મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ઘરેલુ શેરબજારમાં આજે ગુરુવાર (2 માર્ચ)ના રોજ વેચવાલી જોવા મળી. સેન્સેક્સ 501 પોઈન્ટ ગગડી 58,909ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ નબળાઈ જોવા મળી. તે 130 પોઈન્ટ ઘટી 17,320ના સ્તરે બંધ થયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો અને ફક્ત 5માં તેજી જોવા મળી.
ટ્રાન્સમિશન, વિલ્માર, પાવર, ગ્રીન એનર્જી અને NDTVમાં 5-5%ની તેજી
માર્કેટમાં આ ઘટાડા વચ્ચે આજે અદાણી ગ્રૂપના તમામ 10 શેરોમાં તેજી જોવા મળી હતી. ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટપ્રાઈઝના શેર 1.52% ચઢ્યા. ઉપરાંત અદાણી ટ્રાન્સમિશન, વિલ્માર, પાવર, ગ્રીન એનર્જી અને NDTVના શેરોમાં અંદાજે 5-5%ની તેજી રહી. જ્યારે અદાણી પોર્ટ્સમાં 3.06%, ટોટલ ગેસમાં 3.86%, અંબુજા સિમેન્ટમાં 4.50% અને ACCમાં 1.39%ની તેજી જોવા મળી હતી.
મારુતિ-એક્સિસ બેંક નિફ્ટી-50ના ટોપ લૂઝર
મારુતિ, એક્સિસ બેંક, TCS, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, SBI લાઈફ, નેસ્લે ઈન્ડિયા, HDFC લાઈફ, M&M, કોટક બેંક સહિત નિફ્ટી-50ના 36 શેરોમાં ઘટાડો જોવા મળ્યો. જ્યારે અદાણી પોર્ટ્સ, કોલ ઈન્ડિયા, BPCL, અદાણી એન્ટરપ્રાઈઝિસ, હીરો મોટોકોર્પ, ડો. રેડ્ડી અને પાવર ગ્રિડ સહિત નિફ્ટીના 14 શેરોમાં તેજી જોવા મળી હતી.
IT સેક્ટરમાં સૌથી વધુ 1.26%નો ઘટાડો
NSEના 11 સેક્ટોરલ ઈન્ડેક્સમાંથી 10માં ઘટાડો જોવા મળ્યો. IT સેક્ટરમાં સૌથી વધુ 1.26%નો ઘટાડો રહ્યો. બેંક, ઓટો, ફાઈનેન્શિયલ સર્વિસિઝ, FMCG, મીડિયા, મેટલ, ફાર્મા, PSU બેંક અને પ્રાઈવેટ બેંક સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ફક્ત રિયલ્ટી સેક્ટરમાં 2.06%ની તેજી જોવા મળી.
બુધવારે તેજી સાથે બંધ થયો શેરબજાર
શેરબજારમાં અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવાર (1 માર્ચ)ના રોજ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 448.96 પોઈન્ટ અથવા 0.76%ના વધારા સાથે 59,411.08 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 146.95 પોઈન્ટ અથવા 0.85% તેજી જોવા મળી હતી. આ 17,450.90ના સ્તરે બંધ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.