• Gujarati News
  • Sports
  • Cricket
  • Trump Card For Jaspreet Bumrah Team, Player Like Virat Cannot Be Dropped; The Team Is Looking For More Combinations

ભાસ્કર ઈન્ટરવ્યૂ:જસપ્રિત બુમરાહ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ, વિરાટ જેવા ખેલાડીને ડ્રોપ કરી શકાય નહીં; ટીમ વધુ કોમ્બિનેશન શોધી રહી છે

ચંડીગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશિષ નેહરા ભારતીય ટીમે ફાસ્ટ બોલિંગના વધુ વિકલ્પને સારો સંકેત જણાવ્યો

ટેસ્ટ સીરિઝ ડ્રો થયા પછી ભારતે ટી-20 સીરિઝ જીતી છે અને હવે વન-ડેમાં લીડમાં છે. પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરાનું માનવું છે કે, બુમરાહ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ છે. તેણે કોહલીને પણ સપોર્ટ કર્યો છે અને પંડ્યા-હુડ્ડા જેવા ટેલેન્ટની પ્રશંસા કરીછે. ભારત-ઈંગ્લેન્ડ હવે ગુરુવારે બીજી વન-ડેમાં એકબીજા સામે ટકરાશે. પ્રસ્તુત છે નેહરા સાથેની વાતચીતના અંશ.

  • ભારતને પેસરના સતત વિકલ્પ મળી રહ્યા છે, કેવો સંકેત છે?

ભારત માટે આ ઘણી જ સારી વાત છે. કોઈ બોલર જ્યારે 5-6 વિકેટ લે છે તો જુસ્સો ભરાઈ જાય છે. વન-ડેમાં આવો દેખાવ વિશેષ છે.

  • વન-ડે ટીમના કોમ્બિનેશન અંગે શું કહેવું છે?

ટોપ ઓર્ડરમાં થોડી ગરબડ છે. કે.એલ. રાહુલ પણ ટીમ સાથે નથી. ટીમ પાસે તેના અનેક વિકલ્પ છે. ટીમ મેનેજમેન્ટ વધુને વધુ ખેલાડીઓને મોટી ટૂર્નામેન્ટથી પહેલા ચકાસવા માગે છે.

  • શું વન-ડે કોહલીના કમબેક કરવા માટે સાચું ફોર્મેટ છે?

કોહલી જેવો બેટ્સમેન કોઈ પણ ફોર્મેટમાં રન બનાવી શકે છે. તે ઈજાગ્રસ્ત છે, એટલે કંઈ કરી શકે નહીં. રોહિતે પણ સંઘર્ષ કર્યો છે.

  • બુમરાહ સારા ફોર્મમાં છે. તેની સાથે નવા બોલરોને કેવી રીતે જુઓ છો?

બુમરાહ જે પ્રકારની ગેમ રમે છે, તે દરેકની સામે છે. લાઈન એન્ડ લેન્થની વાત આવે છે ત્યારે તો બે નામ જ મગજમાં આવે છે- બુમરાહ અને શમી. આવેશ, ઉમરાન, અર્શદીપને તક મળી રહી છે, જે સારા સંકેત છે.

  • અગાઉ ખેલાડી આઉટ ઓફ ફોર્મ હોય તો તેને બહાર કરાતો હતો, હવે આરામ અપાય છે. શું આ યોગ્ય છે?

એવું નથી. અગાઉ પણ આરામ અપાતો હતો, પરંતુ વિરાટ જેવા ખેલાડીને તમે ડ્રોપ કરી શકો નહીં. તેણે ટીમ માટે જે કર્યું તેને ભૂલી શકાય નહીં. તેણે ખુદને દરેક ફોર્મેટમાં સાબિત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...