે 60737.05 પોઇન્ટ જ્યારે નિફ્ટી 179.80 પોઇન્ટના ઉછા‌ળા સાથે 18100 પોઇન્ટની સપાટી ક્રોસ કરી 18161.75 પોઇન્ટ બંધ રહ્યો હતો. બીએસઇ માર્કેટકેપ પણ રૂ. 2.43 લાખ કરોડની વૃદ્ધિ સાથે રૂ. 270.73 લાખ કરોડે પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...